Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Ahmedabad: બહારનું ખાવું હવે ઝેર સમાન! અથાણામાં ગરોળી તો નરોડાની હોટલના જમવામાં મળ્યો વંદો

01:11 PM Jun 28, 2024 | VIMAL PRAJAPATI

Ahmedabad: અમદાવાદમાં થોડા સમયથી ખાવામાં અનેક પ્રકારના જીવજંતુઓ નીકળી રહ્યા છે. પરિસ્થિતિ એવી બની ગઈ છે કે, બહારની વસ્તુઓ ખાવા યોગ્ય લાગતી જ નથી. પહેલા દેડકો પછી ઉંદર અને હવે અમદાવાદ (Ahmedabad) ફરી અથાણામાં ગરોળી નીકળી હોવાનો બનાવ સામે આવ્યો છે. મળતી વિગતો પ્રમાણે આનંદનગરમા રહેતા હિના બહેન એક મહિનાથી અથાણું આરોગી રહ્યા હતા. એક મહિનો અથાણું ખાધા પછી ખબર પડી કે તે અથાણામાં તો ગરોળી હતી.

અથાણાની બરણી ખાલી થઈ ત્યારે અંદરથી ગરોળી

આખો મહિનો એ અથાણું ખાધું અને જ્યારે અથાણાની બરણી ખાલી થઈ ત્યારે અંદરથી ગરોળી નીકળી. મળતી વિગતો પ્રમાણે જૈન ગૃહ ઉદ્યોગમાંથી આ અથાણું લીધું હતું. ચોંકાવનારી વાત તો એ છે કે, અથાણાની બરણી પર આપેલા ગ્રાહક નંબર પર કોલ કર્યો તો સામેથી ઉડાવ જવાબ મળ્યો હતો. ગૃહ ઉદ્યોગમાંથી જવાબ મળ્યો કે, સોપ પરથી બેનને નવુ અથાણુ મળી જશે. આખરે કેમ લોકોના સ્થાસ્થ્ય સાથે આવી રીતે ચેડા કરવામાં આવી રહ્યા છે.

ગ્રાહક નંબર પર કોલ કર્યો તો મળ્યો ઉડાવ જવાબ

નોંધનીય છે કે, બાદમા હિના બેને ફુડ સેફ્ટી ટોલ ફ્રિ નંબર પર કોલ કર્યો પરંતુ ત્યાથી પણ ઉડાવ જવાબ મળ્યો હતો. ટોલ ફ્રિ નંબરથી એક વેબ સાઈટ પર ફરિયાદ કરવા જણાવવામાં આવ્યું. અત્યારે હવે તો ફુડ સેફ્ટી પર પણ સવાલો થઈ રહ્યા છે. કારણ કે, જે ભણેલાને ખબર પડે ઓનલાઈન ફરિયાદ કરવાની ખબર પડશે પરંતુ, સામાન્ય વ્યક્તિ ક્યા જશે? જેને ઓનલાઈન ફરિયાદ કરતા નથી આવડતું તેમનું શું?

ફુડ વિભાગ પર પણ થઈ રહ્યા છે સવાલો

જો ટોલ ફ્રી નંબર પર ફરિયાદ ના નોંધાય તો નંબર શુ કામ નો? નોંધનીય છે કે, ફુડ વિભાગ થકી પણ ભોગબનનારને ગોળ ગોળ જવાબ આપવામાં આવ્યો હતો. પ્રશ્ન એ થાય છે કે, શુ ફુડ વિભાગે ટોલ ફ્રી નંબર માત્ર ગોળ ગૌળ વાતો કરવા રાખ્યો છે? હવે સામાન્ય ગ્રાહકો ફરિયાદ કરવા ક્યા જવાના? તંત્રએ આ બાબતે ખાસ ધ્યાન લેવું જોઈએ. કારણ કે, લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડ કરવા એ કોઈ નાની વાત નથી. આમાં કોઈનો જીવ પણ જઈ શકે છે.

મયુર હોટલના જમવામાં નીકળ્યો વંદો

તમને જણાવી દઇએ કે, અમદાવાદ (Ahmedabad) ગરોળી, કાનખજૂરા બાદ વંદો નીકળ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. મળતી વિગતો પ્રમાણે નરોડામાં આવેલ મયુર હોટલમાં વંદો નીકળ્યો હોવાનો એક વીડિયો વાયરલ થયો છે. નરોડાનો એક સ્થાનિક વ્યક્તિ હોટલમાં જમવા ગયો તે દરમિયાન તેને ખરાબ અનુભવ થયો છે. મળતી વિગતો પ્રમાણે નરોડાની મયુર હોટેલમાં વંદો નીકળ્યો હોવાનો વીડિયો વાયરલ થયો છે. નોંધનીય છે કે, હોટલ તરફથી યોગ્ય જવાબ નહીં મળતા આરોગ્ય વિભાગને કરી જાણ કરલામાં આવી છે. જોકે હવે આરોગ્ય વિભાગ શું કામગીરી કરે તે જોવું રહ્યું?

આ પણ વાંચો: Surat: આ લોકો તો રેલવેને પણ છેતરી ગયા! IRCTC ની સાઈટ હેક કરી બનાવી 4.50 કરોડની ટિકિટ

આ પણ વાંચો: Ahmedabad પોલીસના વલણની ભારે ટીકા, ACP કચેરીમાં ભાજપ નેતાએ ઉજવ્યો બર્થ-ડે

આ પણ વાંચો: Gujarat: આગામી ત્રણ દિવસ ગુજરાતમાં ભારે વરસાદ! હવામાન નિષ્ણાંત અંબાલાલની આગાહી, આ જિલ્લામાં પૂરની સંભાવના