Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Rajkot :  આ કારણોસર રાજકોટ એઇમ્સના પ્રમુખ તરીકે રહેલા ડો.વલ્લભ કથિરીયાએ આપ્યું રાજીનામું 

08:18 PM Sep 01, 2023 | Vipul Pandya
રાજકોટ એઇમ્સ (Rajkot AIIMS)ના પ્રમુખપદેથી ડો.વલ્લભ કથિરીયાએ રાજીનામું આપ્યું છે. ડો. વલ્લભ કથિરીયાએ અચાનક જ રાજીનામું આપતાં અનેક તર્ક વિતર્ક થઇ રહ્યા છે.
ટેકનિકલ હિતના કારણે રાજીનામું આપ્યું
આજે સાંજે રાજકોટ એઇમ્સના પ્રમુખ તરીકે રહેલા પૂર્વ કેન્દ્રિય મંત્રી ડો.વલ્લભ કથિરીયાએ રાજીનામું આપી દીધું છે. સાંજે મીડિયા સાથે વાત કરતાં ડો.વલ્લભ કથિરીયાએ કહ્યું કે મને આજે મંત્રાલયમાંથી ફોન આવ્યો હતો અને રાજીનામું આપવાનું કહ્યું હતું જેથી મે રાજીનામું આપ્યું છે. તેમાં બીજી કોઇ વાત નથી. તેમણે ટેકનિકલ હિતના કારણે રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું હતું પણ બીજી કોઇ વાત નો ફોડ પાડ્યો ન હતો.
ડો.વલ્લભ કથિરીયાએ 18 ઓગષ્ટે ચાર્જ સંભાળ્યો હતો
પૂર્વ આરોગ્ય મંત્રી રહેલા ડો.વલ્લભ કથિરીયાએ રાજકોટ એઇમ્સમાંથી રાજીનામું આપતાં અનેક પ્રકારના તર્ક વિતર્ક થઇ રહ્યા છે. શા માટે અચાનક રાજીનામું આપવા કહેવાયું તે વિશે સર્વત્ર ચર્ચા ચાલી રહી છે. ડો.વલ્લભ કથિરીયાએ 18 ઓગષ્ટે ચાર્જ સંભાળ્યો હતો. પ્રમુખ બન્યાના થોડા જ દિવસમાં તેમને રાજીનામું આપવાનું કહેવાતા રાજકિય મોરચે પણ ગરમાવો જોવા મળી રહ્યો છે. કેન્દ્રિય સચિવનો આ અંગેનો એક પત્ર પણ વાયરલ થયો છે.