Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Gujarat Reservoir Report: ગુજરાતના જળાશયોની સ્થિતિ દયનીય, ભવિષ્યમાં પાણીના કારણે….

06:19 PM Mar 29, 2024 | Aviraj Bagda

Gujarat Reservoir Report: તાજેતરમાં એક અહેવાલ જાહેર કરવામાં આવ્યો હતો. તેના આધારે દેશના સૌથી મોટા કુલ 150 જળાશયો (Reservoir) માં માત્ર 37 અબજ ક્યુસેક પાણીનો જથ્થો હાજર છે. તેના કારણે બની શકે છે કે, આ વર્ષ ભૂતકાળની જેમ પાણીની અછત મોટા પ્રમાણમાં સર્જાઈ શકે છે.

ગુજરાતના રાજ્ય  જળાશયો જળસંગ્રહની ટકાવારી
સૌરાષ્ટ્ર  141 30 ટકા
કચ્છ  20 36.65 ટકા
ઉત્તર ગુજરાત  15 39 ટકા
મધ્ય ગુજરાત  17 61 ટકા
દક્ષિણ ગુજરાત 13 61 ટકા

કુલ 141 જિલ્લાઓમાં માત્ર 30 ટકા પાણીનો જથ્થો

જે પૈકી ગુજરાતમાં આવેલા સૌરાષ્ટ્ર (Saurashtra State) ના જિલ્લાઓમાં ઉનાળાની શરૂઆતમાં જ પાણીની ઠેર-ઠેર અસર જોવા મળી રહી છે. તે ઉપરાંત ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં આવેલા જળાશયો (Saurashtra Reservoir) ના તળીયા દેખાવા લાગ્યા છે. ત્યારે મળતી મહિતી મુજબ સૌરાષ્ટ્રના કુલ 141 જિલ્લાઓ (Saurashtra State) માં માત્ર 30 ટકા પાણીનો જથ્થો રહ્યો છે. તેથી એવું બની શકે જ્યારે ઉનાળો ટોચના સ્તરે હશે, એટલે કે મે-જુન મહિનામાં સૌરાષ્ટ્ર (Saurashtra State) ના લોકોને પાણીને લઈ ભારે હાલાકીનો સામનો કરવો પડી શકે છે.

રાજ્યના કુલ 207 જળાશયોમાં કુલ 57.73 ટકા જળસંગ્રહ

તે ઉપરાંત ગુજરાતના કચ્છ જિલ્લા (Kutch State) ઓમાં આવેલા કુલ 20 જેટલા મોટા જળાશયો (Kutch Reservoir) માં માત્ર 36.65 ટકા પાણીનો જથ્થો જોવા મળી રહ્યો છે. તે ઉપરાંત કચ્છ (Kutch) માં આવેલા નાના તળાવો (Lake) અને નદી (River) માં તો તળીયા દખાવા લાગ્યા છે.

ગુજરાતની ડેમના નામ જળસંગ્રહની ટકાવારી
સીપુ ડેમ  16.55 ટકા
મચ્છુ ડેમ 23 ટકા
ભાદર ડેમ  19 ટકા
હાથમતી ડેમ  22 ટકા 
સરદાર સરોવર ડેમ  57.45 ટકા 

તો ઉત્તર ગુજરાત (Gujarat) ના કુલ 15 જળાશયોમાં માત્ર 39 ટકા પાણીનો સંગ્રહ નજરે આવ્યો છે. તેની સરખામણીમાં મધ્ય ગુજરાતના 17 જળાશયો અને દક્ષિણ ગુજરાત (Gujarat) ના કુલ 13 જળાશયોમાં 61 ટકાથી વધુ જળસંગ્રહ જોવા મળી રહ્યો છે. તેની સાથે સરદાર સરોવર સહિત રાજ્યના કુલ 207 જળાશયોમાં કુલ 57.73 ટકા જળસંગ્રહ જોવા મળી રહ્યો છે.

આ પણ વાચો: VADODARA : ખાસવાડી સ્મશાનમાં અગ્નિદાહ માટે ત્રણ કલાકનું વેઇટીંગ, પતરા પર ચિતા તૈયાર કરવા મજબૂર

આ પણ વાચો: Surat Bank Of Baroda Scam: ગામલોકોએ નકલી ઘરેણાં બતાવી બેંક પાસેથી અસલી નાણાં પડાવ્યા

આ પણ વાચો: VADODARA : ચૂંટણીને લઇ રૂ. 10 લાખથી વધુ રોકડ પકડાશે તો IT ને જાણ કરાશે, ફરિયાદ સમિતિની રચના