Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Bharuch: કસક વિસ્તારમાં અપ્સરા એપાર્ટમેન્ટની ગેલેરી ધસી પડી, સ્થાનિકને થઈ ગંભીર ઈજાઓ

11:27 PM Jul 02, 2024 | VIMAL PRAJAPATI

Bharuch: ભરૂચમાં અનેક ઇમારતો જર્જરીત છે ભરૂચ નગરપાલિકા દર ચોમાસાની ઋતુમાં નોટિસ આપવાનું નાટક કરતી હોય છે. જેના પાપે કસક વિસ્તારના અપ્સરા એપાર્ટમેન્ટ એક તરફ નમી ગયું હોય અને સવારે મોટી ગેલેરી ઘસી પડતા એક વ્યક્તિને ગંભીર ઈજા થઈ હતી. આ સાથે વાહનોને નુકસાન થતા મોડે મોડે નગરપાલિકાએ સ્થળ ઉપર દોડી આવી મકાનો ખાલી કરાવ્યા હોવાના અહેવાલ સામે આવ્યા છે.

જર્જરીત ઈમારત મુદ્દે નોટિસ આપી જ નથી

ભરૂચના કસક વિસ્તારમાં અપ્સરા એપાર્ટમેન્ટ આવેલું છે અને આ એપાર્ટમેન્ટમાં 30 પરિવારો જર્જરીત ઇમારત હોવા છતાં વસવાટ કરી રહ્યા હતા. આજદિન સુધી ભરૂચ નગરપાલિકાએ આ જર્જરીત ઈમારત મુદ્દે નોટિસ આપી જ નથી. જેના પગલે આજે સવારના સમયે અપ્સરા એપાર્ટમેન્ટની એક મોટી ગેલેરી ઘસી પડતા ગેસ લાઈનો છૂટી થઈ હતી અને ગેસ લીકેજ પણ થયો હતો. મોટી ગેલેરી ઘસી પડતા બહાર નીકળેલા અજીતસિંહ રણજીતસિંહ રણા ઉપર કાટમાળ પડતા તેઓ દબાઈ ગયા હતા. માથાના ભાગે ગંભીર ઈજા થતા લોહી લુહાર થયા હતા. આ સાથે પગના ઘુંટણની નીચે અને થાપાના ભાગે પણ ફેક્ચર થતા ગંભીર રીતે ગવાઈ જતા સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

ટુ-વ્હીલર અને રિક્ષાઓને પણ નુકસાન થયું

અપ્સરાની ગેલેરીના કાટમાં નીચે ટુ-વ્હીલર અને રિક્ષાઓને પણ નુકસાન થયું હતું. પરંતુ મોટી ગેલેરી ધસી ફરતા અને ગેસની લાઈનો છૂટી પડી જતા સ્થાનિકે તાત્કાલિક ગુજરાત ગેસમાં ફરિયાદ કરી ગેસ લાઇનનો બંધ કરાવી હતી. જેના કારણે મોટી હોનારત થતા અટકી હતી. મોટી ગેલેરી ઘસી પડતાં એપાર્ટમેન્ટમાં રહેતા લોકો બહાર નીકળી ગયા હતા. નગરપાલિકાના ફાયર ફાઈટરને જાણ કરવામાં આવતા તેઓ દોડી આવ્યા હતા અને દૂર કરવાની કવાયત કરી હતી. આ સાથે જ આંખે આખું જર્જરી શોપિંગ એક તરફ નમી ગયું હોય જેના કારણે નગરપાલિકાએ અંદર રહેતા લોકોને મકાનો ખાલી કરાવ્યા હતા.

જર્જરીત એપાર્ટમેન્ટોને નોટિસ આપવા પાલિકાનું નાટક?

ભરૂચના ગુજરાત હાઉસિંગ બોર્ડના નર્મદા એપાર્ટમેન્ટના 25 બ્લોકના 500 મકાનો અત્યંત જર્જરીત છે. ભરૂચના મહાત્મા ગાંધી રોડ ઉપર આવેલ રોયલ કોમ્પલેક્ષ અત્યંત જર્જરીત જોવા મળી રહીં છે. ભરૂચના પાંચબત્તી વિસ્તારમાં જિલ્લા પંચાયતની સામે આવેલ શક્તિ શોપિંગ સેન્ટર અત્યંત જર્જરીત ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં સરકારી ક્વાર્ટરો પણ અત્યંત જર્જરીત છે. મહંમદપુરા નજીક સંખ્યાબંધ ઇમારતો જર્જરીત જોવા મળી છે. ત્યારે આવા ભરૂચ જિલ્લામાં સંખ્યાબંધ ઇમારતો જર્જરીત આવેલી છે, પરંતુ નગરપાલિકા માત્ર નોટિસનું નાટક કરી સંતોષ માની લેતું હોય છે. જેના કારણે જ્યારે દુર્ઘટના ઘટે ત્યારે દોષનો ટોપલો લાગતાવળતા અધિકારીઓના માથે પડતો હોય છે

અહેવાલઃ દિનેશ મકવાણા, ભરૂચ

આ પણ વાંચો: Bharuch: અંકલેશ્વર ONGC બ્રિજ ની કામગીરીમાં થયો ભ્રષ્ટાચાર, પાણીમાં વહી ગયા 9 કરોડ

આ પણ વાંચો: Ahmedabad: પથ્થરમારાની ઘટના મામલે કોંગ્રસના ધારાસભ્ય સહિત NSUIના નેતાઓ વિરુદ્ધ ફરિયાદ

આ પણ વાંચો: Junagadh: માંગરોળમાં થયો જળબંબાકાર, ઓઝત નદી પરનો પાળો તૂટતા 18 ગામ સંપર્કવિહોણા