Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

PORBANDAR : હવે તો ડોક્ટર પણ નકલી! માત્ર 10 ધોરણ સુધી અભ્યાસ કરેલો બોગસ ડૉક્ટર રંગેહાથ ઝડપાયો

10:42 PM May 14, 2024 | Harsh Bhatt

PORBANDAR : પોરબંદર ( PORBANDAR ) તાલુકાના માધવપુર ગામેથી બોગસ તબીબ ઝડપાયો છે. પોરબંદર ( PORBANDAR ) જિલ્લા SOG ને મળેલી બાતમીના આધારે માધવપુરમાંથી ડિગ્રી વગરનો ડોક્ટર ઝડપાયો છે. લોકોના આરોગ્ય સાથે છેડા કરનાર તબીબને ઝડપી લઇ તેની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

આરોપી માત્ર 10 ધોરણ અભ્યાસ કરેલો

પોરબંદર ( PORBANDAR ) જિલ્લામાંથી વધુ એક વખત બોગસ તબિબ ઝડપાયો છે.પોરબંદર જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાની સૂચના અને SOG ના પીએસઆઇ આર પી ચુડાસમાના માર્ગદર્શનમાં પોરબંદર SOG ના હેડ કોન્સ્ટેબલ ભરતસિંહ ગોહિલને મળેલ હકીકતના આધારે માધવપુરમાં કન્યા શાળા નજીક રેઇડ દરમીયાન બોગસ તબીબ રંગેહાથે ઝડપાયો હતો. આ તબીબનું નામ ભગવાનજી કારિયા છે જે છેલ્લા નવ એક માસથી પ્રેક્ટિસ કરતો હતો તેવું જાણવા મળે છે.

લોકોના આરોગ્ય સાથે છેડા કરનાર બોગસ તબિબ સામે પોરબંદર SOG ની કાર્યવાહી

ગુજરાત મેડીકલ પેકટીશનર એકટ 1963 ની કલમ- 30 મુજબ આરોપી ભગવાનજી કારિયા કોંઇપણ જાતના ડોકટરની માન્ય યુનિવર્સિટીની લાયકાત કે ડીગ્રી ન હોવા છતા બોગસ ડોકટર તરીકે મેડીકલ પ્રૅક્ટિસ કરી કેપ્સ્યુલ તથા ઇન્જેક્શનો વગેરે દવાઓ આપી પ્રૅક્ટિસ કરી કેપ્સ્યુલ તથા ટેબ્લેટ તથા ઇન્જેક્શનો તથા મેડીકલ તપાસણીના સાધનો સ્થળ મળી આવ્યા હતા. કુલ કિંમત રૂ.97978 તથ રોકડ રૂપિયા 2830/- મળી કુલ રૂપિયા 100808/- નો મુદામાલ આરોપી બોગસ તબીબે પોતાના કબ્જામાં રાખી અન અધીકૃત રીતે અન્ય વ્યકિતની શારીરિક સલામતી જોખમમાં મુકાય એવી રીતે બેદરકારીથી મેડીકલ પ્રૅક્ટિસ કરતો મળી આવતા પોરબંદર SOG એ બોગસ તબિબ વિરુધ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અહેવાલ : કિશન ચૌહાણ 

આ પણ વાંચો : ગંગોત્રી-યમનોત્રીમાં ગુજરાતના યાત્રિકોને સરળતાથી માર્ગ મળે તે માટે રાજ્ય સરકારના પ્રયાસોને સફળતા મળી