Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

સ્ટાર્ટ અપ રેન્કિંગમાં ગુજરાત સતત ત્રીજા વર્ષે પ્રથમ સ્થાને, ટેક્નોક્રેટ યુવા પેઢીની સફળતા

05:30 AM Apr 17, 2023 | Vipul Pandya

મિનીસ્ટ્રી ઑફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા જાહેર કરાયેલ સ્ટેટ સ્ટાર્ટ અપ રેન્કિંગમાં ગુજરાત સતત ત્રીજા વર્ષે પ્રથમ સ્થાને રહ્યું છે.  વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ આત્મનિર્ભર ભારત અભિયાનના લક્ષ્યને પહોંચી વળવા માટે સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને સ્કિલઅપ ઈન્ડિયા મહત્વનો ભાગ ભજવે છે. જે અર્થે સહભાગી થતાં દરેક રાજ્યોને મીનીસ્ટ્રી ઑફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સ્ટેટ સ્ટાર્ટઅપ રેન્કિંગમાં જાહેર કરવામાં આવે છે. તાજેતરમાં જ મીનીસ્ટ્રી ઑફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ મંત્રીશ્રી પીયુષ ગોયલે જાહેર કરેલ બેસ્ટ સ્ટેટ સ્ટાર્ટઅપ રેન્કિંગમાં ગુજરાત સતત ત્રીજા વર્ષે પ્રથમ સ્થાને રહ્યું છે. 
આ સંદર્ભે જીટીયુના કુલપતિ પ્રો. ડો. નવીન શેઠે જણાવ્યું હતું કે, સ્ટાર્ટઅપ અને ઈનોવેશન ક્ષેત્રે આજની ટેક્નોક્રેટ યુવા પેઢી અવગત થાય અને કાર્યરત રહીને આત્મનિર્ભર ભારત અભિયાનમાં પણ સહભાગી બને તે હેતુસર જીટીયુ સતત પ્રયત્નશીલ રહે છે. જેના ફળ સ્વરૂપે ગુજરાત સમગ્ર દેશમાં અગ્રહરોળમા સ્થાન પામ્યું છે. જીટીયુના કુલસચિવ ડો. કે. એન. ખેરે જીટીયુ જીઆઈએસીના સીઈઓ શ્રી તુષાર પંચાલને આ બદલ અભિનંદન પાઠવ્યા હતાં. 
– સ્ટાર્ટઅપ અને ઈનોવેશન ક્ષેત્રે આજની ટેક્નોક્રેટ યુવા પેઢી અવગત થાય અને કાર્યરત રહીને આત્મનિર્ભર ભારત અભિયાનમાં પણ સહભાગી બને તે હેતુસર જીટીયુ સતત પ્રયત્નશીલ રહે છે. જેના ફળ સ્વરૂપે ગુજરાત સમગ્ર દેશમાં અગ્રહરોળમા સ્થાન પામ્યું છે. 
             
– સ્ટાર્ટઅપ ગુજરાત દ્વારા સૌથી વધુ સ્ટાર્ટઅપ રજીસ્ટ્રેશન અને ‌વિશેષ યોગદાન બદલ જીટીયુ જીઆઈએસીનુ સન્માન કરવામાં આવ્યું .
સ્ટાર્ટઅપ ગુજરાત દ્વારા સૌથી વધુ સ્ટાર્ટઅપ રજીસ્ટ્રેશન અને ‌વિશેષ યોગદાન બદલ જીટીયુ જીઆઈએસીને ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ કમિશનર ડો. રાહુલ ગુપ્તાના હસ્તે બહુમાન કરાયું હતું.  સ્ટાર્ટઅપ  ગુજરાત પોલીસીમાં જીટીયુના સૌથી વધુ 42 સ્ટાર્ટઅપ રજીસ્ટર્ડ છે.  જીટીયુ જીઆઈએસીએ  ગુજરાતમાં સૌથી વધુ માન્યતા પ્રાપ્ત સ્ટાર્ટઅપ રજીસ્ટર્ડ કરાવેલ છે.
જીટીયુ ઈનોવેશન સેન્ટરની સ્થાપનાકાળથી સ્ટાર્ટઅપ કર્તાને દરેક આયામ પર મદદકર્તા તરીકે પ્રસ્થાપીત થયેલ છે.  વર્તમાન સમય સુધી જીટીયુ જીઆઈસી દ્વારા 9.38 કરોડની ગ્રાંન્ટ ફાળવવામાં આવી છે. જીટીયુ સંલગ્ન સ્ટાર્ટઅપ કર્તા દ્વારા 34 કરોડનું વાર્ષિક ટર્ન ઓવર અને 3000થી વધુ લોકોને રોજગારી પૂરી પાડી છે. કુલ 526 સ્ટાર્ટઅપને મદદરૂપ થયેલ છે, તથા સ્ટાર્ટઅપ ઈનોવેશનની જાગૃકત્તા કેળવવા માટે 463થી વધુ આઉટરીચ પ્રોગ્રામ તેમજ 3466 વિદ્યાર્થીઓના પ્રોજેક્ટને સપોર્ટ કરવામાં આવેલ છે. આ ઉપરાંત 160 પેટન્ટ , ટ્રેડમાર્ક અને ડિઝાઈનનું રજીસ્ટ્રેશન પણ સફળતા પૂર્વક કરવામાં આવેલ છે.