Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

વડોદરામાં પ્રવેશના મુદ્દે શરું થયું Fight for MSU આંદોલન

12:58 PM Jun 18, 2024 | Vipul Pandya

Fight for MSU : વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિ.માં પ્રવેશનો મુદ્દે ગરમાયો છે. યુનિ.ના પૂર્વ વિદ્યાર્થીઓ, પૂર્વ સેનેટ અને સિન્ડીકેટ સભ્યો તથા વિદ્યાર્થી સંગઠનોએ ફાઇટ ફોર MSU ગ્રુપ (Fight for MSU ) બનાવી આંદોલન શરૂ કર્યું છે. વાઇસ ચાન્સેલરના રાજીનામાની માગ કરીને ગૃપ દ્વારા યુનિ.ની બોયઝ હોસ્ટેલથી હેડ ઓફીસ સુધી બેનર પોસ્ટર સાથે રેલી યોજી હતી અને વડોદરાના તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની માગ કરી હતી. યુનિ.માં પ્રવેશ ક્વોટા વધારવાની વિદ્યાર્થીઓએ માગ કરી હતી. વિદ્યાર્થીઓએ આ મામલે સત્તાધીશોને આવેદનપત્ર આપ્યું હતું. વિદ્યાર્થીઓએ આજે કાળો દિવસ મનાવ્યો હતો.

ફાઇટ ફોર MSU ગ્રુપે આંદોલન શરુ કર્યું

મહારાજા સયાજીરાવ યુનિ.માં પ્રવેશનો મુદ્દે વડોદરામાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. એક તરફ સાંસદ, ધારાસભ્યો સાથેની બેઠકમાં તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે તેવો દાવો કરાયો છે ત્યારે યુનિ.ના પુર્વ વિધાર્થીઓ, પૂર્વ સેનેટ-સિન્ડિકેટ સભ્યો અને વિદ્યાર્થી સંગઠનોએ ફાઇટ ફોર MSU ગ્રુપ બનાવી આંદોલન શરૂ કર્યું છે. વિદ્યાર્થીઓએ વાઇસ ચાન્સેલરના રાજીનામાની માગ કરીને યુનિ.ની બોયઝ હોસ્ટેલથી હેડ ઓફીસ સુધી બેનર પોસ્ટર સાથે રેલી યોજી હતી. પક્ષાપક્ષીથી દુર રહીને પૂર્વ વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. તમામે કાળા કપડા પહેરીને વિરોધ કર્યો હતો.

હેડ ઓફિસ ખાતે પોલીસનો કાફલો ખડકી દેવાયો

વિદ્યાર્થીઓએ વાઇસ ચાન્સેલર તાનાશાહી કરતા હોવાના આરોપ લગાવ્યા હતા. ફાઇટ ફોર MSU આંદોલનના પગલે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. હેડ ઓફિસ ખાતે પોલીસનો કાફલો ખડકી દેવાયો હતો. વિદ્યાર્થીઓએ આજનો દિવસ MSU માટે કાળો દિવસ હોવાનું જણાવ્યું હતું અને પોસ્ટરો અને બેનરો સાથે રેલી યોજી હતી. વિદ્યાર્થીઓ ભારે સુત્રોચ્ચાર કરીને હેડઓફિસના મુખ્ય દરવાજા સુધી પહોંચ્યા હતા જ્યાં પોલીસ સાથે ઘર્ષણ પણ થયું હતું.

આ પણ વાંચો—- MS University: આખરે VC પડ્યા ઘૂંટણિયે…લેવાયો આ નિર્ણય

આ પણ વાંચો– VADODARA : MSU માં સ્થાનિકોને એડમિશન નહી મળતા માનવ સાંકળ રચી વિરોધ

આ પણ વાંચો— VADODARA : MSU માં એડમિશન મામલે “તગડી” લડતના એંધાણ