Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Bharuch: આમોદ પંથકમાં બકરા ઈદને લઇ વૈમનષ્ય ફેલાવાનું કૃત્ય કરનાર મૌલવીની ધરપકડ

11:10 PM Jun 16, 2024 | VIMAL PRAJAPATI

Bharuch: ભરૂચ જિલ્લામાં બકરા ઈદની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં થાય તે માટે પોલીસ પણ સજજ બની છે. તેવામાં જ આમોદ તાલુકાના એક મૌલવીએ હિન્દુ સમાજની લાગણી દુભાય તેવી ગાયના કતલની પોસ્ટ પતવા તરીકે વાયરલ કરી હતી. જેથી અત્યારે પોલીસે મૌલવીની ધરપકડ કરી લીધી છે. આ સાથે મૌલવીની અગાઉ આદિવાસીઓના ધર્માંતરણ પ્રકરણમાં પણ સંડવણી હોવાના કારણે ગુનો દાખલ કરી કાર્યવાહી કરી છે.

ગંભીર પ્રકારનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરાઈ

ભરૂચ (Bharuch)જિલ્લાના આમોદ તાલુકાના એક મૌલવીએ બકરા ઈદને લઇ કુરબાનીનો તરીકો પોસ્ટ સોશિયલ મીડિયા ઉપર વાઇરલ કર્યો હતો. જેમાં મોટા પશુઓની કતલમાં ગાયનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જેનાથી હિન્દુ સમાજની ધાર્મિક લાગણીઓ દુરભાઈ તેવું કૃત્ય દારૂલ ઉલુમ બરકાતે ખ્વાજા આમોદના નેજા હેઠળ હતું. જે પોલીસના ધ્યાને આવતા તપાસ કરવામાં આવતા આ કુરબાનીનો ફતવો વાયરલ કરનાર મૌલવી અબ્દુલ રહીમ રાઠોડનાઓએ પોતાના મોબાઈલમાંથી થયું હોવાનું ફલિત થયું હતું. તે મોલવીએ સૌપ્રથમ સોશિયલ મીડિયા ઉપર માફીની પોસ્ટ મૂકી હતી. પરંતુ બકરા ઇદના તહેવારને લઈ પોલીસે ધાર્મિક લાગણી દુર્ભાય તેવું કૃત્ય કરનાર મોલવુ અબ્દુલ રહીમ રાઠોડની ધરપકાર કરવામાં આવતા તેની સામે વિવિધ આઈપીસીની કલમ તથા સાઈબર એકટ હેઠળ ગુનો દાખલ કરી ધરપકડ કરવામાં આવી હતી.

ગંભીર પ્રકારનો ગુનો દાખલ કરી તેની ધરપકડ

સમગ્ર પ્રકરણમાં તપાસ કરતા ઝડપાયેલા મૌલવી અબ્દુલ રહીમ રાઠોડ અગાઉ તાલુકાના કાંકરિયા ગામના આદિવાસી લોકોને ધર્માંતરણ કરવામાં પણ સંડોવાયેલો હોય જેથી તે ગુનામાં પણ તેની ધરપકડ કરવામાં આવી હતી. તાજેતરમાં બકરી ઈદમાં જ વૈયમનષ્ય ફેલાવવાનું કૃત્ય કરનાર મોલવી સામે ગંભીર પ્રકારનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરવામાં આવી છે. અત્યારે મૌલવી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અહેવાલઃ દિનેશ મકવાણા, ભરૂચ

આ પણ વાંચો: Manjusar GIDC: 20 કામદારોની આંગળાઓ કપાઈ છતાં કંપની વળતર આપવા તૈયાર નથી! મામલો પોલીસ મથકે

આ પણ વાંચો: Rath Yatra ની તૈયારીઓ સાથે ભગવાનના વાઘા પણ તૈયાર, ભક્તોમાં ભારે ઉત્સાહનો માહોલ

આ પણ વાંચો: ગટર લાઇનની કામગીરી કરતા તંત્ર બન્યું બેદરકાર, Gujarat First એ નિભાવી જાગૃત નાગરિકની ફરજ