Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Surat: પહેલા વરસાદે જ ખોલી કામગીરીની પોલ, સરકારી શાળામાં થયેલો 2.10 કરોડનો ખર્ચે ક્યા ગયો?

08:51 PM Jul 01, 2024 | VIMAL PRAJAPATI

Surat: ગુજરાતમાં અત્યારે સર્વત્ર વરસાદ થઈ રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો અનેક વિસ્તારોમાં વરસાદના કારણે તંત્રની પોલ ખુલી છે. તંત્ર દ્વારા કરવામાં આવાત પ્રિ-મોન્સૂન કામગીરીના દાવાઓ પોકળ સાબિત થયા છે. ત્યારે સુરત (Surat)માં પણ કંઈક આવી જ સ્થિતિ જોવા મળી છે. મળતી વિગતો પ્રમાણે સુરતની સરકારી શાળા (Surat Government School)માં 2.10 કરોડના ખર્ચે થયેલ કામની પોલ ખુલી છે. પહેલો વરસાદ થતાની સાથે જ કોન્ટ્રાક્ટરે કરેલા કામની પોલ ખુલી ગઈ છે.

શાળાના બાંધકામ થયેલા કામની પોલ ખુલી ગઈ

અહીં પ્રશ્ન એ થાય છે કે, શું ખરેખર આ સરકારી શાળાના બાંધકામમાં 2.10 કરોડની લાગત વપરાઇ હશે? અહીં કરવામાં આવેલા કામની પોલ ખુલી ગઈ છે. નોંધનીય છે કે, અત્યારે અહીં દરેક બાજૂથી વરસાદનું પાણી અંદર આવી રહ્યું છે. વરસાદનું જોર વધારે હોય તો દરવાજામાંથી પાણી આવતું હોય છે. પરંતુ અહીં તો દિવાલની વચ્ચેથી પાણી નીકળી રહ્યું છે. તેથી કોન્ટ્રાક્ટરની કામગીરી પર મોટો સવાલ થઈ રહ્યો છે. આખરે કોન્ટ્રાક્ટર પૈસા ક્યા ખાઉ ગયો એ પણ સવાલ છે.

શું આ કામગીરીનું કોઈએ નિરીક્ષણ કર્યું છે કે કેમ?

વિગતે વાત કરવામાં આવે તો કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતથી આ કામ થયું હોય તેવું પણ લાગી રહ્યું છે. નોંધનીય છે કે, કોન્ટ્રાક્ટરની કામગીરીનું નિરીક્ષણ કરવાનું કામ અધિકારીઓનું હોય છે. તો શું આ શાળાનું બાંધકામ થતું હતું ત્યારે અધિકારીઓએ નિરીક્ષણ કર્યું હતું? અત્યારે આવા તો અનેક સવાલો થઈ રહ્યા છે. આ શાળામાં બાળ મંદિરથી લઈને ધોરણ 8 સુધીના આશરે 2000 બાળકો અભ્યાસ કરે છે. જોકે ક્લાસરૂમમાં પાણી ભરાઈ જતા અંતે બાળકોને રજા આપી દેવામાં આવી છે.

કોન્ટ્રાક્ટર વિરૂદ્ધ કાયદેસરના પગલા ભરાય તેવી માંગ

આ સમગ્ર બાબતની જાણ થતા ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચતા જ સ્થાનિક કોર્પોરેટર પણ શાળાનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. કોર્પોરેટર સુધાકર ચૌધરીએ કહ્યું કે, ‘આ કામમાં ઘણી બેદરકારી જણાઈ આવે છે’ સુધાકર ચૌધરી આ બાબતે કમિશનર રજૂઆત કરશે અને કોન્ટ્રાક્ટર વિરૂદ્ધ કાયદેસરના પગલા ભરાય તેવી માંગ પણ કરવાના છે. નોંધનીય છે કે, વિદ્યાર્થીઓને આવા ક્લાસરૂમમાં કેવી રીતે ભણાવાય? આ કારણે વિદ્યાર્થીઓને એક કલાક પહેલા શાળામાંથી છોડી દેવા પડ્યા હતા.

આ પણ વાંચો: AHMEDABAD: ત્રિપલ અકસ્માતના હ્રદય કંપાવે તેવા CCTV ફૂટેજ, દ્રશ્યો જોઈ આંખો પહોળી થઈ જશે

આ પણ વાંચો: Heavy Rain Update: મેઘરાજા થશે કોપાયમાન, કચ્છમાં ભારે વરસાદની આગાહી

આ પણ વાંચો: Heavy Rain: જૂનાગઢ વરસાદથી ધમરોળાયું! સોરઠમાં 10,000થી વધુ લોકો થયા સંપર્ક વિહોણા