Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Gujarat: આગામી ત્રણ દિવસ ગુજરાતમાં ભારે વરસાદ! હવામાન નિષ્ણાંત અંબાલાલની આગાહી, આ જિલ્લામાં પૂરની સંભાવના

07:48 AM Jun 28, 2024 | VIMAL PRAJAPATI

Heavy rain in Gujarat: ગુજરાતમાં વિધિવત રીતે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. અનેક વિસ્તારોમાં તો વરસાદી મહેર પણ થઈ ગઈ છે. ખેડૂતોમાં વરસાદને લઈને અનેરો આનંદ પણ જોવા મળી રહ્યો છે. પરંતુ હવે કેવો વરસાદ આવશે તેને આગાહી કરવામાં આવી છે. વિગતે વાત કરવામાં આવે તો, આગામી વરસાદને લઈને હવામાન વિભાગના નિષ્ણાંત અને પ્રખર હવામાન જ્યોતિષ અંબાલાલ દ્વારા આગાહી કરવામાં આવી છે. અંબાલાલની આગાહી પ્રમાણે આજથી 30 જૂન સુધી મધ્યગુજરાતમાં વરસાદ થશે તેવી સંભાવનાઓ છે. આ સાથે અમદાવાદમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આજથી 30 જૂન સુધી અતિભારે વરસાદની આગાહી

ગુજરાકના અન્ય જિલ્લાઓની વાત કરવામાં આવે તો જૂનાગઢના ભાગોમાં આજથી 30 જૂન સુધી અતિભારે વરસાદ (Heavy rain)ની આગાહી કરવામાં આવી છે. નોંધનીય છે કે, જૂનાગઢ અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદના કારણે પૂર પણ આવી શકે છે. આ સાથે પશ્ચિમ સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો અહીં પણ અનેક ભાગોમાં વરસાદ થઈ શકે તેવી સંભાવનાઓ છે. આ સાથે સાોથે જામનગર, દ્વારકા, પોરબંદર અને ઓખામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યારે ગુજરાતમાં સારો એવો વરસાદ થવાનો છે તેવી આગાહી કરવામાં આવી છે.

ચ્છમાં પણ આજથી આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદ રહેશે

આ સાથે મધ્ય સૌરાષ્ટ્ર અને ઉત્તર સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો અહીં પણ સારા એવા વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છમાં પણ આજથી આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવમાં આવી છે. ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો સુઈગામના ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે. આ સાથે પાલનપુર, કાંકરેજ અને રાધપુરમાં વરસાદ પડી શકે છે. જૂલાઈમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જૂલાઈની શરૂઆતમાં ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ થઈ શકે છે. નોંધનીય છે કે, આહવા, ડાંગ, વલસાડ, સુરતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વધારે વિતગે વાત કરાવમાં આવે તો, 8થી12 જૂલાઈ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો: Ahmedabad : 500 વૃક્ષોનું નિકંદન કરનાર એજન્સીઓ પાસેથી રૂ.50-50 લાખનો દંડ ક્યારે વસૂલાશે ? લીધો આ નિર્ણય!

આ પણ વાંચો: Rajkot GameZone Fire : શખ્સના ગંભીર આરોપ, કહ્યું- ‘મારી પત્ની સાથે સાગઠિયાનું અફેર…’!

આ પણ વાંચો: Bharuch : અંકલેશ્વરમાં યોજાયેલ ડાયરામાં ડોલર ઉડાડતા જયેશ રાદડિયાનો Video વાઇરલ