Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Review Meeting : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને સમીક્ષા બેઠક

10:30 AM Jun 17, 2024 | Vipul Pandya

Review Meeting : લોકસભા ચૂંટણી પૂર્ણ થઇ ગઇ છે ત્યારે હવે રાજકીય પક્ષો ચૂંટણી પરિણામોનું વિશ્લેષણ (Review Meeting) કરી રહ્યા છે. સતત બે ચૂંટણીમાં ગુજરાતમાં 26 બેઠકમાંથી 26 બેઠક મેળવનાર ભાજપને આ વખતે ચૂંટણીમાં જીતની હેટ્રીક મળી શકી નથી. ભાજપને 25 બેઠકો પર જ કોંગ્રેસે રોકી દીધી હતી અને બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસના ગેનીબેન ઠાકોર વિજેતા થયા છે. લોકસભા ચૂંટણીના પરિણામો અંગે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને ખાસ મહત્વની ગણી શકાય તેવી સમીક્ષા બેઠક યોજાઇ રહી છે.

ભાજપ સંગઠનના પદાધીકારીઓ પણ આ બેઠકમાં હાજર રહેશે

લોકસભા ચૂંટણીના પરિણામોમાં હારની સમીક્ષા શરુ થઇ ગઇ છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને લોકસભા ચૂંટણીના પરિણામોની સમીક્ષા કરવા ખાસ બેઠક મળી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં યોજાયેલી આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી અને ગુજરાત ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ પણ હાજર રહેશે. ભાજપ સંગઠનના પદાધીકારીઓ પણ આ બેઠકમાં હાજર રહેશે

બનાસકાંઠાની બેઠકમાં પરાજયની થશે સમીક્ષા

ગુજરાતમાં આ વખતની ચૂંટણીમાં 26માંથી 25 બેઠકો ભાજપ જીતી ગયું હતું પણ બનાસકાંઠા બેઠક જીતવામાં અસફળ રહ્યું હતું. ખાસ કરીને બનાસકાંઠા બેઠક પર ભાજપનો કેમ પરાજય થયો તેના કારણોની ઉંડી ચર્ચા કરવામાં આવશે. બેઠકમાં ભાજપના તમામ સાંસદો, શહેર જીલ્લાના પ્રભારીઓ અને પ્રમુખો પણ હાજર રહેશે. બેઠકમાં બનાસકાંઠામાં ભાજપની હારના કારણો શું છે. કોણે પક્ષ વિરુદ્ધ કાર્ય કર્યું છે તે સહિતના મુદ્દાઓની પણ ચર્ચા કરવામાં આવી શકે છે. બનાસકાંઠામાં પાર્ટી વિરુદ્ધ કામ કરનારાની પણ ચર્ચા થશે.

કેટલીક બેઠકોમાં ભાજપના અસંતુષ્ટની વિગત એકત્રિત થશે

ઉપરાંત કેટલીક બેઠકો એવી પણ છે જ્યાં ભાજપને સંતોષ થાય તેટલી લીડ મળી શકી નથી. આવી બેઠકો પર પણ કેમ લીડ ઘટી તેના કારણોની ચર્ચા થશે. કેટલીક બેઠકો પર ભાજપના અસંતુષ્ઠો સક્રિય રહ્યા હોવાની માહિતી પણ પક્ષને મળી છે તેથી તે બેઠકોની સ્થિતિની પણ ઉંડીચર્ચા કરવામાં આવી શકે છે. આ અસંતુષ્ઠોની વિગતો પણ એકત્રીત કરવામાં આવશે. આજની બેઠકમાં વિધાનસભાની પેટાચૂંટણીમાં વિજેતા બનેલા ભાજપના પાંચ ધારાસભ્યો પણ હાજર રહેશે.

આ પણ વાંચો– Gujarat: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખેડા તાલુકા સેવા સદનની ઓચિંતી મુલાકાતે પહોંચ્યા

આ પણ વાંચો—- “બધી કિટલીઓ શાંત થઇ જશે”…CMનો પારો આસમાને…!