Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ગુજરાત સાયન્સ સિટી ખાતે ઈનસ્પેસ PIE ડેવલપમેન્ટ પ્રોગ્રામ વિશે માહિતી આપતા કાર્યક્રમનું આયોજન કરાયું

11:08 PM Jun 21, 2024 | Hardik Shah

Gujarat Science City ખાતે ગુજકોસ્ટના સહયોગથી ઈનસ્પેસ પ્રિ ઈન્ક્યુબેશન ઈન્ટરપ્રેન્યોરશિપ (PIE) ડેવલપમેન્ટ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજકોસ્ટના સલાહકાર ડો. નરોત્તમ સાહુ, ઈનસ્પેસના પીએમએ વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર ડો. પ્રણવ પી. સિંહ તેમજ ઈનસ્પેસના રેસિડેન્ટ એક્સપર્ટ શ્રી કે.એસ. પરીખ અને ગુજરાત સાયન્સ સિટી (Gujarat Science City) ના પોપ્યુલરાઈઝ વિભાગના જનરલ મેનેજર ડો. વ્રજેશ પરીખ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે ઈનસ્પેસના પીડી વિભાગના ડાયરેક્ટર ડો. વિનોદકુમાર અને સોશિયલ આલ્ફાના શ્રી હર્ષન ઓનલાઈન જોડાયા હતા.

PIE Development Program

ઉપસ્થિત મહાનુભાવોએ સહભાગી વિદ્યાર્થીઓને સ્પેસ ટેક્નોલોજી વિશે અને PIE ડેવલપમેન્ટ પ્રોગ્રામ વિશ રસપ્રદ માહિતી આપી હતી. મહત્વનું છે કે ગ્રેજ્યુએશન કરી ચૂકેલા, ગ્રેજ્યુએશનના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ MTechમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ઈનસ્પેસ દ્વારા જુદા જુદા ત્રણ તબક્કામાં 21 મહિનાનો ખાસ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે. ત્રણ મહિનાના પહેલા તબક્કા દરમિયાન વિદ્યાર્થીઓ તેમની ઈનોવેટિવ મોડેલ કે પ્રોડક્ટ અંગેનો આઈડિયા સબમિટ કરી શકે છે. જે પૈકી શ્રેષ્ઠ આઈડિયા રજૂ કરનારા 75 વિદ્યાર્થીઓને બીજા તબક્કા માટે પસંદ કરવામાં આવશે.

Pre-Incubation Entrepreneurship

બીજા તબક્કામાં વિદ્યાર્થીઓએ તેમનું મોડેલ કે પ્રોડક્ટ બનાવીને રજૂ કરવાના રહેશે. જેના માટે તેમને 2 લાખ રૂપિયાની ગ્રાન્ટ પણ આપવામાં આવશે. આ 75 વિદ્યાર્થીઓ પૈકી શ્રેષ્ઠ 20 મોડેલ કે પ્રોડક્ટની ત્રીજા અને અંતિમ તબક્કા માટે પસંદગી કરવામાં આવશે. જેમાં તેમના મોડેલ કે પ્રોડક્ટને સાકાર કરવા માટે 10 લાખ રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવશે તેમજ નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન પણ આપવામાં આવશે.

અહેવાલ – સંજય જોશી

આ પણ વાંચો – International Yoga Day : સાયન્સ સિટીમાં ભવ્ય ઉજવણી, 400-500 લોકો લેશે ભાગ

આ પણ વાંચો – ગુજરાત સાયન્સ સિટી ખાતે STI સમર કેમ્પનું સફળ સમાપન