Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Rain Forecast: ભારે વરસાદની આગાહીના પગલે તંત્ર એલર્ટ, વડોદરાથી NDRFની 7 ટીમ કરાઈ રવાના

11:42 AM Jun 25, 2024 | VIMAL PRAJAPATI

Heavy Rain Forecast: રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ થઈ રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો વરસાદને પગલે કોઈ દુર્ઘટના ના સર્જાય અને સર્જાય તો તેમાં યથાયોગ્ય મદદ માટે NDRF હંમેશા તત્પર રહેતું હોય છે. નોંધનીય છે કે, આ વખતે પણ NDRF ની ટીમ એક્ટિવ થઈ ગઈ છે. મળતી વિગતો પ્રમાણે વડોદરાના જરોદ ખાતે આવેલ NDRF હેડ ક્વાર્ટરથી 7 ટીમો રવાના કરવામાં આવી છે. નોંધનીય છે કે, ભારે વરસાદની આગાહીના પગલે રાજ્યના 4 શહેરોમાં ટીમ રવાના કરી દેવામાં આવી છે.

જરોદ હેડ ક્વાર્ટરથી NDRFની 7 ટીમ રવાના કરવામાં આવી

ઉલ્લેખનીય છે કે, ગીર સોમનાથ, દ્વારકા, ભાવનગર અને નર્મદા જવા માટે NDRFની ટીમ રવાના કરી દેવામાં આવી છે. અહીં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદ (Heavy Rain)ની આગાહી કરવામાં આવી છે. જેથી સ્થિતિને કાબુમાં રાખવા માટે NDRF ની ટીમ તૈયાર થઈ ગઈ છે. આ પહેલા વલસાડ, રાજકોટ અને કચ્છ ખાતે ટીમ રવાના કરવામાં આવી હતી. નોંધનીય છે કે, ભારે વરસાદની આગાહીના પગલે તંત્ર એલર્ટ થઈ ગયું છે. જેથી વડોદરાથી NDRFની 7 ટીમ ભારે વરસાદની આગાહીને લઈને રવાના કરવામાં આવી છે. નોંધનીય છે કે, જરોદ હેડ ક્વાર્ટરથી NDRFની 7 ટીમ રવાના કરવામાં આવી છે.

NDRFની વધુ 4 ટીમોને તૈનાત કરવામાં આવી

નોંધનીય છે કે, રાજ્યના ચાર શહેરોમાં NDRFની ટીમ રવાના કરાઈ છે. મળતી જાણકારી પ્રમાણે સોમનાથ, દ્વારકા, ભાવનગર, નર્મદા માટે NDRFની ટીમ રવાના થઈ છે. આ પહેલાની વાત કરવામાં આવે તો અહીંથી અગાઉ વલસાડ, કચ્છ અને રાજકોટમાં પણ એનડીઆરએફની ટીમ મોકલાઈ હતી. નોંધનીય છે કે, રાજયમાં સાર્વત્રિક વરસાદને લઈ NDRF એલર્ટ થઈ ગયું છે. જેથી NDRFની વધુ 4 ટીમોને તૈનાત કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, ગીર સોમનાથ અને ભાવનગરમાં એક-એક ટીમ તૈનાત કરાઈ છે, જ્યારે દ્વારકા અને નર્મદામાં પણ એક-એક ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. વરસાદની સ્થિતિને જોતા અગમચેતીના ભાગ રૂપે NDRFની ટીમ તૈનાત કરાઈ છે.

આ પણ વાંચો: Ahmedabad: ત્રણ ઈલેક્ટ્રીક BRTS બસમાં લાગી આગ, વસ્ત્રાલના જાડેશ્વર બસ ડેપોમાં બની ઘટના

આ પણ વાંચો: AMC Pre-Monsoon : અમદાવાદમાં વરસાદ પડતાની સાથે તંત્રની પોલ ખુલી, National Highway 8 પર ભરાયા પાણી

આ પણ વાંચો: Rain Update: ગુજરાતમાં ચોમાસું બરાબર જામ્યું, ખેતીલાયક વરસાદથી ખેડૂતોમાં છવાઈ ખુશી