Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Jetpur : જીવનના અંત સુધી લફરાબાજ પોલીસમેનો મહિલા પોલીસ કોન્સ્ટેબલને સતાવતા રહ્યા !?! 

08:18 PM Sep 11, 2023 | Vipul Pandya
અહેવાલ– હરેશ ભાલીયા, જેતપુર 
  • કોળી સમાજે જેતપુરમાં પત્રકાર પરિષદ બોલાવી કર્યા ચોંકાવનારા આક્ષેપો
  • મોબાઈલ એફએસએલમાં મોકલ્યાનું ગાણું ગાતી શહેર પોલીસને લપડાક મારી કોળી સમાજે ત્રાસ આપનાર પોલીસમેનોનું વોટ્સએપ ચેટીંગ સોશિયલ મીડિયામાં કર્યું વાઈરલ 
  • હવે સમાજની દીકરીને ન્યાય અપાવવા માટે કેબીનેટ મંત્રી કુંવરજી બાવળીયાની પ્રતિષ્ઠા લાગી દાવ પર ! 
જેતપુરમાં ચારેક દિવસ પહેલા મહિલા પોલીસ કોન્સ્ટેબલે પોતાના ઘરે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધાની ઘટનામાં ગઈ કાલે જ ગળે ડૂમો આવેલી ગયેલી અવસ્થામાં મૃતકના પિતાએ પત્રકારોને કહ્યું હતું કે ” રક્ષક જ ભક્ષક બને ત્યારે કોને ફરિયાદ કરું ?” અને એક પિતાએ વેદના વ્યક્ત કરી ત્રણ પોલીસ કર્મચારીઓના ત્રાસનો કરેલો આક્ષેપ જાણે અક્ષરશ સાબિત થયો હોવાની પરિસ્થિતિ ઉભી થઇ ગઈ છે.

કોળી સમાજના આગેવાનો કેબીનેટ પ્રધાન કુંવરજી બાવળિયાને મળ્યા હતા
બે દિવસ પહેલા કોળી સમાજના આગેવાનોએ કેબીનેટ પ્રધાન કુંવરજી બાવળિયાને રૂબરૂ મળી બનાવ અંગે જાણ કરતા પ્રધાને કોઈ કસુરવારોને છોડાશે નહિ અને જરૂર પડ્યે બીજી એજન્સીને સોંપવાની ખાતરી આપી હતી. આજે સોમવારે કોળી ઠાકોર સમાજે સ્થાનિક પત્રકારોને બોલાવીને વાલીના આક્ષેપ મુજબ ત્રાસ આપતા પોલીસમેનોનું વોટ્સએપ ચેટીંગ સૌને આપીને સોશિયલ મીડિયામાં વહેતું કરતા ભીનું સંકેલવા મથતી શહેર પોલીસનો નકાબ ચિરાઈ ગયો હતો.

જેતપુરમાં કોળી સમાજે  તાકીદની બેઠક બોલાવી
સમગ્ર બનાવની વિગતો જોઈએ તો, જેતપુર શહેર પોલીસમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ દયાબેને ગળે ફાસો ખાઈને આત્મહત્યા કરી લીધા બાદ મારી દીકરીને ત્રણ પોલીસમેનોના ત્રાસને લીધે મરવા મજબુર થવું પડ્યો હોવાના પિતાએ તેમજ મૃતકના મામાએ  ગઈકાલે કરેલા આક્ષેપ બાદ આજે જેતપુરમાં કોળી સમાજે  તાકીદની બેઠક બોલાવી, દયાબેન સાથે વાતચીત કરનાર પોલીસમેનોના વોટ્સએપમાં આચરાયેલા કરતૂતને પ્રજા સામે લાવીને ખળભળાટ મચાવી દેવાયો છે.

દયાબહેને આત્મહત્યા તેની સાથે ફરજ બજાવતા 3 કોન્સ્ટેબલોના ત્રાસથી કરી 
પોલીસની પ્રાથમિક તપાસમાં દયાબહેને આત્મહત્યા તેની સાથે ફરજ બજાવતા 3 કોન્સ્ટેબલોના ત્રાસથી કરી હોવાનું સામે આવ્યું છે. જોકે આ વાત પોલીસે નહિ પણ મૃતકના પરિવારજનો અને સમાજના આગેવાનોએ બહાર લાવી હોવાનું કહેવાય છે. કારણ કે પોલીસ તો અત્યાર સુધી દયાબેનનો મોબાઈલ એફએસએલમાં મોકલ્યો હોવાનો ગાણું ગાતી હતી. પણ હવે હાંફળી ફાંફળી થયેલી પોલીસે આ વાત સામે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

દયાબેન સાથે કોણ કોણ વાત કરતુ હતું ??
દયાબેનની આત્મહત્યા કરતા પહેલા તેમની સાથે ફરજ બજાવતા કોન્સ્ટેબલ મનદીપસિંહ,  અભ્યરાજસિંહ, કુલદીપ,  વિપુલ ટીલાળા, ધારું અને અન્ય એક મોબાઈલ નંબર 9925330349 ઉપર વહાટ્સએપમાં વાત કરી હોવાનું સામે આવ્યું છે. તમામ વાતચીતનો સાર  અને વાતચીતના અંશ મુજબ  આ કોન્સ્ટેબલો તેને માનસિક ત્રાસ આપતા હોય અને આ ત્રાસને લીધે આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું હોવાનું મૃતક મહિલા કોન્સ્ટેબલના પરિવારજનોનું કહેવું છે.

જીવનના અંત સુધી દયાબેન કહેતા રહ્યા આઈ..હેટ..યુ !
દયાબેને વારંવાર એવું કહ્યું કે i hate you..હું તમને બધાને નફરત કરું છું..અને એ સાથે તેમણે ગળે ફાંસો ખાધો તેનો ફોટો પણ મુક્યો છે. તે જોતા લફરાબાજ પોલીસ મેનોનો કેવો ત્રાસ હશે ? તેની કલ્પના ધ્રુજાવનારી હોવાનું કોળી સમાજના આગેવાનોનું કહેવું છે. આ બાબતનો ખુલાસો કોળી સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવ્યો છે અને દયાબેન માટે ન્યાયની માગ કરી છે.

સમસ્ત કોળી સમાજમાં ઘેરા પડઘા  
મહિલા કોન્સ્ટેબલ દયાબેનને આત્મહત્યા કરવી પડી હોવાની ઘટનાના પડઘા કોળી સમાજમાં પડ્યા છે. દયાબેનની આત્મહત્યાના પગલે કોળી સમાજના આગેવાન અને રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાની અધ્યક્ષતામાં કોળી સમાજની બેઠક યોજાઇ હતી. આ તકે મંત્રી કુંવરજી બાવળિયા સમક્ષ કોળી સમાજના આગેવાનોએ કોન્સ્ટેબલ દયાબેનની આત્મહત્યાની તટસ્થ તપાસની માગણી કરી છે.

હવે પ્રધાન કુંવરજી બાવળિયા પર સૌનો મદાર  
દયાબેનની આત્મહત્યા પાછળનું કારણ તેની સાથે કામ કરતાં અન્ય બે-ત્રણ  કોન્સ્ટેબલના ત્રાસના હિસાબે કરી હોવાની શકયતા હોવાની શંકા કોળી સમજે અને મૃતકના પિતા તેમજ મામાએ  દર્શાવી છે.. મંત્રી કુંવરજી બાવળિયા દ્વારા આ આત્મહત્યાની તપાસ ઝડપથી કરાશે, કોઈ કસુરવારોને છોડાશે અહીં અને જરૂર પડે તો બીજી એજન્સીને તપાસ સોંપવાની ખાતરી અપાઈ હતી. ત્યારે કુંવરજી બાવળિયાની પ્રતિષ્ઠા દાવ પર લાગી હોવાનું કોળી સમાજમાં મનાઈ રહ્યું છે.