Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Bharuch: જાહેર માર્ગો પરથી પસાર થયું પાણી, ખુલ્લી ગટરો સ્થાનિકો માટે જોખમરૂપ

11:18 PM Jul 01, 2024 | VIMAL PRAJAPATI

Bharuch: ભરૂચ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. પ્રથમ વરસાદમાં જ પ્રિમોન્સૂન કામગીરી પણ શંકાના ડાયરામાં હોય તેમ ભરૂચના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી કાંસો જામ થઈ જવાના કારણે જાહેર માર્ગો પરથી પસાર થતા ખુલ્લી ગટરો પણ હવે વાહન ચાલકો રાહદારીઓ અને સ્થાનિક રહીઓ માટે જોખમ રૂપ સાબિત થતા રહીશોએ પાલિકા સામે ભારે આક્રોશ ઠાલવ્યો છે.

પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ પ્રથમ ચોમાસામાં જ ખુલી ગઈ

ભરૂચ શહેરમાં પ્રથમ વરસાદમાં જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થતા ભરૂચ નગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ પ્રથમ ચોમાસામાં જ ખુલી ગઈ છે. ભરૂચના અનેક વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો સર્જાઈ ગયો છે. ભરૂચના અનેક વિસ્તારોમાં ખુલ્લી ગટરો ઉપરથી વરસાદી પાણી વહી રહ્યા છે. જેના કારણે ખુલ્લી ગટર બાળકો વાહન ચાલકોને રાહદારીઓને નજરે ન પડતા ઘણા લોકો ખુલ્લી ઘટાડવામાં ખાબકી રહ્યા છે.

રહીશોની હાલત ગંભીર પ્રકારે કઠોળી બની

ઘણા વિસ્તારમાં ખુલ્લી ગટરોમાં વાહન ચાલકોને રાહદારીઓને સાવચેત કરવા માટે સ્થાનિકોએ જાતે લાકડાના બંબો પથ્થરો મૂકીને લોકોને સાવચેત કરવાનો પ્રયાસ કર્યો છે પરંતુ ભરૂચ નગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવતી હોય અને સ્થાનિક નગર સેવકો પણ ભૂગર્ભમાં ઊતરી ગયા હોય તેવા આક્ષેપો સ્થાનિકો કરી રહ્યા છે. ચોમાસાની સિઝનમાં હાલ તો રહીશોની હાલત ગંભીર પ્રકારે કઠોળી બની રહી છે. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં નાના – મોટા નાગોરીવાડ મોટા ડભોયાવાડ સહીત ફાટા તળાવથી ગાંધી બજાર ચાર રસ્તા સુધીના વિસ્તારોમાં લોકોએ ઘરમાં જ પુરાઈ રહેવાની નોબત આવી ગઈ છે

પ્રથમ વરસાદમાં જ રોડ પણ ધોવાઈ ગયા

ભરૂચના ઘણા વિસ્તારોમાં ખુલ્લી ગટરો વરસાદી પાણીમાં ન દેખાતા તેમજ પ્રથમ વરસાદમાં જ રોડ પણ ધોવાઈ જતા ખાડાઓ પડી છતાં ખાડામાં પણ વરસાદી પાણી ભરાઈ રહેતા વાહનચાલકોને ખાડા નજરે ન પડતા અકસ્માતો ન ભોગ પણ બની રહ્યા છે. નોંધનીય છે કે, રાજ્યમાં અત્યારે ભારે વરસાદ થઈ રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો ભરૂચમાં અત્યારે રસ્તાઓની હાલત ખુબ જ ખરાબ થઈ ગઈ છે.

અહેવાલઃ દિનેશ મકવાણા, ભરૂચ

આ પણ વાંચો: Surat: પહેલા વરસાદે જ ખોલી કામગીરીની પોલ, સરકારી શાળામાં થયેલો 2.10 કરોડનો ખર્ચે ક્યા ગયો?

આ પણ વાંચો: New criminal laws: નવા કાયદા મુજબ પહેલા ગુનો અમે નોંધ્યો! જાણો ક્યા થઈ પહેલી FIR

આ પણ વાંચો: Heavy Rain: જૂનાગઢ વરસાદથી ધમરોળાયું! સોરઠમાં 10,000થી વધુ લોકો થયા સંપર્ક વિહોણા