Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Gujarat: 120 કરોડની છેતરપિંડી કેસના તાર ગુજરાત સુધી લંબાયા, લખનૌ પોલીસે કરી 2 ની અટકાયત

10:16 AM Jun 29, 2024 | VIMAL PRAJAPATI

Gujarat: લખનૌની ડો.એપી.જે.અબ્દુલ કલામ ટેકનીકલ યુનિવર્સિટી (Dr APJ Abdul Kalam Technical University) સાથે રૂપિયા 120 કરોડના ચીટિંગના કેસ (Fraud Case) મામલે મહત્વના સમાચાર સામે આવ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, આ કેસમાં ગુજરાતનું કનેક્શન સામે આવ્યું છે. તેનો મતલબ કે, લખનૌમાં થયેલી છેતરપિંડી (Fraud Case)ના તાર છેક ગુજરાત સુધી લંબાયા છે. વિગતે વાત કરવામાં આવે તો, કરોડોના ચીટિંગના ચકચારીત કેસમાં સુરત કનેક્શન બહાર આવ્યું છે. નોંધનીય છે કે, આ મામલે કૌભાંડમાં સુરત અને અમદાવાદના યુવકોના નામ સામે આવતા રાજ્યમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

યુપી પોલીસે ગુજરાતમાં ધામા નાખી બે યુવકોની અટકાયત કરી

મળતી વિગતો પ્રમાણે અત્યારે યુપી પોલીસે ગુજરાત (Gujarat)માં ધામા નાખી બે યુવકોની અટકાયત કરી લીધી છે. બેંક અને યુનિયન સાથે છેતરપિંડી કરવાના પ્રકરણમાં ગુજરાત (Gujarat) સુધી પગેરું લંબાયા બાદ ગુજરાત પોલીસ દોડતી થઈ છે અને તપાસ આગળ વધારી છે. નોંધનીય છે કે, આ બન્ને આરોપીઓએ લખનૌની યુનિવર્સિટીના સત્તાધીશોને વ્યક્તિ દ્વારા યુનિયન બેંકના ઓફિસર તરીકે ઓળખ આપી હતી. આ સાથે બેંકનું આઇડી કાર્ડ અને ઓથોરિટી લેટર સહિત પુરાવા આપી મોટી મોટી વાતો કરી હતી.

અમદાવાદના ઉદય પટેલ અને સુરતથી દેવેન્દ્રપ્રસાદ જોશીની અટકાયત

આ દરમિયાન આરોપીઓએ કહ્યું હતું કે, યુનિયન બેન્કમાં એફ.ડી.તરીકે મુકશો તો ઊંચું વળતર આપવાની લોભામણીની સ્કીમ આપી હતી. જો કે, આ મામલે તપાસ થતા સમગ્ર રેકેટમાં લખનૌ અને હૈદરાબાદ ઉપરાંત સુરત અમદાવાદના તાર સામે આવ્યા હતા. મળતી જાણકારી પ્રમાણે અમદાવાદના ઉદય પટેલ અને સુરતથી દેવેન્દ્રપ્રસાદ જોશીની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે. આ સાથે હવે પોલીસે આગળની તપાસ હાથ ધરી દીધી છે.

દેવેન્દ્ર જોશીના બેન્ક એકાઉન્ટમાં મોટી રકમ ટ્રાન્સફર થઈ

પોલીસ તપાસ દરમિયાન થોડી ચોંકાવનારી વિગતો પણ સામે આવી છે. દેવેન્દ્ર જોશીના બેન્ક એકાઉન્ટમાં મોટી રકમ ટ્રાન્સફર થઈ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આ સાથે સાથે લખનૌ પોલીસે શૈલેષ રઘુવંશી, ગિરીશ ચંદ્રા, કેકે ત્રિપાઠી, રાજેશ બાબુ અને દસ્તગીર આલમની પણ ધરપકડ કરી હતી. જે બાદ ગુજરાતમાંથી બે લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે.

આ પણ વાંચો: Gujarat ના ઈતિહાસમાં સૌથી મોટા કૌભાંડના આરોપી Naresh Jani ને લઈને વધુ એક મહત્વનો ખુલાસો

આ પણ વાંચો: Gujarat Rain Update: આજે ગુજરાત થશે પાણીથી તરબોળ, આ જિલ્લાઓમાં છે અતિભારે વરસાદની આગાહી

આ પણ વાંચો: Surat: આ લોકો તો રેલવેને પણ છેતરી ગયા! IRCTC ની સાઈટ હેક કરી બનાવી 4.50 કરોડની ટિકિટ