Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

સુરત જિલ્લામાં મેઘ મહેર,પલસાણાનાની સંજીવની હોસ્પિટલ બહાર ભરાયા વરસાદી પાણી

05:08 PM Jun 28, 2023 | Hiren Dave

અહેવાલ -ઉદય જાદવ,સુરત 

 

સુરત જિલ્લામાં આજે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે ધોધમાર વરસાદના પગલે પલસાણાની સંજીવની હોસ્પિટલના પરિસરમાં પાણી ભરાઈ જતા દર્દીઓના સગાઓને હાલાકી પડી હતી આ ઉપરાંત ચલથાણ સ્થિત આવેલી બજાર જાણે બેટમાં ફેરવાઈ હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા

દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર જોવા મળી છે. આજે સુરત શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે શહેર અને જિલ્લામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા જેને લઈને વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. ખાસ કરીને સુરત જિલ્લામાં ભારે વરસાદથી જળ બંબાકારની સ્થિતિ જોવા મળી હતી. અનેક જગ્યાએ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા

પલસાણા સ્થિત સંજીવની હોસ્પિટલ બહાર પાણી ભરાયા

પલસાણા સ્થિત સંજીવની હોસ્પિટલ આવેલી છે. આજે ભારે વરસાદના કારણે હોસ્પિટલની બહાર પાણી ભરાઈ ગયા હતા. હોસ્પિટલની બહાર પાણી ભરાઈ જતા દર્દીઓ અને તેઓના સગાઓ તેમજ તબીબોને હાલાકી ભોગવવી પડી હતી. મહત્વનું છે કે હજુ તો ચોમાસું શરુ થયું છે અને ત્યાં જ સુરત જિલ્લામાં આ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે

ચલથાણ બજાર બેટમાં ફેરવાઈ

આજે પલસાણામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. ચલથાણ ખાતે આવેલી બજાર જાણે બોટમાં ફેરવાઈ હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા. ભારે વરસાદના કારણે બજારમાં પાણી ભરાઈ ગયા હતા જેને લઈને વેપારી અને લોકોને પણ ભારે હાલાકી ભોગવવી પડી હતી. ભારે વરસાદના કારણે વિવેકાનંદ કોમ્પલેક્ષની અનેક દુકાનો પાસે ગોઠણસમા પાણી ભરાઈ જતા વેપારીઓને હાલાકી ભોગવવી પડી હતી. તેમજ સોસાયટીમાં પણ પાણી ભરાઈ ગયા હતા. મહત્વનું છે કે હજુ તો ચોમાસું શરુ થયું છે અને પહેલા જ વરસાદમાં આવી પરિસ્થિતિનું નિર્માણ થતા તંત્રની પ્રિમોન્સુન કામગીરીની પોલ અહી ઉઘાડી પડી ગયી છે.

આપણ  વાંચો –મહેલ જેવી દેખાતી આ જેલમાં માત્ર એક કેદી રહે છે, કેદીને અપાય છે આ સુવિધાઓ..