+

Gujarat : રાજ્યમાં ભ્રષ્ટાચારનો રાફડો ફાટ્યો! મહેસાણા, વડોદરા બાદ સુરેન્દ્રનગરમાં નવો બ્રિજ જોખમી બન્યો!

કોઈ પણ દેશ અને રાજ્યની વિકાસ ગતિમાં ભ્રષ્ટાચાર સૌથી મોટો અવરોધક અને અભિશાપ હોય છે. ગુજરાતમાં (Gujarat) પણ ભ્રષ્ટાચારની સમસ્યા જટિલ છે. સરકારી કામોમાં ભ્રષ્ટાચારને લીધે જનતાને ભારે હાલાકી ભોગવી…

કોઈ પણ દેશ અને રાજ્યની વિકાસ ગતિમાં ભ્રષ્ટાચાર સૌથી મોટો અવરોધક અને અભિશાપ હોય છે. ગુજરાતમાં (Gujarat) પણ ભ્રષ્ટાચારની સમસ્યા જટિલ છે. સરકારી કામોમાં ભ્રષ્ટાચારને લીધે જનતાને ભારે હાલાકી ભોગવી પડે છે. ત્યારે મલાઈખાઉં તંત્રના મલાઈખાઉં બાબુઓનું નવું કારનામું સામે આવ્યું છે. સુરેન્દ્રનગરમાં (Surendranagar) નવનિર્મિત બ્રિજમાં તિરાડો પડી ગઈ છે. બીજી તરફ વડોદરાના (Vadodara) સરિતા ફાટક પાસે બનાવેલો નવો બ્રિજ પણ બેસી જતા ભ્રષ્ટ અધિકારીઓની પોલ ખુલી છે. મહેસાણામાં (Mehsana) પણ બ્રિજ પર ભ્રષ્ટાચારના ગાબડાં જોવા મળ્યો છે.

નિર્માણના પાંચ દિવસમાં જ બ્રિજમાં તિરાડો પડી

ગુજરાતના (Gujarat) સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લા પંચાયત પાસે સંયુક્ત પાલિકા તંત્ર દ્વારા નવનિર્મિત પુલનાં લોકાર્પણના પાંચ દિવસ બાદ જ પુલમાં તિરાડો પડી છે. જણાવી દઈએ કે, જિલ્લા પંચાયતથી નવા સર્કિટ હાઉસ તરફ અંદાજે રૂ. 4.95 કરોડના ખર્ચે બનેલા પુલનું તાજેતરમાં જ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારે કોન્ટ્રાકટર તેમ જ પાલિકાના સત્તાધીશોની બેદરકારી, ભ્રષ્ટાચાર અને હલકી ગુણવત્તાની કામગીરીને કારણે પુલના લોકાર્પણના પાંચમાં દિવસે જ તિરાડો પડેલી નજરે પડી રહી છે. લોકોને પડતી હાલાકીને ધ્યાને લઇને પાલિકાતંત્ર દ્વારા નવો પુલ બનાવવામાં આવ્યો હતો. પરંતુ, લોકાર્પણના પાંચમાં દિવસે જ તિરાડ પડતા ભ્રષ્ટાચારની પોલ ખુલી છે. નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા, પાલિકા પ્રમુખ જિજ્ઞાબેન પંડ્યા, પૂર્વ પાલિકા પ્રમુખ વિરેન્દ્ર આચાર્ય સહિત પાલિકાના સદસ્યોની હાજરીમાં આ પુલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારે હવે આ પુલના નિર્માણમાં ભ્રષ્ટાચાર કરનારા કોન્ટ્રાક્ટરો અને ભ્રષ્ટ બાબુઓ સામે તંત્ર દ્વારા કેવા અને ક્યારે પગલાં લેવામાં આવે છે તે જોવાનું રહેશે.

લોકાર્પણના 5મા દિવસે જ તિરાડ

વડોદરામાં નવો બ્રિજ બેસી ગયો

ગુજરાતના (Gujarat) વડોદરાની (Vadodara) વાત કરીએ તો સરિતા ફાટક પાસે બનાવેલો નવો બ્રિજ બેસી ગયો હતો. બ્રિજના વચ્ચેના ભાગની પાટ છૂટી પડતા બ્રિજ બેસી ગયો હતો. દરમિયાન એક ટ્રક પણ તેમાં ફસાઈ જતાં ઘણી જહેમત બાદ ટ્રકને બહાર કાઢવામાં આવી હતી. જો કે, નવા બ્રિજમાં ભ્રષ્ટાચારના અહેવાલ સામે આવતા તંત્ર દ્વારા અડધી રાત્રે કામ શરૂ કરાયું હતું. માહિતી મુજબ, RNB ના અધિકારીઓ અડધી રાત્રે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય રસ્તા પર આ બ્રિજ આવેલો હોવાથી અડધી રાતથી સમારકામ શરૂ કરાયું હતું.

કરોડોનો નવો બ્રિજ બેસી ગયો

મહેસાણામાં બ્રિજ પર વાહનવ્યવહાર બંધ

મહેસાણાની (Mehsana) વાત કરીએ તો ત્યાં પણ એક બ્રિજમાં ભ્રષ્ટાચારના ગાબડાં જોવા મળ્યો છે. મહેસાણામાં (Mehsana ) આવેલો આંબેડકર બ્રિજનો (Ambedkar Bridge ) એક ભાગ બેસી ગયો હતો. આ કારણે વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. બ્રિજના પરના ભાગે જોડતી એક્સલ અને રોડ વચ્ચે બે ફૂટનું ગાબડું પડ્યું હતું. બ્રિજ પર ગાબડું પડતા જ વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ બ્રિજને રિપેર કરવા તંત્રને અનેકવાર રજૂઆત કરવામાં આવી હતી. આ બ્રિજ વર્ષ 2014માં બનીને તૈયાર થયો હતો.

બ્રિજમાં ભ્રષ્ટાચારના ગાબડાં

આ પણ વાંચો – Manjibapa : મનજીબાપાના અવસાનથી આખું બગદાણા સ્વયંભૂ બંધ, આજે અંતિમવિધિ

Whatsapp share
facebook twitter