Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Himmatnagar: સ્પોર્ટ્સ બાઈકની ચોરી કરનાર ત્રણ આરોપી રાજસ્થાનમાંથી પકડાયા

09:58 AM Jun 18, 2024 | VIMAL PRAJAPATI

Himmatnagar: હિંમતનગર અને રાજસ્થાનના ઉદેપુર જિલ્લાના ભુપાલપુરા પોલીસ સ્ટેશનની હદમાંથી સ્પોર્ટ્સ બાઈકની ચોરી કરનાર ત્રણ આરોપીને સાબરકાંઠા એલસીબીએ બે દિવસ અગાઉ કાંકણોલ ગામની સીમમાંથી શંકાને આધારે ઝડપી લીધા હતા. ત્યારબાદ પોલીસે પુછપરછ કરતાં પકડાયેલા ત્રણેયે જવાબ ન આપતાં પોલીસે શંકાસ્પદ અને અંદાજે રૂપિયા 02.42 લાખના બે બાઈક ઝડપી લીધા હતા. ત્યારબાદ ત્રણેયની વધુ પુછપરછ કરતાં તેમણે સવા વર્ષ અગાઉ રાજસ્થાનના ઉદેપુર સ્થિત અશોકનગરમાંથી બાઈકની ચોરી કર્યાની કબુલાત કરી હતી.

પોલીસે કાંકણોલ ગામની સીમમાંથી શંકાને આધારે ઝડપ્યા

આ અંગે એલસીબીના પીઆઈ એસ.એન.કરંગીયા તથા પીએસઆઈ ડી.સી.પરમાર સ્ટાફના જણાવાયા મુજબ ગત તારીખ 16 જૂનના રોજ એલસીબીનો સ્ટાફ એ-ડીવીઝન પોલીસ સ્ટેશનની હદમાં આવેલ કાંકણોલ ગામની સીમમાં વાહન ચેકીંગ કરતા હતા. ત્યારે એક નંબર વગરની યામાહા લઈ ત્રણ જણા હિંમતનગર તરફ આવી રહ્યા હોવાની બાતમીને આધારે પોલીસે તેમને અટકાવી પુછપરછ કરી હતી. બાઈકના દસ્તાવેજી પુરાવા રજુ કરવા જણાવ્યુ હતુ. પરંતુ પકડાયેલા રણજીભાઈ હિરાલાલ ભગોરા, ચિરાગ સુરેશજી ભગોરા અને રાજપ્રેમ ઉર્ફે પીન્ટુ નારણજી ભગોરા (ત્રણેય રહે.સંચીયા, તા.બીંછીવાડા)ની અટકાયત કરી લેવામાં આવી હતી.

રૂપિયા 02.42 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો

આ ત્રણેયને હિંમતનગર લાવી વધુ પુછપરછ કરતાં પકડાયેલા ત્રણ તથા નહીં પકડાયેલ કમલેશજી નારાણજી ભગોરાએ સાથે રહીને હિંમતનગરમાંથી આઠેક મહિના અગાઉ સ્પોર્ટસ બાઈકની ચોરી કરી હતી. જેથી પોલીસે પુછપરછના અંતે અંદાજે રૂપિયા 01.37 લાખનું બાઈક તથા ભુપાલપુરા પોલીસ સ્ટેશનની હદમાંથી રૂપિયા 90 હજારનું બાઈક કબ્જે લીધુ હતુ. આમ, એલસીબીએ ત્રણેયને ઝડપી લીધા બાદ રૂપિયા 02.42 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો અને બાઈક ચોરીમાં સંડોવાયેલા કમલેશજી ભગોરાને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કરી દીધા હતા.

અહેવાલઃ યશ ઉપાધ્યાય, સાબરકાંઠા

આ પણ વાંચો: Sabarkantha: વડાલીના કુબાધરોદ ગામે તળાવમાં ડૂબી જતાં શ્રમિકનું મોત, ગામમાં શોકનો માહોલ

આ પણ વાંચો: Rajkot: ખીરસરા ગુરૂકૂળના સ્વામી સામે દુષ્કર્મ મામલે ભાયાવદર પોલીસે પીડિત યુવતીની ફરિયાદ નહીં લીધાનો આક્ષેપ

આ પણ વાંચો: Rain Forecast: રાજ્યમાં 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, અમદાવાદમાં આજે વરસાદ પડવાની શક્યતા