Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

પોલીસ પરવાનગી અને ફાયર NOC વિના ચાલતું હતું Casanova Cafe, માલિકો સામે નોંધાઈ ફરિયાદ

12:16 PM Jun 23, 2024 | VIMAL PRAJAPATI

Casanova Cafe: અમદાવાદ શહેર પોલીસ દ્વારા ગઈકાલે સિંધુભવન રોડ પર ખાસ ડ્રાઇવ રાખવામાં આવી હતી. આ ડ્રાઇવ દરમિયાન હોટેલ, રેસ્ટોરન્ટ અને કેફેમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. ખાસ કરીને વાત કરવામાં આવે તો, તાજ હોટેલ પાસે આવેલા કાસાનોવા કેફેમાં ચેકીંગ દરમિયાન પોલીસ પરવાનગી અને ફાયર NOC ના હોવાથી કેફેના ત્રણેય માલિકો સામે સરખેજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

લોન્જ કાસાનોવા નામના કેફ પણ ચેકિંગ કરવામાં આવ્યું

પોલીસની ડ્રાઇવ દરમિયાન અલગ અલગ કેફેમાં ગેરકાયદેસર પ્રવૃતિઓ અંગે ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન તાજ હોટલ પાસે આવેલા લોન્જ કાસાનોવા નામના કેફ પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં ચેકિંગ દરમિયાન પોલીસ કમિશનર કચેરી ખાતેથી પરવાનગી મેળવવાની જરૂર હોય છે. નોંધનીય છે કે, પરવાનગી કેફે પાસે નહોતી. આ ઉપરાંત ફાયર સેફટી અને એનઓસી પણ નહોતું. જેથી પરવાનગી અને લાયસન્સ મેળવ્યા વિના કેફે ચલાવીને લોકોના જીવને જોખમમાં મુકાય તેવા કૃત્ય બદલ કેફેના માલિક પીન્કેશ પટેલ, રાજદીપ સોની અને કમલેશ બગડા વિરુદ્ધમાં સરખેજ પોલીસે ગુનો નોંધ્યો છે. સરખેજ પોલીસે આરોપીની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

અમદાવાદમાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી

નોંધનીય છે કે, રાજકોટમાં બનેલી અગ્નિકાંડ જેવી ગોઝારી ઘટના બાદ રાજ્યભરમાં સરકાર દ્વારા સઘન તપાસ ચાલી રહીં છે. જેથી અમદાવાદમાં પણ શહેર પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. ખાસ કરીને વાત કરવામાં આવે તો અમદાવાદના સિંધુભવન પર તાજ હોટલ પાસે આવેલા કાસાનોવા કાફેમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેથી તપાસ દરમિયાન પોલીસેને જાણ થઈ કે આ કાફેમાં ના તો ફાયર એનઓસી હતું કે, ના પોલીસની પરવાનગી હતી. જેથી અમદાવાદ પોલીસે આ કાફેના માલીકો સામે કાર્યવાહી શરૂ કરી દીધી છે.

અહેવાલઃ પ્રદીપ કચિયા, અમદાવાદ

આ પણ વાંચો: Crime News: અમદાવાદમાં વધુ એક હત્યાનો બનાવ, અંગત અદાવતે યુવકનું ઢીમ ઢાળી દીધું

આ પણ વાંચો: Kutch Mango: વિદેશમાં કચ્છી કેરીની છે બોલબાલા! UK ની બજારમાં દરરોજ 1 લાખ કિલો કેશર કેરીની ડિમાન્ડ

આ પણ વાંચો: Hindu Temple: અમેરિકામાં ઉમિયા માતાજીના મંદિરની પ્રાણપ્રતિષ્ઠા, મોટી સંખ્યામાં લોકો આ ભવ્યાતિભવ્ય સમારોહ જોડાયા