Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Ahmedabad: સાબરમતી જેલમાંથી કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇનો વીડિયો વાયરલ

11:34 AM Jun 18, 2024 | VIMAL PRAJAPATI

Ahmedabad: અમદાવાદની સાબરમતી જેલમાં રહેલા લોરન્સ બિશ્નોઈનો વીડિયો વાયરલ થયો છે. મળતી જાણકારી પ્રમાણે વાત કરવામાં આવે તો લોરેન્સ બિશ્નોઇએ પાકિસ્તાનના મિત્રને વીડિયો કોલ કર્યો હોવાની વાત સામે આવી છે. નોંધનીય છે કે, લોરેન્સ બિશ્નોઇએ શહઝાદ ભાટીને ગુજરાત જેલમાંથી ઈદની શુભેચ્છા પાઠવી હતી. આખરે જેલમાં કોઈ કાયદા-કાનુન છે જ નહીં કે શું? શું સાબરમતી જેલ એ કોઈની માલિકીનું ઘર છે? જો નથી તો પછી કેદીઓ અને એમાં પણ ગેંગસ્ટરો ફોન કઈ રીતે વાપરી શકે છે?

શહઝાદ ભાટીને ગુજરાત જેલમાંથી ઈદની શુભેચ્છા પાઠવી

ક્રાઈનની દુનિયોના સૌથી મોટા ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ જેલમાં બેઠા બેઠા પાકિસ્તાનના મિત્રને ફોન કર્યો અને એ પણ વીડિયો કોલ! અહીં જેલ તંત્રની સૌથી મોટા નાકામી સાબિત થઈ છે. આ કામ જેલ અધિકારીઓની મિલી ભગત સિવાય તો શક્ય જ નથી. કારણે કે, આટલી સુરક્ષા હોવા છતાં ફોન તો ઠીક પરંતુ સ્માર્ટ ફોન કઈ રીતે જેલમાં પહોંચી જાય છે? આમાં બે જ કારણો હોઈ શકે છે, પહેલું કે જેલતંત્રની નાકામી હોય, તંત્ર ખોરવાયું હોય અથવા બાજુ કે, જેલના અધિકારીઓની મિલીભગત હોય!

ખેડૂત પરિવારનો પુત્ર ગેંગસ્ટર કરી રીતે બની ગયો?

તમને જણાવી દઈએ કે, લોરેન્સ બિશ્નોઈ ક્રાઈમની દુનિયાનો મોટો ગેંગસ્ટર છે. એક સામાન્ય ખેડૂત પરિવારનો પુત્ર અત્યારે સૌથી મોટો ગેંગસ્ટર બની ગયો છે. અત્યારે તે ખંડણી ઊઘરાવવાનો ધંધો કરે છે અને જો ખંડણી ન આપે તો હત્યા કરવી તેવા પણ કામો કરે છે. કાયદાની વાત કરવામાં આવે તો લોરેન્સ સામે હત્યા અને ખંડણી સહિતના અનેક ગુના નોંધાયેલા છે. નોંધનીય છે કે, અનેક લોકોને મારવાની ધમકીઓ પણ આપી ચુક્યો છે. અત્યારે તો તે અમદાવાદની સાબરમતી જેલમાં સજા ભોગવી રહ્યો છે. સજા ભોગવતો હોવ છતાં પણ છેલ્લા 10 વર્ષથી જેલમાંથી જ ગોરખધંધો ચલાવે છે. નોંધનીય છે કે, જેલમાં જ બેસીને સુખદેવ ગોગામેડીની હત્યા કરાવી હતી. એટલું જ નહીં પરંતુ સલમાન ખાનને પણ મારવાની ધમકી આપી ચુક્યો છે. થોડા સમય પહેલા જ સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરાવ્યું હતું.

આ પણ વાંચો: Sabarkantha: વડાલીના કુબાધરોદ ગામે તળાવમાં ડૂબી જતાં શ્રમિકનું મોત, ગામમાં શોકનો માહોલ

આ પણ વાંચો: Rajkot: ખીરસરા ગુરૂકૂળના સ્વામી સામે દુષ્કર્મ મામલે ભાયાવદર પોલીસે પીડિત યુવતીની ફરિયાદ નહીં લીધાનો આક્ષેપ

આ પણ વાંચો: Rajkot: અગ્નિકાંડમાં પોલીસ એક્શન મોડમાં, પુરાવા એકત્ર કરવા તપાસના ચક્રો તેજ