Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Rajkot: માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, સ્વિમિંગ પુલમાં ડૂબવાથી બે બાળકીઓના મોત

01:20 PM Jun 17, 2024 | VIMAL PRAJAPATI

Rajkot Swimming Pool: રાજકોટમાં એક એવો બનાવ બન્યો છે, જેના કારણે વ્યક્તિનો જીવ પણ કકળી ઉઠે. વિગતે વાત કરવામાં આવે તો રાજકોટમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. નોંધનીય છે કે, બે બાળકીના સ્વિમિંગ પુલ (Swimming Pool)માં ડૂબી જતા મોત થયાના સમાચાર સામે આવ્યા છે. રાજકોટ  (Rajkot)માં નેપાળી પરિવારની બે બાળકીના ડૂબી જતા મોત થયા છે. મળતી વિગતો પ્રમાણે રૈયા ગામના શિલ્પન ઓનેક્સમાં આવેલા સ્વિમિંગ પુલની ઘટના સામે આવી છે.

રાજકોટના શિલ્પન ઓનેક્સમાં આવેલા સ્વિમિંગ પુલમાં બની ઘટના

ઉલ્લેખનીય છે કે, બંને બાળકીઓ મોત થયું છે તે બાળકીઓ ત્રણ-ત્રણ વર્ષની હોવાનું સામે આવ્યું છે. અગાઉ નેપાળી પરિવારના પુત્રનું ડૂબી જતા મોત થયું હતુ. નોંધનીય છે કે, રૈયા ગામ નજીક આવેલા શિલ્પન ઓનેક્સ નામની બિલ્ડિંગમાં આવેલા સ્વિમિંગ પુલમાં ડૂબી જવાના કારણે મોત થયું છે. મળતી જાણકારી પ્રમાણે પ્રકૃતિ ગોકુલ ચાંદ અને મેનુકા પ્રકાશ સિંઘ નામની બાળકીઓના થયાના સમાચાર સામે આવ્યા છે. થોડા મહિના અગાઉ પણ નેપાળી પરિવારના પુત્રનું સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાના કારણે મોત નીપજ્યું હતું.

થોડા સમય પહેલા પણ બની હતી મોતની ઘટના

તમને જણાવી દઇએ કે, અત્યારે રાજકોટમાં ગેમ ઝોન અગ્રિકાંડનો મામલો શાંત થયો પણ નથી. ત્યારે રાજકોટ અત્યારે શિલ્પન ઓનેક્સમાં આવેલા સ્વિમિંગ પુલની ઘટના સામે આવી છે. આ શિલ્પન ઓનેક્સમાં આવેલા સ્વિમિંગ પુલમાં બે બાળકીઓના મોત થયાના સમાચાર સામે આવ્યા છીએ. વિગતે વાત કરવામાં આવે તો અત્યારે નેપાળી પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. કારણે કે, પોતાના વહાલ સોયા સંતાનોને શિલ્પન ઓનેક્સમાં આવેલા સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી ખોઈ દીધા છે. સ્વાભાવિક છે કે, પોતાના બાળકોને સ્વિમિંગ પુલમાં મુકતા પહેલા માતા-પિતાએ ખાસ ધ્યાન રાખવું આવશ્યક છે, જેથી આવા બનાવો ના બને.  રાજકોટમાં બનેલી આ ઘટના માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો છે.

આ પણ વાંચો: Rajkot TRP: સરકાર દ્વારા ત્રણ ઉચ્ચતર અધિકારીઓની બનાવાઇ સમિતિ

આ પણ વાંચો: Ahmedabad: લોકોને કરવું પડશે ચિપકો આંદોલન! વિકાસના નામે થઈ રહ્યું છે વૃક્ષોનું નિકંદન

આ પણ વાંચો: Junagadh: ઓઝત ડેમ-2 માંથી સિંહનો મૃતદેહ મળ્યો, શોર્ટ આપી હત્યા કરાઈ હોવાની આશંકા