Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

આરબોરેટમ ધરાવતી પહેલી યુનિવર્સિટી બનશે ગુજરાત યુનિવર્સિટી, વનસ્પતિ સમૂહની વૈવિધ્યતા અને ડાઈવર્સિટીની જાળવણી કરવામાં મળશે મદદ

12:44 PM Apr 18, 2023 | Vipul Pandya

આરબોરેટમ ધરાવતી પહેલી યુનિવર્સિટી બનશે  ગુજરાત યુનિવર્સિટી. 7 એકર જમીન પર એમ્ફીથિયેટર સાથે બની રહેલા ત્રણ જુદા જુદા ડોમ દેશ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે…  ફાયબર, ગ્લાસ અને એર કંડિશન્ડ એવા ત્રણ જુદા જુદા સાઈઝના ડોમ કેમ્પસમાં આકાર લઈ રહ્યા છે.રાજ્યભરના વિદ્યાર્થીઓ આરબોરેટમની મુલાકાત લઇ શકે એવી વ્યવસ્થા ઉભી કરાશે. ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યાએ જણાવ્યું હતું કે, જૈવ વૈવિધ્યની વાત કરીએ ત્યારે પ્લાન્ટસ અને એનિમલમાં જે વૈવિધ્યતા છે તેનું જતન કરવું ખૂબ જરૂરી છે…  આરબોરેટમનાં માધ્યમથી વનસ્પતિ સમૂહની વૈવિધ્યતા અને ડાઈવર્સિટીની જાળવણી કરવામાં મદદ મળશે. 

ગુજરાત યુનિવર્સિટી ખાતે બની રહેલું આરબોરેટમ જે મોડલ માર્વેલ હશે.ગુજરાતના એક્ઝોટીક પ્લાન્ટ જેને આપણે ફ્લોરા અને ફોના તરીકે ઓળખીએ છીએ તેને ઇન્ક્યુબેટ કરાશે. કચ્છ, સૌરાષ્ટ્ર, ગિરનારનાં વનસ્પતિ સમૂહોને અહીં લાવી તેની જાળવણી કરી, પ્રયોગ કરાશે. પિજીના વિદ્યાર્થીઓ યુજી માટે યુજીના વિદ્યાર્થીઓ બાળકો માટે મેન્ટરની ભૂમિકામાં હશે.ટ્રાન્સપીસીસમાં જે બેસ્ટ ક્વોલિટી હોય છે તેને જિનેટિક વેરીએશનમાં લાવી ભવિષ્યને જોતા જુદા જુદા પ્રયોગો હાથ ધરાશે. 

ગુજરાતમાં અનેક પ્રાણીઓ, વનસ્પતિઓ, પક્ષીઓ, કીટક અને સરીસૃપ છે કે જેમના પર લેબલિંગ નથી થયું, જેમનું ડોક્યુમેન્ટેશન પણ બાકી છે, જેના પર કામ કરીશું. 7 એકરમાં બની રહેલા આરબોરેટમમાં વોટર ચેનલ અને બે આર્ટિફીશિયલ પોઈન્ટ પણ બનાવવામાં આવશે.પાણીમાં જે વનસ્પતિઓ થતી હોય છે તેને પણ અહીંયા ડેવલપ કરાશે.સંપૂર્ણ કામકાજ પૂર્ણ કરીને આગામી 6 થી 7 મહિનામાં ખુલ્લું મુકાશે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.