Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Gujarat University Case Update: મેટ્રો કોર્ટે પોલીસ તપાસને અધૂરી ગણાવી, FIR માં ચોક્કસ આરોપીઓના નામ નહીં

08:53 PM Mar 20, 2024 | Aviraj Bagda

Gujarat University Case Update: તાજેતરમાં અમદાવાદ (Ahmedabad) ની ગુજરાત યુનિવર્સિટી (Gujarat University) થયેલા બોયઝ હોસ્ટેલ (Boys Hostel) ના વિભાગ A ના કેમ્પસમાં વિદ્યાર્થીઓ પર થયેલા હુમલાને લઈ અમદાવાદ (Ahmedabad) માં ભારે તણાવનો માહોલ સર્જાયો છે. જોકે આ મામલે અમદાવાદ પોલીસ (Ahmedabad Police) દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી.

  • ગુજ. યુનિ. કેસ મામલે મેટ્રો કોર્ટમાં સુનાનણી
  • કેસમાં સીધી રીતે ગુનો પુરવાર થતો નથી
  • આરોપીઓની જામીન અરજી કરાઈ મંજૂર

જૈ પૈકી અમદાવાદ પોલીસ (Ahmedabad Police) દ્વારા ગુજરાત યુનિવર્સિટી (Gujarat University) માં થયેલા સંઘર્ષને લઈ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે અમદાવાદ પોલીસ (Ahmedabad Police) દ્વારા આ 5 આરોપીઓને અમદાવદની મેટ્રો કોર્ટ (Metro Court) માં રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારે થયેલી કોર્ટે 5 આરોપીઓને Remand મંજૂર કર્યા હતા. ત્યારે આજરોજ પોલીસ Remand પૂર્ણ થતા આરોપીઓને મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

Gujarat University Case Update

કેસમાં સીધી રીતે ગુનો પુરવાર થતો નથી

ત્યારે સુનાવણી દરમિયાન આરોપીઓ દ્વારા કોર્ટ (Metro Court) માં નિયમિત જામીન માટે અરજી કરી હતી. જોકે પોલીસે આ 5 આરોપીઓની CCTV ના મારફતે ધરપકડ કરી હતી. પરંતુ નોંધાયેલા કેસમાં સીધી રીતે તેમના વિરુદ્ધ ગુનો પુરવાર થઈ રહ્યો નથી. તે ઉપરાંત ગુજરાત યુનિવર્સિટી (Gujarat University) ની બોયઝ હોસ્ટેલ (Boys Hostel) માં થયેલા તોફાનમાં દંડા વડે કોને ફટકાર્યા તે મુદ્દે પોલીસને કોઈ યોગ્ય પુરાવાઓ મળ્યા નથી. તેની સાથે પોલીસને તપાસ દરમિયાન કોઈ હથિયાર પણ મળ્યા નથી.

આરોપીઓની જામીન અરજી કરાઈ મંજૂર

ત્યારે સુનાવણી કોર્ટે (Metro Court) જણાવ્યું હતું કે, પોલીસ પાસે યોગ્ય પુરાવા નહીં હોવાને કારણે 5 આરોપી વિરુદ્ધ કરાયેલા મંજૂર કરાયેલ Remand પૂર્ણ થાય છે. તે ઉપરાંત પોલીસે નોંધેલ FIR માં કોઈ આરોપીઓના ચોક્કસ નામ પણ નથી. તેની સાથે અમદાવાદ મેટ્રો કોર્ટમાં 5 આરોપીઓ રજૂ કરેલી નિયમિત જામીન અરજીને પણ મંજૂરી આપવામાં આવી છે. તે ઉપરાંત મેટ્રો કોર્ટે પોલીસ (Ahmedabad Police) ને આ મામલે યોગ્ય પુરાવાની શોધકરવાની સૂચના પાઠવી છે.

આ પણ વાંચો:Gujarat University Case : ગુજરાત યુનિ.માં મારામારીના પડઘા વિદેશમાં પડ્યા, આ દેશનું ડેલિગેશન આવ્યું મુલાકાતે

આ પણ વાંચો:Gujarat University Case : 3 આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર, સુઓમોટો પર કોર્ટે કહ્યું – શહેરમાં બનતી દરેક ઘટના…

આ પણ વાંચો:ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ પર જીવલેણ હુમલા બાદ VNSGU હરકતમાં આવી