+

Gujarat Weather : રાજ્યમાં એકવાર ફરી હાડ થીજવતી ઠંડી માટે રહેજો તૈયાર

Gujarat Weather : રાજ્યમાં એકવાર ફરી હાડ થીજવતી ઠંડી માટે તૈયાર થઇ જાઓ. 21 ફેબ્રુઆરીથી ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધાવાની સંભાવનાઓ છે. મળી રહેલી માહિતી અનુસાર, ગુજરાતમાં 4 દિવસ ઠંડીમાં વધારો…

Gujarat Weather : રાજ્યમાં એકવાર ફરી હાડ થીજવતી ઠંડી માટે તૈયાર થઇ જાઓ. 21 ફેબ્રુઆરીથી ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધાવાની સંભાવનાઓ છે. મળી રહેલી માહિતી અનુસાર, ગુજરાતમાં 4 દિવસ ઠંડીમાં વધારો થઇ શકે છે. ઠંડી વધવા પાછળનું કારણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાયક્લોનિક સર્કુલેશનમાં પરિવર્તિત થવાનું છે. ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં હિમવર્ષા થઇ છે જેની અસર ખાસ કરીને ઉત્તર ગુજરાત સહિત અનેક જિલ્લામાં જોવા મળી શકે છે.

ઉત્તર ભારતમાં ઠંડી અને હિમવર્ષાની અસર થશે ગુજરાતમાં

જો તમે તમારા ઠંડીમાં પહેરવાના કપડા સાચવીને મુકી દીધા છે તો તેને કાઢી દેજો કારણ કે એકવાર ફરી ઠંડી શરૂ થવાની છે. જીહા, ઉત્તર ભારતમાં ભારે વરસાદ અને હિમવર્ષા થઇ રહી છે. જેના કારણે ગુજરાતમાં ઠંડી (Gujarat Weather) નું પ્રમાણ વધશે. ઉત્તર ગુજરાત સહિત અનેક જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી સુધી પહોંચશે તેવી સંભાવનાઓ છે. આ ઉપરાંત કચ્છના નલિયામાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી, અમદાવાદ-ગાંધીનગરમાં 17 ડિગ્રી, દીવ અને ડીસામાં 17 ડિગ્રી, સુરેન્દ્રનગર-કેશોદ-વલસાડમાં 18 ડિગ્રી તાપમાન રહેશે તેવી પૂરી સંભાવનાઓ છે.

આ પણ વાંચો – મધ્યમવર્ગીય માણસો પર મોંઘવારીનો માર, સીંગતેલના ભાવમાં ધરખમ વધારો

આ પણ વાંચો – નકલીકાંડ મુદ્દે કોંગ્રેસ નેતાઓએ વિધાનસભામાં કર્યો હોબાળો, બધા ધારાસભ્યો એક દિવસ માટે સસ્પેન્ડ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter