Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Ahmedabad: લોકોને કરવું પડશે ચિપકો આંદોલન! વિકાસના નામે થઈ રહ્યું છે વૃક્ષોનું નિકંદન

11:29 AM Jun 17, 2024 | VIMAL PRAJAPATI

Ahmedabad: રાજ્યમાં આ વખતે રેકોર્ડ બ્રેક ગરમી પડી છે. જેના કારણે અનેક લોકો હેરાન થયા છે, જ્યારે કેટલાકના તો જીવ પણ ગયા છે. નોંધનીય છે કે, વિકાસ કરવો ખુબ જ જરૂરી છે પરંતુ આ વિકાસ પ્રકૃતિને નુકસાન પહોંચીને થતી હોય તો તેવો વિકાસ શું કામનો? મળતી વિગતો પ્રમાણે અમદાવાદ (Ahmedabad)માં વિકાસના નામે વૃક્ષોનું નિકંદન થઈ રહ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો અમદાવાદના પાંજરાપોળ ચાર રસ્તા પર બ્રિજ બનાવવા વૃક્ષો કાપવામાં આવી રહ્યા છે. નોંધનીય છે કે, વૃક્ષો કપાતા અત્યારે સ્થાનિકોએ ઉગ્ર વિરોધ નોંધાવી રહ્યા છે.

સ્થાનિકોના વિરોધ વચ્ચે પણ 3 વૃક્ષો કાપવામાં આવ્યા

ઉલ્લેખનીય છે કે, સ્થાનિકોના વિરોધ વચ્ચે પણ 3 વૃક્ષો કાપવામાં આવ્યા છે. આ ત્રણ વૃક્ષોની સ્થાનિકો દ્વારા પૂજા કરવામાં આવી છે. નોંધનીય છે કે, વૃક્ષોની પૂજા કરી અનોખો વિરોધ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં પરંતુ સ્થાનિકોની માગ છે કે, આ વૃક્ષો કપાવવા જોઈએ નહીં. કારણે કે વૃક્ષોના સહારે કેટલાય લોકો જીવતા હોય છે. અત્યારે AMC ના અનેક અધિકારી પદાધિકારીને મળી રજુઆત કરવામાં આવી છે. અનેક રજૂઆત બાદ પણ યોગ્ય જવાબ મળ્યા નથી.

પ્રકૃતિનો નાશ કરીને કરવામાં આવેલો વિકાસ શું કામનો?

આખરે શા માટે આવી રીતે વૃક્ષોનું નિકંદન કરવામાં આી રહ્યું છે. પ્રકૃતિનો નાશ કરીને કરવામાં આવેલો વિકાસ શું કામનો? શું તંત્ર વૃક્ષોને બચાવીને વિકાસ ના કરી શકે? અત્યારે ટેક્નોલોજી ઘણી આગળ વધી ગઈ છે, તો બધુ જ શક્ય છે. પ્રકૃતિ સાથે પણ વિકાસ થઈ શકે તેમ છે. પરંતુ અહીં તો તંત્ર જાણે કુદરતનું દુશ્મન બની ગયું છે. અહીં 60 વર્ષ જૂના વૃક્ષો કાપવામાં આવી રહ્યા છે. અને એ પણ એક બ્રિજ બનાવવા માટે! આવો બ્રિજ શું કામનો? લોકો પણ આનો આકરો વિરોધ કરી રહ્યા છે.

આટલી ગરમી પડવા છતાં તંત્રને ભાન થતું નથી

એકબાજુ તંત્ર વૃક્ષારોપણની વાતો કરે છે અને બીજૂ બાજુ આવા મહાકાય વૃક્ષો કાપી રહ્યું છે. આખરે તંત્રના અધિકારીઓ સાબિત શું કરવા માંગ છે? આટલી ગરમી પડવા છતાં પણ કેમ તેઓને ભાન નથી થતું. લોકોનું કહેવું છે કે, પ્રકૃતિનો નાશ કરીને વિકાસ કરવામાં આવતો હોય તો આવો વિકાસ અમારે નથી જોઈતો! તમને જણાવી દઇએ કે, અત્યારે ચિપકો આંદોલન જેવી સ્થિતિ આવીને ઊભી છે. લોકોએ હવે ચિપકો આંદોલન કરવું જ પડશે, બાકી તંત્ર ક્યારેય પ્રકૃતિનો બચાવ કરવાનું નથી.

આ પણ વાંચો: Panchmahal: મોરવા હડફના મોરા ગામની નિરાધાર મહિલાને ચોમાસા પૂર્વે મળી છત

આ પણ વાંચો: Rain Update: રાજ્યમાં મેઘરાજાનું આગમન, 24 કલાકમાં 25 તાલુકામાં વરસાદ

આ પણ વાંચો: Junagadh: ઓઝત ડેમ-2 માંથી સિંહનો મૃતદેહ મળ્યો, શોર્ટ આપી હત્યા કરાઈ હોવાની આશંકા