Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Gujarat: સાધુઓની લંપટ લીલાઓ પર ચુપ્પી અને બ્રેઈનવોશની વાત ખટકી, સ્વામિનારાયણ સંપ્રદાયે આપ્યો જવાબ

12:29 PM Jun 22, 2024 | VIMAL PRAJAPATI

Gujarat: ગુજરાતમાં થોડા સમયથી સ્વામિનારાયણ સંપ્રદાયનો વિવાદ ચાલી રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો સ્વામિનારાયણના કેટલાક સંતોને વિવાદિત અને કથિત વીડિયો વાયરલ થયા હતા, જેના કારણ સમગ્ર સનાતન ધર્મને ઠેસ પહોંચી હતી. તમને જણાવી દઇએ કે, રમેશભાઈ ઓઝાએ કોઈપણ સંપ્રદાયનું નામ લીધા વિના બ્રેઇનવૉશને લઈને નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ‘સાધુનું કામ બ્રેઈન વૉશ નહીં હાર્ટ વૉશનું છે’ વધુંમાં તેમણે વધુમાં કહ્યું હતું કે, ‘હું જ મોટો, મારા જ ગુરૂ મોટા, આવી વાત ન કરવી જોઇએ.’

ભાઈશ્રીના નિવેદન પર સ્વામિ. સંપ્રદાયે શરૂ કર્યું કેમ્પેઈન

ઉલ્લેખનીય છે કે, આડકતરી રીતે ભાઈશ્રી રમેશભાઈ ઓઝા ( (Bhaishri Rameshbhai Oza))એ સ્વામિનારાયણ સંપ્રદાયની વાત કરી હતી, ત્યારે રમેશભાઈ ઓઝા (Bhaishri Rameshbhai Oza)ની નિવેદન પર સ્વામિનારાયણ સંપ્રદાયે કેમ્પેઈન શરૂ કર્યું છે. સ્વામિનારાયણ સંપ્રદાયનું કહેવું છે કે, ‘અમે અમે બ્રેઈન વૉશ નહીં, જીવન પરિવર્તન કરીએ છીએ.’ ભાઈશ્રીના નિવેદન બાદ સ્વામિ નારાયણ સંપ્રદાય સોશિયલ મીડિયાના માધ્યમથી જવાબ આપ્યો છે.

Swaminarayan Sampradaya started campaign

સોશિયલ મીડિયામાં પોસ્ટરો દ્વારા બ્રેઈનવોશ અંગેનો જવાબ

અહીં પ્રશ્ન એ થાય છે કે, સ્વામિનારાયણ સંપ્રદાય સાધુઓની લંપટ લીલાઓ પર તો હજી સુધી કોઈ જવાબ આપ્યો નથી, પરંતુ હા ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ બ્રેઈનવોશની વાત કરી તે સંપ્રદાયે સોશિયલ મીડિયામાં પોસ્ટરો દ્વારા બ્રેઈનવોશ અંગેનો જવાબ છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, અત્યારે સંપ્રદાય દ્વારા કેટલાક પોસ્ટરો દ્વારા ભાઈશ્રીને જવાબ આપવામાં આવ્યો છે. પોતાના સાધુઓ ધર્મના નામે ધતિંગો કરે તો તેમાં સંપ્રદાય સાવ ચૂપ કેમ થઈ જાય છે?

Swaminarayan Sampradaya started campaign Gujarat

સાધુઓની લંપટ લીલાઓનો તો હજી સુધી કોઈ જવાબ નથી પરંતુ…

નોંધનીય છે કે, વિવાદો વચ્ચે સ્વામિનારાયમ સંપ્રદાયે એક કેમપેઇન શરુ કર્યું છે. ‘શું સ્વામિનારાયણ સંપ્રદાય બ્રેનવોશ કરે છે?’ ના સવાલો સાથે કેમપેઇન શરૂ કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે, ભાઈશ્રી રમેશભાઈ ઓઝાને બ્રેઈનવોશનું સ્ટેટમેન્ટ આપ્યું હતું. તેમણે સંપ્રદાયનું નામ લીધા વિના બ્રેઇનવૉશને લઈને નિવેદન આપ્યું હતું કે, ‘સાધુનું કામ બ્રેઈન વૉશ નહીં હાર્ટ વૉશનું છે’ હવે ભાઈશ્રીના સ્ટેટમેન્ટ બાદ સ્વામિનારાયણ સંપ્રદાયે જવાબ આપ્યો હતો.

આ પણ વાંચો: Rajkot: સ્વામિનારાયણ સંપ્રદાય પર વધુ એક કલંક! ઉપલેટાના ભાયાવદરમાં બે સંતો પર દુષ્કર્મની ફરિયાદ

આ પણ વાંચો: Gadhada ટેમ્પલ બૉર્ડના ચેરમેન હરિજીવન સ્વામીની દાદાગીરી, સ્વામી પર તકાઇ રહી છે શંકાની સોય

આ પણ વાંચો: VADODARA : “લંપટ સાધુને ભગાવો, સંપ્રદાય બચાવો”, હરિભક્તોને મોરચો કલેક્ટર કચેરી પહોંચ્યો