Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Dahod: લ્યો બોલો! ફરિયાદી ખુદ આરોપી નીકળ્યો, જમીન NA ના નકલી હુકમો મામલે નવો વળાંક

10:32 PM Jun 15, 2024 | VIMAL PRAJAPATI

Dahod: દાહોદમાં ખેતીલાયક જમીનના બિનખેતીના નકલી હુકમો મામલે ફરીયાદ નોંધાતા પોલીસે તપાસમાં જિલ્લા પંચાયત વતી ફરિયાદી બનેલા ઈન્ચા.ચીટનીશ વિજય ડામોર (in-charge Chitnish Vijay Damor)ની સંડોવણી આવતા તેમની ધરપકડ કરી લેવામાં આવી છે. દાહોદ (Dahod) જિલ્લામાં નકલી કચેરી બાદ બિનખેતીના નકલી હુકમો પણ સામે આવ્યા છે જે અંતર્ગત દાહોદ બી ડીવીઝન પોલીસ મથકે જિલ્લા પંચાયત વતી દાહોદ જિલ્લા પંચાયતના ઈન્ચાર્જ નાયબ ચીટનીસ વિજય ડામોર ફરિયાદી બન્યા હતા.

નકલી હુકમો તૈયાર કરનાર મુખ્ય સૂત્રધાર રિમાન્ડ ઉપર

નોંધનીય છે કે, આ બાબતે ફરિયાદ નોધાતા દાહોદ (Dahod) પોલીસે શૈશવ પરીખ, તેમજ ઝકરીયા ટેલર નામના બે બિલ્ડરની ધરપકડ કરી તપાસનો દોર શરૂ કર્યો હતો. ઝકરીયા જ્યુડીશયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. જ્યારે નકલી હુકમો તૈયાર કરનાર મુખ્ય સૂત્રધાર પોલીસ રિમાન્ડ ઉપર છે. તેની પૂછપરછ અને દસ્તાવેજી પુરાવા તેમજ સરકારી સહેડોના નિવેદનોના આધારે દાહોદ જિલ્લા પંચાયતના ઈન્ચાર્જ ચિટનીસ વિજય ડામોરની સંડોવણી બહાર આવતા ગતરોજ પોલીસે જિલ્લા પંચાયત રાઉન્ડ અપ કરી પૂછપરછમાં તેમણે કબૂલાત કરી હતી. જેમાં નકલી હુકમો માં સરકારી રાઉન્ડ સીલ મારવામાં વિજય ડામોર ની સંડોવણી હતી.

આ મામલે વધુ ખુલાસા થઈ શકે તેવી શક્યતાઓ

આ સિવાય મામલતદાર કચેરી તરફથી જમીનની ચકાસણી બાબતેના પત્ર વ્યવહારમાં ખોટો પત્ર પણ લખ્યો હતો એટ્લે સમગ્ર નકલી હુકમો તૈયાર કરવામાં સરકારી કચેરીના સિક્કા તેમજ પત્ર વ્યવહાર વિજય ડામોરે સંભાળ્યો હતો. વિજય ડામોર ફરિયાદીમાંથી આરોપી બનતા જિલ્લા પંચાયતમાં હાડકંપ મચી ગયો છે. પોલીસે વિજય ડામોરની ધરપકડ કરી રિમાન્ડ માંગવા માટેની તજવીજ હાથ ધરી છે, ત્યારે નકલી એનએ મામલે વધુ ખુલાસા થઈ શકે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. જો કે, અત્યારે તો આરોપી સામે કાયદેસરની કાર્યવાહી ચારી રહીં છે.

અહેવાલઃ સાબીર ભાભોર, દાહોદ

આ પણ વાંચો: Rajkot: સ્વામિનારાયણ સંપ્રદાય પર વધુ એક કલંક! ઉપલેટાના ભાયાવદરમાં બે સંતો પર દુષ્કર્મની ફરિયાદ

આ પણ વાંચો: ‘સંપ્રદાયના બંધારણ પ્રમાણે પગલા લીધા જ છે’ વાયરલ વીડિયો વિવાદમાં Kothari Swami નું નિવેદન

આ પણ વાંચો: Bharuch: ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટું કૌભાંડ, નરેશ જાનીનો CM કરતા વધારે દબદબો?