Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

GANDHINAGAR : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાને લઇ મોટા સમાચાર

02:58 PM Apr 19, 2024 | PARTH PANDYA

GANDHINAGAR : રાજ્યમાં સરકારના વિવિધ પદ (GOVERNMENT JOB) પર ભરતીને લઇને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આગામી સમયમાં સ્પર્ધાત્મક પરીક્ષાનું (COMPETITIVE EXAM) આયોજન કરવામાં આવ્યું હતું. જેને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. હાલ આ પરીક્ષા સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે મોકુફ રાખવામાં આવેલી પરીક્ષાઓ અંગે આવનાર સમયમાં નવું ટાઇમ ટેબલ જાહેર કરવામાં આવશે તેમ સુત્રોએ જણાવ્યું છે.

અનેક કામો ચૂંટણી બાદ શરૂ કરાશે

હાલ રાજ્યની કેટલીક વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી સહિત દેશભરમાં લોકસભાની ચૂંટણીને લઇને આદર્શ આચાર સંહિતા લાગુ છે. આદર્શ આચાર સંહિતાને લઇને અનેક કામો ચૂંટણી બાદ શરૂ કરાશે. તેવામાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સરકારના વિવિધ પદ માટે ભરતીને લઇ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. સુત્રોના જણાવ્યા અનુસાર, જેમાં જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્કની પરીક્ષાઓ લેવાનાર હતી. જેને હાલ સ્થગિત કરવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે.

આગળની પરીક્ષાઓ પર રોક

આગામી સમયમાં 20, 21, 17, 28 – એપ્રીલ તથા 4, 5 – મે ના રોજ પરીક્ષાનું આયોજન હતું. હાલ તેને મોકુફ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ 1 એપ્રિલથી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવાનું શરૂ કરવામાં આવ્યું હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. તેવામાં અડધો મહિનો વિતી ગયા બાદ આગળની પરીક્ષાઓ પર રોક લગાડવામાં આવી છે. આ પાછળનું કારણ લોકસભાની ચૂંટણી હોવાનું સામે આવી રહ્યું છે.

રીક્ષાની તારીખોને લઇને ઉત્સુકતા

સુત્રોએ ઉમેર્યું કે, ચૂંટણીના પરિણામો બાદ જ પરીક્ષાની નવી તારીખો જાહેર થઇ શકે છે. ત્યાં સુધી ઉમેદવારો તેમના વાંચન પર વધુ ધ્યાન આપી શકે છે. સાથે જ ઉમેદવારોમાં જ્યાં સુધી નવું ટાઇમ ટેબલ જાહેર નહિ થાય ત્યાં સુધી પરીક્ષાની તારીખોને લઇને ઉત્સુકતા જળવાયેલી રહેશે.

આ પણ વાંચો — VADODARA : યુવા કોર્પોરેટરના પિતા બેકાબુ બન્યા