Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Ahmedabad : 50 લાખના તોડ પ્રકરણમાં વહીવટદારોની પોલીસ કમિશનર G S Malik એ સજાના ભાગરૂપે બદલી કરી

07:39 PM Sep 09, 2023 | Bankim Patel

છેલ્લાં ત્રણેક વર્ષથી અમદાવાદ પોલીસ તંત્ર ખાડે ગયું છે. અણ આવડતવાળા તેમજ લાંચીયા ઉચ્ચ IPS અધિકારીઓના પાપે પોલીસ સ્ટેશનોમાં પણ ફરિયાદી-આક્ષેપિતો પાસેથી બેફામ લૂંટ ચલાવવામાં આવી રહી હતી. તાજેતરમાં જ નિમણૂંક પામેલા પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિકે (G S Malik IPS) અમદાવાદ શહેરમાં સફાઈ અભિયાન હાથ ધર્યું છે. અમદાવાદ શહેર પોલીસ (Ahmedabad City Police) માં મોટાભાગના PI ની બદલી કરીને તંત્રને સુધારવા તેમજ બેફામ ભ્રષ્ટાચારને કાબૂમાં લેવાનો પ્રયાસ આરંભ્યો છે. પોલીસ કમિશનર જી એસ મલિકે તાજેતરમાં જ ત્રણ વહીવટદારોની ‘કે’ કંપની (કેદી જાપ્તા પાર્ટી) માં બદલીના હુકમ કર્યા છે. સરખેજ, બોડકદેવ અને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના એક હેડ કોન્સ્ટેબલ અને બે કોન્સ્ટેબલની બદલી થતાં શહેર પોલીસ બેડામાં સામેલ ‘સાહેબો’ના વહીવટદારોમાં ખળભળાટ મચી ગયો છે.2 કરોડ ગુમાવ્યા, 50 લાખનો તોડ થયો

રાજકોટના ચેતન અમલાણીને 2 કરોડ રૂપિયા આંગડીયા થકી RTGS કરાવી તેને રોકડ ચાર ભાગમાં પરત કરવાની ઠગ ટોળકીએ લાલચ આપી હતી. ગત 13 જુલાઈના અમદાવાદના સિંધુ ભવન રોડ પર આવેલી વી પટેલ આંગડીયા (V Patel Angadia) પેઢીમાં 2 કરોડ રૂપિયા જમા કરાવ્યા હતા. 2 કરોડ જમા કરાવ્યા બાદ આંગડીયા પેઢીના સંચાલકોએ આપેલા જવાબથી છેતરપિંડીનો અહેસાસ થતાં ચેતન અને તેના મિત્રોએ ઠગ ટોળકીના સભ્ય અશ્વિન ઝવેરી પાસે રૂપિયાની ઉઘરાણી શરૂ કરી હતી. આ મામલે અશ્વિન ઝવેરીને ચેતન અમલાણી અને તેમના મિત્રોએ કારમાં ઉપાડી જઈ જુદાજુદા સ્થળે રૂપિયા પરત મેળવવા માર માર્યો હોવાનો આરોપ લગાવ્યો હતો. સમગ્ર મામલો ડીસીપી ઝોન 7 (DCP Zone 7) ઓફિસે આવતા બંને પક્ષના લોકોને બોડકદેવ પોલીસ સ્ટેશન (Bodakdev Police Station) ખાતે મોકલી અપાયા હતા. જો કે, બોડકદેવ પોલીસ સ્ટેશન ખાતે અશ્વિન ઝવેરીએ છેતરપિંડીનો ભોગ બનનારા સામે આપેલી અપહરણની ફરિયાદ નોંધી વાત પર પૂર્ણ વિરામ મુકી દીધું હતું. બીજી તરફ અપહરણના કેસમાં આરોપી બનેલા લોકો પાસેથી 50 લાખ રૂપિયાનો હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલે તોડ કર્યો હતો.અરજી થતાં તોડની રકમ પરત કરાઈ

ગત જુલાઈ મહિનામાં 50 લાખનો તોડ કરાયો હોવાની વાત વાજતે ગાજતે ગાંધીનગર અને ACB સુધી પહોંચી હતી. 2 કરોડ રૂપિયાની છેતરપિંડીનો ભોગ બનનાર ચેતન અમલાણી અને તેમના પરિવારજનોએ ગૃહ રાજ્ય મંત્રી (Gujarat HM) અને ઉચ્ચ પોલીસ અધિકારીઓનો સંપર્ક કરી રજૂઆત કરી હતી. 50 લાખના તોડનો મામલો ગરમાતા ભોગ બનનારને હાથ-પગ જોડી રકમ પરત કરી દેવામાં આવી હતી. આ સમગ્ર મામલામાં સામેલ બોડકદેવના હેડ કોન્સ્ટેબલ વિજેન્દ્રસિંહ કિરતસિંહ અને સરખેજના કોન્સ્ટેબલ હરવિજયસિંહ દિલીપસિંહની ભૂમિકા સામે આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. તોડકાંડમાં સામેલ હરવિજયસિંહ અને વિજેન્દ્રસિંહને પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિકે તાત્કાલિક અસરથી કે કંપનીમાં બદલી કરી દીધી છે.પોલીસના આર્શીવાદથી ગેમ્બલિંગ

અમદાવાદના એસ જી હાઈવે (S G Highway) પર આવેલા ન્યૂયોર્ક ટાવરમાં ગેમ્બલર કમ બુકી (Gambler cum Bookie) ધર્મેન્દ્ર પટેલ ઉર્ફે ધમો ઊંઝા ઉર્ફે ધમો મિલન (Dhamo Milan) એ હાઈપ્રોફાઈલ ગેમ્બલિંગ (High profile Gambling) શરૂ કર્યું હતું. જુગારનો અડ્ડો ચલાવવા ધર્મેન્દ્ર ઉર્ફે ધમાએ વસ્ત્રાપુર પોલીસ (Vastrapur Police) ના આર્શીવાદ અગાઉથી મેળવી લીધા હતા. જો કે, આ વાત PCB સુધી પહોંચી જતાં ગત સોમવારે વહેલી પરોઢે દરોડો પાડવામાં આવ્યો હતો. PCB ની રેડમાં 19 આરોપીને ઝડપી લઈ 6.70 લાખ રોકડ, 21 મોબાઈલ ફોન, 1000 પ્લાસ્ટિક કોઈન, 4 કાર સહિત કુલ 46.35 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના મહેશની ધર્મેન્દ્ર ઉર્ફે ધમા સાથેની સંડોવણી છતી થતાં તેની કેદી જાપ્તા પાર્ટી (K Company) માં બદલી કરવામાં આવી છે.  આ પણ વાંચો—–ગુજરાત પોલીસમાં જુનિયરને ‘સાહેબ’ બનાવવાનો ટ્રેન્ડ ? કમિશનકાંડમાં બદનામ IPS મનોજ અગ્રવાલની ફરી થઈ બદલી