Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Sarhad Dairy : શ્રી વડવાળા હનુમાન મંદીરની ગૌ શાળામાં અપાયો લીલો ચારો

12:33 PM May 15, 2024 | Vipul Pandya

Sarhad Dairy : હાલમાં સમગ્ર કચ્છમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને આ ગરમી માં માનવીઓ સાથે પશુઓ પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે સરહદ ડેરી (Sarhad Dairy) દ્વારા ચાંદરાણી સ્થિત શ્રી વડવાળા હનુમાન મંદીરની ગૌ શાળા ખાતે ૧૫ એકરમાં લીલો ચારો આપીને ૭૦૦ ગાયો ને ઠંડક પ્રસરાવતું કાર્ય કરવામાં આવ્યું છે.

ગૌ શાળા ખાતે ૧૫ એકરમાં લીલો ચારો આપવામાં આવ્યો

ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે અને તેવા સમયે પશુઓને લીલો ચારો મળી રહે અને પશુઓને રાહત મળે તે હેતુ થી કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. “સરહદ ડેરી” દ્વારા તારીખ ૧૩-૦૫-૨૦૨૪ ના રોજ અમૂલ ફેડરેશનના વાઇસ ચેરમેન અને સરહદ ડેરીના સ્થાપક ચેરમેન વલમજીભાઈ હુંબલ દ્વારા ચાંદરાણી સ્થિત શ્રી વડવાળા હનુમાન મંદીરની ગૌ શાળા ખાતે ૧૫ એકરમાં લીલો ચારો આપવામાં આવ્યો હતો.

સેવાને બિરદાવાઇ

લીલો ઘાસચારો ખાતા ગાયોના મોઢા પર સુખદ હાવભાવ જોવા મળ્યો હતો. આ સેવાને શ્રી વડવાળા હનુમાન મંદિરની ગૌ શાળા દ્વારા બિરદાવવામાં આવી હતી.

આ પણ વાંચો—- weather Forecast : આગામી 3 દિવસ ગુજરાતને ઘમરોળશે કમોસમી વરસાદ! આ જિલ્લાઓમાં માવઠાંની વકી

આ પણ વાંચો—- Chhota Udepur: કમોસમી વરસાદ સાથે પવન ફૂંકાતા જગતનો તાત ચિંતિત, મોઢામાં આવેલો કોળિયો છીનવાયો

આ પણ વાંચો– Rain Forecast : ભારે પવનના લીધે અનેક જગ્યાએ ઝાડ ધરાશાયી, પાકને નુકસાનથી જગતનો તાત ચિંતામાં

આ પણ વાંચો— Gujarat: વરસાદ અને પવન ફૂંકાવાથી સર્જાયેલી સ્થિતિની સમિક્ષા તાત્કાલિક હાથ ધરવા મુખ્યમંત્રીનો આદેશ, તંત્ર એલર્ટ