Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

GONDAL : પુર જેવી પરિસ્થિતિમાં હવે પાણીમાં ડૂબતા બચાવશે આ રોબોટ!

03:48 PM Jun 26, 2024 | Harsh Bhatt
GONDAL : રાજ્યમાં હાલ ચોમાસાની સિઝનની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે વરસાદી વતારણમાં ગોંડલ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં નાની મોટી નદીઓ તેમજ ચેકડેમ ઓવરફ્લો થતા હોય છે. ત્યારે પૂર સહિતની પરિસ્થિતિમાં બચાવ કામગીરી માટે રાજ્ય સરકાર દ્વારા ગોંડલ નગરપાલિકાને રેસ્ક્યુ રોબોટ આપવામાં આવ્યો છે. જેનાથી પાણીમાં ડુબતા વ્યક્તિને બચાવી શકાય છે. જેનું ગોંડલ પાલિકા ફાયર વિભાગ દ્વારા  ટેસ્ટિંગ કરાયું હતું.

રેસ્ક્યુ રોબોટનું ફાયર વિભાગ દ્વારા ટેસ્ટિંગ કરાયુ

GONDAL નગરપાલિકાનું ફાયર વિભાગ વધુ આધુનિક બન્યું છે. રાજ્ય સરકાર દ્વારા ફાયર વિભાગને રેસ્ક્યુ રોબોટ આપવામાં આવ્યો છે. ગોંડલ શહેરમાં આવતા વેરી તળાવ, આશાપુરા ડેમ, સેતુબંધ ડેમ તેમજ ગોંડલી નદી સહિત આસપાસ ગ્રામ્ય વિસ્તારમાં આવતી નદીઓ તેમજ ચેકડેમોમાં આવતા પૂર સહિતની પરિસ્થિતિમાં રેસ્ક્યુ રોબોટ પ્રાણરક્ષક થનાર છે. રિમોટથી સંચાલિત રેસ્ક્યુ રોબટથી પાણી વચ્ચે ફસાયેલા લોકોના જીવ બચાવી શકાશે. આ રોબોટનું ગોંડલ નગર પાલિકાના ફાયર વિભાગ દ્વારા શહેરના જીવાદોરી સમાન વેરી તળાવ ખાતે ટેસ્ટિંગ પણ કરવામાં આવ્યું હતું.

પુરમાં પાણીની વચ્ચે ફસાયેલ લોકોનું રેસ્ક્યુ કરી શકાશે

ગુજરાત રાજ્ય સરકારની સ્ટેટ ફાયર પ્રીવેન્શન સોસાયટી દ્વારા આ ખાસ પ્રકારનો રેસ્ક્યુ રોબોટ ગોંડલ નગરપાલિકાને આપવામાં આવ્યો છે. ચોમાસાના સમય દરમ્યાનમાં શહેરમાં અનેક નાની મોટી નદીઓ, ચેકડેમો અને તળાવો ઓવરફ્લો થતા હોય છે તેમજ પાણીના ધસમસતા પ્રવાહમાં અનેક વાર રાહદારીઓ, વાહનચાલકો જોખમી પુલ પરથી પસાર થતા હોય છે. ત્યારે અનેક લોકો પાણી વચ્ચે ફસાઈ જાય છે, તેઓને બચાવવામાં આ રેસ્ક્યુ રોબોટ અસરકારક સાબિત થશે.

રોબોટ પાણીમાં એક કિલોમીટરની રેન્જ સુધી જઈ શકશે

આ અંગે પાલિકાના ફાયર ઓફિસર સંજયભાઈ વાછાણીએ જણાવ્યું હતું કે, ગોંડલ શહેરમાં ચોમાસા દરમ્યાન અનેક વખતે પુર સહિતની આપદાઓ આવતી હોય છે. ત્યારે સરકારના તરફથી આપવામા આવેલો આ રેસ્ક્યુ રોબોટ ખરે ખરે લોકનો જીવ બચાવનાર બની રહેશે. તેમજ રેસ્ક્યુ રોબોટ ટેસ્ટિંગ દરમ્યાન નગરપાલિકા વાહનશાખાના ચેરમેન રફીકભાઈ કૈડા, ફાયર વિભાગના કર્મચારી રવિભાઈ વ્યાસ, કિશોરભાઈ ગોહિલ,  નયનભાઈ ગોંડલીયા, જયરાજસિંહ ચુડાસમા, સિદ્ધરાજસિંહ ઝાલા સહિતનો ફાયર સ્ટાફ દ્વારા રેસ્ક્યુ રોબોટ ટેસ્ટિંગમાં જોડાયો હતો.
અહેવાલ : વિશ્વાસ ભોજાણી