Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ગુજરાત હાઇકોર્ટે પુષ્ટિમાર્ગીઓની અરજી ફગાવીને ‘Maharaj’ ફિલ્મને આપી લીલીઝંડી

09:06 PM Jun 21, 2024 | VIMAL PRAJAPATI

Maharaj: મહારાજ ફિલ્મ વિવાદને લઈને ગુજરાત હાઇકોર્ટમાં આજે ફિલ્મ પર લગાવેલો મનાઈ હુકમ રદ્દ કર્યો છે જેમાં ગુજરાત હાઇકોર્ટે પુષ્ટિમાર્ગીઓની અરજી ફગાવી દીધી છે. ફિલ્મ રિલીઝ માટે આપેલો સ્ટે હટાવ્યો છે. આ ઉપરાંત કોર્ટે ફિલ્મ જોઈ તેમાં કઈ પણ વિવાદિત જણાઈ આવતું નથી તેવું નોંધ્યું હતું. મહત્વનું છે કે, 1862 માં ચુકાદો આવ્યા બાદ 2013માં પુસ્તક લખાયું અને તે સમયે પણ સામાજિક સૌહાર્દ ખોરવાયું હોય તેવી કોઈ ઘટના પ્રકાશમાં આવી નથી તેવું કોર્ટે નોંધ્યું હતું. મહત્વનું છે કે, ફિલ્મ ‘મહારાજ’ (Maharaj) ની રિલીઝ પર રોક લગાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. ત્યારબાદ ફિલ્મ પ્રોડ્યુસર અને નિર્માતાઓ પણ કોર્ટમા પહોંચ્યા હતા.

OTT માટે સેન્સર બોર્ડની મંજૂરીની જરૂરિયાત નથી

આજે ગુજરાત હાઇકોર્ટમાં સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ એડવોકેટ ફિલ્મ પ્રોડ્યુસર અને નિર્માતાઓ વતી હાજર થઈ રજૂઆત કરી હતી કે OTT માટે સેન્સર બોર્ડની મંજૂરીની જરૂરિયાત નથી. આ ફિલ્મ (Maharaj) 1862ના કોર્ટના જજમેટ પર આધારિત છે. લેખક સૌરભ શાહ દ્વારા બુક લખાઈ છે તેના પર ફિલ્મ બની છે. અરજદાર 1862ના ચુકાદા અને 2013માં લખાયેલી બુકથી જાણકાર છે. અરજદારે અત્યાર સુધીમાં ઈન્ટરનેટ પર ઉપલબ્ધ મટિરિયલ અને બુક વિરૂદ્ધ કોઈ કાર્યવાહી કરી નથી. ફિલ્મમાં અમારા પૈસા લાગેલા છે. અમને કોઈ એડવાન્સ નોટિસ પણ આપવામાં નહોતી આવી. અમે પહેલેથી જ અમારી લોન્ચિંગ ડેટ ગુમાવી ચૂક્યા છીએ.

આ લીગલ હિસ્ટ્રી આધારિત મૂવી છે

સુપ્રીમ કોર્ટના ચુકાદાને સુનાવણી દરમિયાન ટાંકવામાં આવ્યા હતા. એક મહારાજે જે જીવન જીવ્યું તેના આધાર પર એક પત્રકારે રિપોર્ટિંગ કર્યું. બોમ્બે હાઈકોર્ટમાં કેસ ચાલ્યો અને મહારાજ દ્વારા કરાયેલો ડીફેમેશન કેસ રદ કરવામાં આવ્યો. ભારતીય કોર્ટ દ્વારા આપવામાં આવેલી ચુકાદો હતો ભલે તેમાં અંગ્રેજી ન્યાયાધીશ હતા પરંતુ ભારતીય અદાલત હતી. જેને કોર્ટનું જજમેન્ટ પસંદ હોય કે ના હોય તે માન્ય હોવું જોઈએ.આ લીગલ હિસ્ટ્રી આધારિત મૂવી છે, જો તમને ન ગમતું હોય તો ન જોવું જોઈએ.

આ ફિલ્મ 02 કલાક 20 મિનિટની છે

ઉલ્લેખનીય છે કે, 02 કલાક 20 મિનિટની ફિલ્મ છે. મહત્તમ ભાગમાં લાઈબ્લ કેસ ટ્રાયલ 20 મિનિટ દર્શાવવામાં આવી છે. સાક્ષી સહિતની બાબતો પણ આલેખાઈ છે. ફિલ્મમાં ચુકાદાને લઈને માત્ર એ જ બતાવવામાં આવ્યું છે કે 7 દિવસ કેસ ચાલ્યો છે, સાક્ષી તપાસ્યા છે અને કોઈ ચુકાદો કે જે તમામ ને વાચવા માટે ઉપલબ્ધ છે. ઈન્ટરનેટ પર બધા જોઈ શકે છે. તે ડીફેમેટ્રી નથી, તો ફિલ્મ કેવી રીતે? કોઈ પણ આધાર પુરાવા વગર, ખોટી માહિતીના આધારે આ કેસ કરવામાં આવ્યો છે. અમને જે પણ નોટિસ આપવામાં આવી તેનો અમે જવાબ આપ્યો છે અમારી પાસે CBFC સર્ટિફિકેશન છે. OTT પર રિલીઝ માટે આની જરૂર નથી તેમ છતાં અમારી પાસે છે.

ગુજરાત હાઇકોર્ટ અરજદારની અરજીઓ ફગાવી

અરજદાર તરકે વકીલની કોર્ટમાં દલીલ કરી હતી કે, નેટફલિક્ષ દ્વારા કહેવામાં આવ્યું કે આ જજમેન્ટ છે, ચુકાદો છે એમાં ખોટું શું છે? કોર્ટ કાર્યવાહી, સાક્ષી તપાસ અને વકીલની દલીલ અને તમામ બાબતો શરૂઆતથી જ ઇમ્યુન હોય છે. ત્યારે આજે ગુજરાત હાઇકોર્ટ અરજદારની અરજીઓ ફગાવતાં ફિલ્મ મહારાજને લીલીઝંડી આપી દેવામાં આવી હતી.

અહેવાલઃ કલ્પીન ત્રિવેદી, અમદાવાદ

આ પણ વાંચો: Bhavnagar: તસ્કરોની હિંમત તો જુઓ! આખો આઈસર ટ્રક લઈને આવ્યા ચોરી કરવા

આ પણ વાંચો: Bhavnagar મનપાના અધિકારી ફાલ્ગુન શાહ સામે દુષ્કર્મની ફરિયાદ, 4 વર્ષથી હતાં સંપર્કમાં

આ પણ વાંચો: Valsad: યુવતીએ પોતાના પુરૂષ મિત્ર માટે સગીરાને મિત્ર બનાવી ફસાવી, નરાધમે આચર્યું દુષ્કર્મ