Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Gujarat Rain Update: આજે ગુજરાત થશે પાણીથી તરબોળ, આ જિલ્લાઓમાં છે અતિભારે વરસાદની આગાહી

09:35 AM Jun 29, 2024 | VIMAL PRAJAPATI

Gujarat Rain Update: ગુજરાતમાં અત્યારે ચોમાસું શરૂ થઈ ગયું છે. રાજ્યના અનેક વિસ્તારોમાં અત્યારે વરસાદ (Rain)નું આગમન પણ થઈ ગયું છે. નોંધનીય છે કે, ગુજરાતમાં અત્યારે ચોમાસુ જામી ગયું છે. અનેક જિલ્લાઓમાં તો અત્યારે હવામાન વિભાગ દ્વારા હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, આજે કાલે રવિવારે ભારે વરસાદ રહે તેવી આગાહી કરવામાં આવી છે. આગામી ત્રણ દિવસ રાજ્યમાં ભારે વરસાદ (Heavy Rain)ની આગાહી કરવામાં આવી છે.

ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી

વિગતે વાત કરવામાં આવે તો રાજ્યમાં હજી ત્રણ દિવસ ભારે વરસાદ થશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આજની વાત કરીએ તો આજે પણ કેટલાક વિસ્તારોમાં ધોરમાર વરસાદ થવાનો છે. આ સાથે સાથે પોરબંદર, દ્વારકા, જૂનાગઢ અને ગીર સોમનાથમાં અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. નોંધનીય છે કે, અત્યારે ગુજરાતમાં મેઘરાજ આવીને તરબોળ વરસી રહ્યા છે.

ગુજરાતમાં મેઘરાજ આવીને તરબોળ વરસી રહ્યા

આ સાથે સાથે સુરત, ડાંગ, આણંદ, નવસારી, જામનગર, રાજકોટ, કચ્છ, મોરબી, ભાવનગર અને અમરેલીમાં પણ ભારે વરસાદની આગહી કરવામાં આવી છે. નોંધનીય છે કે, આણંદ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી, ગાંધીનગર, અમદાવાદ અને વલસાડ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નોંધનીય છે કે, દરિયા કિનારે માછીમારોને દરિયો ના ખેડવાની સૂચના આપવામાં આવી છે.

આ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું

હવામાન વિભાગ દ્વારા આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, હવામાન વિભાગ દ્વારા વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.  આ સાથે કાલે પર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે.

આ પણ વાંચો: EXCLUSIVE : મધરાતે હાઈવેની વચ્ચોવચ્ચ લીલા વસ્ત્રમાં બેઠી તે કોણ ? દર્શકો સુધી સત્ય પહોંચાડવા Gujarat First નો સાહસિક પ્રયાસ 

આ પણ વાંચો: Tapi : રાજયમંત્રી કુંવરજી હળપતિએ 117 વર્ષ જૂની શાળાના 80 લાખના ખર્ચે બનેલ નવા ભવનનું લોકાર્પણ કર્યું

આ પણ વાંચો: Ahmedabad : મણિનગરમાંથી રૂ.5 લાખની કિંમતનાં MD ડ્રગ્સનાં જથ્થા સાથે એક ઝડપાયો