Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Crime News: અમદાવાદમાં વધુ એક હત્યાનો બનાવ, અંગત અદાવતે યુવકનું ઢીમ ઢાળી દીધું

11:53 AM Jun 23, 2024 | VIMAL PRAJAPATI

Crime News: અમદાવાદમાં ક્રાઈમની ઘટનાઓ સતત વધી રહીં છે. શહેરમાં છાસ વારે ગંભીર ક્રાઈમ થઈ રહ્યા છે. વિગતે વાત કરવામાં આવે તો, અમદાવાદના નિકોલમાં અંગત અદાવતમાં યુવકની હત્યા કરાઈ હોવાની ઘટના સામે આવી છે. મળતી જાણકારી પ્રમાણે ત્રણ લોકોએ મળીને યુવકની કરી દીધી હત્યા. નોંધનીય છે કે, હત્યારાઓએ માથાના ભાગે ફટકા ઝીંકીને હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે મોડી રાત્રે ગજનંદ ફ્લેટ નજીક આ બનાવ બન્યો હતો. વિગતો એવી પણ સામે આવી છે કે, આરોપીની બહેન સાથે મૃતકને પ્રેમસંબંધ હતો તેવું અનુમાન છે.

હત્યારાઓએ માથાના ભાગે ફટકા ઝીંકીને હત્યા

ઉલ્લેખનીય છે કે, મોડી રાત્રે પોલીસે આરોપીઓને પકડવા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જો કે, એવી વિગતો સામે આવી છે કે, હત્યા પહેલા બંને પક્ષ વચ્ચે બોલાચાલી થઈ હતી. આ સાથે સાથે મૃતક અને આરોપી નિકોલમાં સિઝનેબલ ધંધો કરે છે. નોંધનીય છે કે, અમદાવાદમાં છેલ્લા 4 દિવસમાં આ ત્રીજો હત્યાનો બનાવ સામે આવ્યો છે. મળતી વિગતો પ્રમાણે મૃતકને માથાના ભાગે લોખંડની પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હતો. જાણકારી પ્રમાણે મૃતક અને આરોપી નિકોલ ઉમા વિદ્યાલય નજીક સિઝનેબલ ધંધો પણ કરે છે.

બે ઘટનાઓ સામે આવી તેમાં ત્રણ લોકોના મૃત્યુ થયા હતા

આ પહેલાની વાત કરવામાં આવે તો શહેરમાં બીજી પણ બે હત્યાની અલગ અલગ ઘટનાઓ સામે આવે છે તેમાં ત્રણ લોકોના મૃત્યુ થયા હતા. પહેલી ઘટના વેજલપુરમાં જ્યારે બીજી ઘટના ગોમતીપુરમાં બની હતી. ખાતે બનેલી ઘટનામાં ડબલ મર્ડરમાં જાહેર રસ્તા પર તલવારના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હતી. અમદાવાદ શહેરમાં સતત બીજા દિવસે હત્યાની ઘટના સામે આવતા અમદાવાદ પોલીસની કામગીરી પર સવાલો ઊભા થઈ રહ્યા છે. શહેરના ગોમતીપુર વિસ્તારમાં ગત મોડી રાત્રે જાહેરમાં તલવારના ઘા ઝીંકીને બે વ્યક્તિને મોતને ઘાટ ઉતારી દીધા હતા. સમાધાન માટે આમિર ઉર્ફે ભાંજો અને કબરેજ ઉર્ફે તંબુને તલવાર મારી હત્યા કરી દેવામાં આવી.

આ પણ વાંચો: Ahmedabad: શહેરમાં માત્ર 24 કલાકમાં હત્યાના બે બનાવ, ત્રણ લોકોના થયા મોત

આ પણ વાંચો: Kutch Mango: વિદેશમાં કચ્છી કેરીની છે બોલબાલા! UK ની બજારમાં દરરોજ 1 લાખ કિલો કેશર કેરીની ડિમાન્ડ

આ પણ વાંચો: Rain Forecast: વરસાદને લઇને હવામાન વિભાગની આગાહી, આગામી ત્રણ કલાકમાં આવશે વરસાદી ઝાપટા