Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

સુરતમાં મોપેડ પર જોખમી સ્ટંટ કરનારા કિશોરની સાથે તેના પિતા સામે પણ કાર્યવાહી

01:25 PM Jul 22, 2023 | Vipul Pandya
  • તમારા બાળકોને વ્હીકલ આપતા પહેલાં ચેતજો
  • જો બાળક ભૂલ કરશે તો માતા-પિતા ભોગવશે સજા
  • સુરતમાં રિલ્સ માટે સ્ટંટ કરનારા થઈ જાઓ સાવધાન
  • જોખમી રીતે મોપેડ ચલાવનાર કિશોર પકડાયો
  • મોપેડ માલિક વિરૂદ્ધ પોલીસે કરી કાર્યવાહી
  • રાંદેર પોલીસે કિશોરના પિતા સામે કાર્યવાહી કરી
અમદાવાદના ઇસ્કોન બ્રિજ (ISKCON Bridge Accident) પર તથ્ય પટેલે સર્જેલા અકસ્માતમાં 10 વ્યક્તિના મોત થયા બાદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ માતા પિતાને તેમના બાળકોને વ્હીકલ આપતા પહેલા વિચારવા માટે અપીલ કરી હતી. સુરત (Surat )માં પોલીસે રિલ્સ માટે સ્ટંટ કરનારા કિશોરને પકડી લીધો હતો અને તેને વ્હીકલ આપનારા તેના પિતા સામે પણ કડક કાર્યવાહી કરી હતી.
 ફુલ સ્પીડમાં વાહન હંકારનારા તથા બાઇક પર સ્ટંટ કરનારાઓ સામે કડક કાર્યવાહી
તમારા બાળકોને વ્હીકલ આપતા પહેલા હવે ચેતી જજો કારણ કે પોલીસ હવે તમારી સામે પણ કડક કાર્યવાહી કરી શકે છે. ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં યુવકે ફુલ સ્પીડે કાર હંકારતાં 10 વ્યક્તિના જીવ ગયા હતા અને તેથી હવે પોલીસ ફુલ સ્પીડમાં વાહન હંકારનારા તથા બાઇક પર સ્ટંટ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરી રહી છે અને આવો જ એક કિસ્સો સુરતમાં બહાર આવ્યો છે.
કિશોર અને તેના પિતા સામે પોલીસે કડક કાર્યવાહી કરી
સુરતમાં રિલ્સ માટે સ્ટંટ કરનારા કિશોર અને તેના પિતા સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે. સુરતના બ્રિજ પર  જોખમી રીતે મોપેડ ચલાવનાર કિશોર પકડાયો છે. પોલીસે  મોપેડ માલિક વિરૂદ્ધ પણ કડક કાર્યવાહી કરી છે અને દાખલો બેસાડવા માટે  રાંદેર પોલીસે કિશોરના પિતા સામે પણ કાર્યવાહી કરી છે. જો તમારુ સંતાન જોખમી રીતે વ્હીકલ ચલાવશે તો તમારી સામે પણ કડક કાર્યવાહી થઇ શકે છે.