Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

લોકસભા ચૂંટણીને લઈને Bhuj ના વેપારીઓનો શું છે મિજાજ ?

09:30 AM Mar 30, 2024 | Hardik Shah

લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે જનતા અને નેતાઓ વચ્ચે હાલમાં એક અલગ જ પ્રકારનો સંબંધ જોવા મળી રહ્યો છે. છેલ્લા 5 વર્ષમાં કેટલો વિકાસ થયો, કેટલું લોકોનું જીવન સરળ બન્યું આ તમામ સવાલોના જવાબો મેળવવા માટે ગુજરાત ફર્સ્ટની ટીમ ભુજ પહોંચી હતી. ભુજમાં જ્યારે પહોંચીને ગુજરાત ફર્સ્ટની ટીમે સરકારના 5 વર્ષના કાર્યકાળ વિશે પુછ્યું તો લોકોએ કહ્યું કે, આ સમયગાળામાં સરકારે લગભગ તમામ કામ કર્યા છે પછી તે રામ મંદિરનો મુદ્દો હોય કે, 370 ની કલમ હોય કે પછી ભારતને આર્થિક દ્રષ્ટિએ વિશ્વ ફલક પર ત્રીજા નંબરે પહોંચાડવાનો હોય. જે કામ સાથે સરકાર આવી હતી તે થતું જોવા મળી રહ્યું છે.

આ પણ વાંચો – Gandhinagar BJP Program: લોકસભા ચૂંટણી 2024 પહેલા ગાંધીનગરમાં કોંગ્રેસની બે વિકેટ પડી

આ પણ વાંચો – Protest Against Parshottam Rupala: ક્ષત્રિય સમાજના આગેવાનોએ જાહેરનામાનો ભંગ કરી પુતળા સળગાવ્યા