Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Banaskantha Animal Diseases: ખરવા નામના રોગથી પશુઓના ટપોટપ મૃત્યુ થતાં પશુપાલકોમાં ચિંતા

05:52 PM Feb 08, 2024 | Aviraj Bagda

Banaskantha Animal Diseases: બનાસકાંઠા જિલ્લાના વિવિધ ગામડાઓમાં પશુપાલકો પર દુ:ખના ડુંગર પડ્યા છે. સમગ્ર જિલ્લામાં પશુઓને એક સાથે ખરવા નામના રોગે જકડી લીધા છે.

  • અચાનક પશુઓમાં ખરવા નામનો રોગ ફેલાયો
  • પશુના મોતથી લાખોનું થઈ રહ્યું નુકસાન
  • મોટી જાનહાનિ પહેલા નિરાકરણની કરી માંગ

અચાનક પશુઓમાં ખરવા નામનો રોગ ફેલાયો

બનાસકાંઠાના થરાદ, વાવ અને સુઈગામ સહીતના ગામડાઓમાં ખરવા જેવા રોગના કારણે પશુપાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ગામડામાં તમામ પશુ-પક્ષીઓને ભરતી કરીને સારવાર હાથ ધરવામાં આવી છે. તે ઉપરાંત લાખો રૂપિયાનું નુકસાન ભોગવવામાં આવ્યું છે.

પશુના મોતથી લાખોનું થઈ રહ્યું નુકસાન

પહેલા લંપી વાયરસ અને હવે, ખરવા નામના રોગે પશુઓના મોત થઈ રહ્યા છે. આ રોગના કારણે પશુઓમાં મોઢાના ભાગે ગળામાંથી લાળ પડવી,પગ ઝકડાવવા તેમજ અન્નનો પણ પશુઓ ત્યાગ કરી રહ્યા છે. ત્યારે તેમની તાત્કાલિક ધોરણે સારવાર કાર્યરત હોવા છતાં મૃત્યુ થઈ રહ્યું છે.

મોટી જાનહાનિ પહેલા નિરાકરણની કરી માંગ

એક એક પશુઓ ધરાવતા ગામના પરિવારોમાં પણ પશુઓ મૃત્યુ થયા છે. તેના કારણે… ગામડામાં અનેક પરિવારોને લાખો રૂપિયાનું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા ગંભીર નોધ લઇને તાત્કાલિક યોગ્ય નિરાકરણની માંગ કરવામાં આવી છે. તે ઉપરાંત ગામડાઓમાં આરોગ્ય ટીમ તૈનાત કરવામાં આવવી જોઈએ.

અહેવાલ યસપાલસિંહ વાઘેલા

આ પણ વાંચો: Gir Somnath : ગ્રામ્ય વિસ્તારમાં ખૂંખાર દીપડાની રંજાડ, મધ્યરાતે તબેલામાં ધૂસ્યો