Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Gujarat: 24 કલાકમાં 30 તાલુકામાં મેઘ મહેર, ભાવનગરના વલ્લભીપુરમાં દોઢ ઇંચ વરસાદ

08:59 AM Jun 22, 2024 | VIMAL PRAJAPATI

Gujarat Rain Update: ગુજરાતમાં વરસાદનું આગમન થઈ ગયું છે. મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજાની મહેર થઈ પણ ગઈ છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો વરસાદ થતા જગતનો તાત ખુબ જ રાજી જોવા મળ્યો છે. કારણ કે, વાવણી પહેલા પીયતનો વરસાદ આવ્યો છે. વિગતે વાત કરવામાં આવે તો, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 30 તાલુકામાં વરસાદ થયો છે. આ તાલુકાઓમાં આગાહી પ્રમાણે સારો એવો વરસાદ થયો છે. જેથી ગરમીથી પણ આંશિક રાહત મળી છે.

પંચમહાલ, વડોદરા અને છોટાઉદેપુરમાં પણ વરસાદની આગાહી

આંકડાની વાત કરવામાં આવે તો, ભાવનગરના વલ્લભીપુરમાં દોઢ ઇંચ વરસાદ થયો છે. બોટાદના રાણપુર, ચીખલીમાં 1 ઇંચ વરસાદ થયો છે. તો, અન્ય તાલુકાઓમાં 1 થી અડધો ઇંચ વરસાદ થયો હોવાની વિગતો મળી છે. આ સાથે આજે અરવલ્લી, દાહોદ અને મહીસાગરમાં સારો વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ છે. નોંધનીય છે કે, પંચમહાલ, વડોદરા અને છોટાઉદેપુરમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહી પ્રમાણે અત્યારે રાજ્યમાં સારા એવા વરસાદની શરૂઆત પણ થઈ ગઈ છે. અનેક જગ્યાએ મેઘરાજાની મહેર પણ થતી જોવા મળી રહીં છે.

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી

તમને જણાવી દઈએ કે, દક્ષિણ ગુજરાત (South Gujarat)અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી થઈ છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે. જેથી ખેડૂતો સહિત લોકોમાં પણ આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. નોંધનીય છે કે, ભાવનગરમાં સારો એવો 1.5 ઈંચ વરસાદ થયો છે. જોકે, ખેડૂતો હજી પણ સારા વરસાદની આશા સેવીને બેઠા છે. નોંધનીય છે કે, ગયા વર્ષે ઓછા વરસાદના કારણે ખેડૂતનો ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો.જો કે, આ વખતે સારા એવા વરસાદની આગાહી કરવામાં આવી છે. જેથી ખેડૂતોને વધારે ચિંતા કરવાની જરૂર નહીં પડે.

આ પણ વાંચો: Gandhinagar: વાહન ચાલકે વાંદરાને લીધો હડફેટે; ટળવળતું રહ્યું વાનર બાળ

આ પણ વાંચો: Bharuch: 9 વર્ષની બાળકી પર આચર્યું હતું દુષ્કર્મ, મેડિકલ રિપોર્ટમાં ભાંડો ફુટતા બંનેની ધરપક

આ પણ વાંચો: Rajkot: આને કહેવાય વિકાસ? નેતાજીએ કર્યું ખખડધજ બસનું ઉદ્ઘાટન, વીડિયો થયો વાયરલ