Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Porbandar: સુદામાપુરીમાં ભગવાન જગન્નાથની પવિત્ર જળથી સ્નાન યાત્રા

02:23 PM Jun 22, 2024 | VIMAL PRAJAPATI

Porbandar: સુદામાપુરી તરીકે ઓળખાતા પોરબંદરમાં આજે જ્યેષ્ઠ પૂણિમા નિમિતે શહેરના 150 વર્ષ કરતા વધારે જુના જગન્નાથ મંદિરે સ્નાન યાત્રાનુ આયોજન કરાયુ હતું. વહેલી સવારે ભગવાનને ગંગાજલથી સ્નાન કરવા અને નવકાવિહારના દર્શન માટે ભક્તો ઉમટયા હતા. આજે આપણે જાણીએ છીએ જગન્નાથ પુરીમાં જેઠ સુદ પૂર્ણિમાનો દિવસ એ ‘સ્નાન પૂર્ણિમા’ તરીકે ઉજવાય છે. આ દિવસે જગન્નાથજી, બળભદ્રજી અને સુભદ્રાજીની મૂર્તિઓને મંદિરની બહાર લાવી સ્નાનવેદી પર બિરાજમાન કરવામાં આવે છે. પછી 108 કુંભના જળથી સ્નાન કરાવવામાં આવે છે.

પોરહીલુ પોરબંદરનું વર્ષો જુનુ નામ સુદામાપુરી તરીકે પ્રચલિત

ભગવાન શ્રીકૃષ્ણના પરમ મિત્ર સુદામાજીની જન્મ ભુમિ એટલે પોરબંદર. પોરહીલુ પોરબંદરનું વર્ષો જુનુ નામ સુદામાપુરી તરીકે પ્રચલિત છે. સુદામાપુરી પોરબંદરમાં સુદામાજીનુ જુનુ મંદિર પણ આવેલ છે, જેની બરોબર નજીક જ ભગવાન જગન્નાથનુ 150 કરતા વધારે વર્ષ જુનુ મંદિર આવેલ છે. આજે જેઠ સુદ પૂર્ણિમાનો દિવસએ સ્નાન યાત્રાનુ આયોજન કરાયુ હતુ. સાથે ભગવાનના નવકા વિહારના દર્શનનુ આયોજન પણ સાથે કરાયુ હતુ. સમસ્ત રામાવત પરિવાર દ્વારા ભગવાન જગન્નાથને પવિત્ર જળોથી સ્નાન કરાવી ધન્યતા અનુભવી હતી.

જાણો સ્નાન યાત્રા પાછળનો ઇતિહાસ

જગન્નાથ મંદિરના મહંત ઘનશ્યામભાઈ રામાવતે જણાવ્યું હતું કે, સ્નાન યાત્રા પાછળનો ઇતિહાસ એવો છે કે વ્રજની અંદર નંદ મહારાજને વૃદ્ધા અવસ્થા થવાના લીધે. એક વિચાર આવ્યો હતો કે, હવે ભગવાન શ્રીકૃષ્ણનો રાજ્યઅભિષેક કરી દેવો જોઈએ રાજા નંદ મહારાજે તેના કુળ ગુરુ ગંગાચાર્ય આચાર્ય સહિતના લોકોને આમંત્રણ આપવામાં આવ્યું શુભ મુહૂર્તને લઈને ભગવાનનો રાજ્ય અભિષેક થઈ શકે. તે દિવસ જ્યેષ્ઠા નક્ષત્રની અંદર પૂનમના જેઠ માસના દિવસનું કાઢવામાં આવ્યું હતું. તે દિવસે ભગવાન શ્રીકૃષ્ણનો જળા અભિષેક કરાયો હતો. આ જણાભિષેક 108 નદીઓના તીર્થ જળથી કરાયો હતો. એટલે કે ભગવાન શ્રીકૃષ્ણના રાજ્ય અભિષેકને લઈને દર વર્ષે પૂનમના ભગવાન જગન્નાથને સ્નાન યાત્રા કરાવવામાં આવે છે.

આ પણ વાંચો: Gujarat: સાધુઓની લંપટ લીલાઓ પર ચુપ્પી અને બ્રેઈનવોશની વાત ખટકી, સ્વામિનારાયણ સંપ્રદાયે આપ્યો જવાબ

આ પણ વાંચો: Gujarat: ઊંઝાના વેપારીને આંતરરાષ્ટ્રીય વેપાર કરવો પડ્યો મોંઘો, રૂ.1.40 કરોડની થઈ ઠગાઇ

આ પણ વાંચો: Gujarat: રાજ્યની 4 સરકારી સહિત 6 ખાનગી યુનિવર્સિટીઓને UGC એ ડિફોલ્ટર જાહેર કરી