+

Negligence: સુરતની નવી હોસ્પિટલમાં સ્લેબ તૂટ્યો અને…

Negligence : સુરતમાં વરસાદી વાતાવરણ વચ્ચે નવી સિવિલ હોસ્પિટલમાં બેદરકારી (Negligence)  જોવામાં આવી છે. નવી સિવિલ હોસ્પિટલમાં સ્લેબ તૂટ્યો હોવાની ઘટના બની છે. સ્લેબ તૂટતાં સારવાર લઇ રહેલી એક મહિલાનો…

Negligence : સુરતમાં વરસાદી વાતાવરણ વચ્ચે નવી સિવિલ હોસ્પિટલમાં બેદરકારી (Negligence)  જોવામાં આવી છે. નવી સિવિલ હોસ્પિટલમાં સ્લેબ તૂટ્યો હોવાની ઘટના બની છે. સ્લેબ તૂટતાં સારવાર લઇ રહેલી એક મહિલાનો આબાદ બચાવ થયો છે.

મહિલા પર સ્લેબ પડ્યો

સુરતની નવી સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. હોસ્પિટલના ડાયાલિસિસ વિભાગમાં સ્લેબનો ભાગ ધરાશાયી થતાં દર્દીઓ અને સ્ટાફમાં દોડધામ મચી ગઇ હતી. હોસ્પિટલના જી 0 વોર્ડમાં આ ઘટના બની હતી. પ્રાપ્ત માહિતી મુજબ કિડનીની બિમારીમાં ડાયાલિસીસ માટે આવેલી 47 વર્ષની રાણીદેવી મૌર્ય નામની મહિલા પર સ્લેબ તૂટી પડ્યો હતો પણ સદનસીબે મહિલાનો આબાદ બચાવ થયો હતો.

સ્લેબ તૂટી પડતાં વોર્ડમાં દોડધામ

સ્લેબ તૂટી પડતાં વોર્ડમાં દોડધામ મચી ગઇ હતી. નવી સિવિલ હોસ્પિટલમાં હજારો દર્દીઓ સારવાર માટે આવે છે ત્યારે હોસ્પિટલના બેદરકાર તંત્ર સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. તંત્ર કોઇ દુર્ઘટનાની રાહ જોઇ રહ્યું છે તેવા સવાલો ઉઠી રહ્યા છે.

કોઇ દુર્ઘટના બનશે તો તેના માટે જવાબદાર કોણ

નવી સિવિલ હોસ્પિટલ ભુતકાળમાં અવાર નવાર વિવાદોમાં આવી રહી છે ત્યારે આજે સ્લેબ તૂટતાં ફરી એક વાર હોસ્પિટલના તંત્ર સામે દર્દીએ રોષ પ્રગટ કર્યો હતો. કોઇ દુર્ઘટના બનશે તો તેના માટે જવાબદાર કોણ તેવા સવાલો લોકો પુછી રહ્યા છે.

આ પણ વાંચો—- Rajkot Bandh: ગેમઝોન અગ્નિકાંડ મુદ્દે આજે રાજકોટ બંધનું એલાન

આ પણ વાંચો– Porbandar : હોસ્પિટલમાં તબીબ-સ્ટાફ પર હુમલો કરનારા લુખ્ખા તત્વોને પોલીસે કરાવ્યું કાયદાનું ભાન

આ પણ વાંચો— Ahmedabad: શહેરમાં મોડી રાત્રે મેઘ થયા મહેરબાન, ઠેર-ઠેર વરસાદની જોરદાર બેટિંગ

આ પણ વાંચો- Forecast : આજે જિલ્લાઓ થશે તરબતર…

Whatsapp share
facebook twitter