Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Valsad પોલીસે પકડ્યો ફ્લાઇટમાં ચોરી કરવા આવતા ચોરને…

03:08 PM Jul 05, 2024 | Vipul Pandya

Valsad LCB police : વલસાડ એલસીબી પોલીસ (Valsad LCB police) ને એક મોટી સફળતા મળી છે. પોલીસે એક એવા રીઢા વૈભવી ચોરને દબોચ્યો છે. જેણે દેશના અડધો ડઝન રાજ્યોની પોલીસને દોડતી કરી હતી અને ચોરી કરવા તે માત્ર હવાઈ મુસાફરી જ કરતો અને ફાઇવ સ્ટાર હોટલમાં રહેતો હતો.

ઓડી કાર અને દાગીનાનો જથ્થો મળ્યો

વલસાડ એલ.સી.બી પોલીસે સાવ સામાન્ય દેખાવ અને સીધે સાદા છોકરા જેવા લાગતા એક આરોપીને પકડ્યો છે. પરંતુ આપ જ્યારે આ સાદા ચહેરા પાછળ છુપાયેલા કાળા કારનામાઓને જાણશો તો ચોંકી જશો. કારણ કે આ કોઈ સામાન્ય યુવક નહીં પરંતુ ગુનાની દુનિયામાં ગાજતું નામ છે. આ માસુમ લાગતા યુવકનું નામ રોહિત દયાભાઈ સોલંકી ઉર્ફે રોહિત ચેતન શેટ્ટી ઉર્ફે અરહાન શેટ્ટી છે, જે મુંબઈના મુંબ્રા વિસ્તારમાં રહે છે. આરોપી વાપીમાં એક ઘરફોડ ચોરીના ગુનામાં વલસાડ એલ.સી.બી પોલીસના હાથે લાગ્યો છે અને તેની ધરપકડ બાદ તેના એક પછી એક કારનામાઓ બહાર આવી રહ્યા છે..પોલીસના હાથે ઝડપાયો ત્યારે પોલીસે આરોપી પાસે થી એક ચમચમાતી ઓડી કાર, સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિત 12 લાખ થી વધુનો મુદ્દામાલ પણ કબજે કર્યો હતો.

મુંબ્રા વિસ્તારમાં એક કરોડથી વધુ ની કિંમતના બંગલામાં ભાડેથી રહેતો હતો

આરોપી રોહિત સોલંકીની આગવી ઢબે પૂછપરછમાં આ માસુમ ચેહરા પાછળ છુપાયેલા ખતરનાક કારનામાં ધરાવતા અને ગુનાની દુનિયામાં સાતીર દિમાગ થી કુખ્યાત તેવા આરોપીના ગુનાહિત ભૂતકાળ પણ બહાર આવ્યા છે. ઝડપાયેલ આરોપી રોહિત સોલંકીની જીવનશૈલી પણ આલીશાન છે..આરોપી મુંબઈના મુંબ્રા વિસ્તારમાં એક કરોડથી વધુ ની કિંમત ના બંગલામાં ભાડેથી રહેતો હતો .જે દેશના અનેક રાજ્યોમાં ચોરી કરવા માટે માત્ર હવાઈ મુસાફરી જ કરતો હતો. ચોરી કરવા એવા શહેરોની પસંદગી કરતો જે એરપોર્ટ ધરાવતું હોય કે એરપોર્ટની આજુબાજુનું હોય..

તે ફાઇવ સ્ટાર મોંઘી હોટલોમાં રહેતો

વિમાનમાં ચોરી કરવા જઈ તે ફાઇવ સ્ટાર મોંઘી હોટલોમાં રહેતો અને દિવસ દરમિયાન તે વૈભવી વિસ્તારોમાં રેકી કરતો હતો અને રાત્રે મોકો મળતા જ લાખોની ચોરી કરી અને વિમાનમાં જ પરત ઘરે આવી જતો હતો. આમ અત્યાર સુધી આરોપી એ ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ ,આંધ્રપ્રદેશ ,તેલંગાના અને સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી સહિત દેશના અડધો ડઝન થી વધુ રાજ્યોમાં ચોરીના કારનામાઓને અંજામ આપી રાજ્યોની પોલીસને દોડતી કરી દીધી હતી. અત્યાર સુધી આરોપી દેશના વિવિધ રાજ્યોમાં 27 થી વધુ ગુનાઓમાં સંડોવાયેલો હોવાનો ખુલાસો થયો છે.. વલસાડ એલસીબી પોલીસના હાથે ઝડપાયા બાદ આરોપીની પૂછપરછમાં અત્યાર સુધી એક પછી એક ધડાધડ 19 થી વધુ ગુનાઓના ભેદ ઉકેલવામાં પણ વલસાડ પોલીસને સફળતા મળી છે..

આરોપીએ એક મુસ્લિમ યુવતી સાથે લગ્ન કર્યા છે

વલસાડ પોલીસની તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે આરોપીએ એક મુસ્લિમ યુવતી સાથે લગ્ન કરી અને નામ પણ અલગ રાખ્યું હતું અને આરોપી અને તેની પત્ની વૈભવી જીવનશૈલી જીવતા હતા અને આરોપી ડ્રગ્સનો બંધાણી હોવાથી તે ડ્રગ્સના વ્યસનને કારણે પણ ચોરીના રવાડે ચડ્યો હતો. દર મહિને ડ્રગ્સના સેવન પાછળ આરોપી રૂપિયા 2 લાખ થી વધારે નો ખર્ચ પણ કરતો હતો અને આવા મોંઘા શોખ પાડવા માટે આરોપી અત્યાર સુધી ગુનાઓની દુનિયામાં અનેક કારનામાઓને અંજામ આપી ચૂક્યો છે. જોકે હવે આરોપીના રિમાન્ડ દરમિયાન અનેક કારનામાઓ બહાર આવે એવી શક્યતા છે સાથે જ તેના આ વૈભવી જીવનશૈલીની પણ અનેક રોચક હકીકતો બહાર આવે તેવી પણ શક્યતા વર્તાઈ રહી છે.

આ પણ વાંચો—- Rajkot પાસે પીપળીયામાંથી નકલી શાળા પકડાઇ…