+

પેપરલીક કાંડના આક્ષેેપોથી ઘેરાયેલા અસિત વોરાનું રાજીનામું

અસિત વોરાનું રાજીનામુંગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન પદેથી અંતે અસિત વોરાએ રાજીનામું આપ્યું છે. હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપરલીક થતા અસિત વોરાની ભૂમિકા પર સવાલો ઉઠ્યા હતા. જો કે પેપરલીક કાંડ કોઈ નવી વાત નથી અવાર નવાર રાજ્યના યુવાનોના ભવિષ્ય સાથે રમત રમાઈ છે. રાજ્યમાં છેલ્લા 9 વર્ષની વાત કરીએ તો 10 પેપર ફૂટ્યા છે જેના કારણે ઉમેદવારોની મહેનત અને પૈસા બંને પર પાણી ફરી વળ્યું


અસિત વોરાનું રાજીનામું
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન પદેથી અંતે અસિત વોરાએ રાજીનામું આપ્યું છે. હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપરલીક થતા અસિત વોરાની ભૂમિકા પર સવાલો ઉઠ્યા હતા. જો કે પેપરલીક કાંડ કોઈ નવી વાત નથી અવાર નવાર રાજ્યના યુવાનોના ભવિષ્ય સાથે રમત રમાઈ છે. રાજ્યમાં છેલ્લા 9 વર્ષની વાત કરીએ તો 10 પેપર ફૂટ્યા છે જેના કારણે ઉમેદવારોની મહેનત અને પૈસા બંને પર પાણી ફરી વળ્યું છે. લાંબા વિવાદ બાદ અસિત વોરાનું ગૌણ સેવા મંડળના ચેરમેન પદેથી રાજીનામું લેવામાં આવ્યું છે.

પેપરલીક કાંડના કારણે ચર્ચામાં

ગુજરાતમાં પેપરલીક કાંડ બાદ અસિત વોરા સતત વિવાદમાં
રહ્યાં છે. અસિત વોરાએ 
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને  રાજીનામું સોંપી દીધું છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ભરતી પરીક્ષાના પેપરલીક કાંડ બાદ મંડળના
અધ્યક્ષ અસિત વોરાના રાજીનામાની માંગણી ઉગ્ર બની હતી. પેપરલીક કાંડ બાદ સરકારે
રાજીનામું માંગ્યુ હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું હતું. મળતી માહિતી પ્રમાણે, સરકારે વોરાની સાથે પેપરલીક કાંડમાં
જવાબદાર અન્ય લોકો સામે પણ કડક પગલા લીધા હોવાની ચર્ચા છે.

 

રાજીનામાને પરીક્ષા વિવાદ સાથે લેવા-દેવા નથી: રૂત્વીજ પટેલ


ગુજરાત પ્રદેશ ભાજપના યુવા મોરચાના પૂર્વ અધ્યક્ષ રૂત્વીજ પટેલે એવો બચાવ કર્યો હતો કે આ રાજીનામું કોઈ વિવાદને કારણે લેવાયું નથી.
કેટલાક બોર્ડ નિગમના ચેરમેનોના રાજીનામા અગાઉ લેવાયા હતા, બાકી હતા એ પૈકી
3ના હવે લેવાયા છે માટે આ રાજીનામાને
પરીક્ષા વિવાદ સાથે લેવા-દેવા નથી.


20 માર્ચે
યોજાશે હેડ ક્લાર્કની પરીક્ષા

તાજેતરમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે પેપરલીક બાદ હેડ ક્લાર્ક વર્ગ-3ની
પરીક્ષાની નવી તારીખ જાહેર કરી છે. આ પરીક્ષા હવે
20 માર્ચના રોજ
યોજાશે. અગાઉ
2019માં
તથા
12 ડિસેમ્બર 2021ના રોજ
યોજાયેલી હેડ ક્લાર્કની પરીક્ષા પેપરલીક થવાના કારણે રદ કરવામાં આવી હતી.

આ 10 પેપર ફૂટયા

·        
 2013: GPSCની ચીફ
ઓફિસરની ભરતી

·        
 2014: રેવન્યુ તલાટીની ભરતી પરીક્ષા

·        
 2018: મુખ્ય સેવિકા

·        
 2018: નાયબ ચીટનીસ

·        
 2018: પોલીસ લોકરક્ષક દળ

·        
 2018: શિક્ષકોની
ભરતી પૂર્વેની કસોટી
TAT

·        
 2019: બિનસચિવાલય ક્લાર્ક

·          2021: DGVCLમાં વિદ્યુત
સહાયકની ભરતી

·        
 2021: સબ-ઓડિટર:
ઓક્ટોબર

·        
 2021: હેડ ક્લાર્ક:
ડિસેમ્બર

Whatsapp share
facebook twitter