Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

રેલ્વે મિનિસ્ટ્રી દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાં બાદ અસરગ્રસ્ત ખેડૂતોમાં ભારે રોષ

01:39 PM Jul 05, 2023 | Hardik Shah

હયાત રેલ્વે ટ્રેકની બાજુમાં DFCCIL ના નવા ટ્રેક માટે જમીન સંપાદન કરવાનું જાહેરનામું બહાર પડતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જાન દેંગે લેકિન જમીન નહીં દેંગે જેવા ખેડૂતોએ સૂત્રોચાર કર્યા હતા. મોટી સંખ્યામાં ખેડૂતોએ ભેગા થઈ વિરોધ દર્શાવ્યો હતો. સુરતના જહાંગીરપુરા જીન ખાતે ખેડૂતોની મહત્વની બેઠક મળી હતી, જેમાં ખેડૂતોએ પોતાની જમીન નહીં દેવા અંગે પોતાનો મત મૂક્યો હતો,

સરકારે હયાત રેલ્વે ટ્રેકના લગોલગ નવો ટ્રેક નાંખવા નિર્ણય લીધો હતો. જેનો સુરત ખાતે દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ વિરોધ કરતાં સરકાર પોતાનો નિર્ણય પાછો ખેંચે અથવા તો ખેડૂતો સાથે ન્યાય કરે તેવી માંગ કરવામાં આવી હતી. કુલ 17 ગામના 250 જેટલા ખેડૂતોની 329 એકર જમીન સંપાદન થતી હોવાથી આક્રોશ ખેડૂતોએ વ્યક્ત કર્યો હતો. બીજી બાજુ ગોથાણ હજીરા નવા રેલ્વે ટ્રેકનું જાહેરનામું રદ કરવા ખેડૂતો દ્વારા ચીમકી આપવામાં આવી રહી છે. જો વહેલી તકે આ જાહેરનામું પાછું ના ખેંચાયું તો ખેડૂતો રસ્તા ઉપર ઉતરી આંદોલન કરશે જેની જવાબદારી સરકારની રહેશે. ડી.એફ.સી સી આઈ એલ..ના નવા રેલ્વે ટ્રેકનું જાહેરનામું રદ કરવાની માંગ સાથે ખેડૂતોએ લડી લેવાની તૈયારી બતાવી છે. જાહેરનામામાં બ્લોક નંબર ખોટા હોવા સાથે સંપાદનની સ્પષ્ટ માહિતી નહીં હોવાની ખેડૂતો દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. હજીરા ગોથાણ વચ્ચે નવો ટ્રેક નાંખવા માટે થોડા દિવસ અગાઉ એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. આ જાહેરનામામાં દર્શાવવામાં આવેલા બ્લોક નંબર ખોટા હોવાની સાથે જમીન સંપાદનની માહિતી સ્પષ્ટ નહીં હોવાથી તાત્કાલિક અસરથી તેને રદ કરવા માંગણી કરવામાં આવી છે. એટલું જ નહીં જ્યાં સુધી જાહેરનામું રદ નહીં થાય ત્યાં સુધી ગુજરાત ખેડૂત સમાજના નેજા હેઠળ ખેડૂતો ઉગ્ર આંદોલન ની ચીમકી પણ ઉચ્ચારી છે.

આ અંગે દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજ ના પ્રમુખ રમેશ પટેલ અને ગુજરાત ખેડૂત સમાજ પ્રમુખ જયેશ પટેલ એ જણાવ્યું હતું કે ખેડૂતોએ પોતાની જમીન બચાવવા રણનીતિ બનાવી દીધી છે. દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના નેજા હેઠળ એક મહત્વ ની બેઠક મળી છે. 17 ગામના ખેડૂતોની જગ્યા રેલવે ટ્રેકમાં સંપાદન થઈ રહી છે, જેના કારણે અસરગ્રસ્ત એવા તમામ ખેડૂતો બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. ઓલપાડ તથા ચોર્યાસી તાલુકાના અસરગ્રસ્ત ખેડૂતો ભેગા થઈ એક સુર આલોપ્યો છે. આ બેઠકમાં તમામ ખેડૂતોએ એકસૂરે જમીન નહીં આપવા અવાજ ઊઠાવ્યો હતો. તેમજ સરકાર પોતાનું જાહેરનામું પાછું નહિ ખેંચે ત્યાં સુધી લડી લેવાનો નિર્ધાર કર્યો છે. હયાત રેલ્વે ટ્રેકમાં જમીન સંપાદન નહીં કરવા જાહેરાત કર્યા બાદ હાલમાં બહાર પાડવમાં આવેલા જાહેરનામામાં કેટલાક ખેડૂતોની જમીન સંપાદન થઈ રહી હોવાથી ખેડૂતોમાં બારોબાર રોષ ભભુકી ઉઠયો છે. જાહેરનામું રદ કરવા ખેડૂતોએ લડત આપવાનું નક્કી કર્યું છે. હાલમાં બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં મુજબ દિહેણ, જહાંગીરપુરા, વરિયાવ, વણકલા, અને મલગામા ગામની જમીન સંપાદન થઈ રહી હોવાનું દર્શાવવામાં આવ્યું છે. જેના કારણે ખેડૂતો જાન દેંગે જમીન નહી દેંગેનો વિરોધ દર્શાવ્યો છે.

આ પણ વાંચો – Surat : જિલ્લામાં ભારે વરસાદના કારણે નદીઓમાં નવા નીરની આવક, રહેણાંકી વિસ્તારમાં પાણી ભરાયા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

અહેવાલ – રાબિયા સાલેહ