Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Amit Shah EXCLUSIVE Conversation: ક્ષત્રિય આંદોલન પર પહેલીવાર અમિત શાહે તોડ્યુ મૌન

08:24 PM May 04, 2024 | VIMAL PRAJAPATI

Amit Shah EXCLUSIVE conversation: ગુજરાતમાં અંતિમ તબક્કાનો પ્રચાર ચાલી રહ્યો છે. તેવામાં કેન્દ્રીય તમામ નેતાઓ પ્રચાર પ્રસાર માટે ગુજરાતમાં આવી પહોંચ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી માંડીને અમિત શાહ સહિતના તમામ દિગ્ગજ નેતાઓ આજે ગુજરાતમાં વિવિધ સ્થળો પર રેલીઓ સંબોધિત કરી રહ્યા છે. અમિત શાહે ગુજરાતમાં તમામ સીટો પર જીત પ્રાપ્ત કરીને કોંગ્રેસનો વ્હાઇટ વોશ કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ગુજરાતમાં ભાજપ પોતાના તમામ દમખમ સાથે લડી રહ્યું છે. તેવામાં આજે ગુજરાતમાં પ્રચાર માટે આવેલા દેશના ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહે Gujarat First ના એડિટર વિવેક ભટ્ટ સાથે Exclusive વાતચીત કરી હતી. જેમાં તેમણે હૈયુ ખોલીને પોતાના નિખાલસ જવાબો આપ્યા હતા.

અનેક મુદ્દાઓ પર અમિત શાહે કરી ચર્ચા

અમિત શાહે આતંકવાદથી માંડીને PoK, નક્સલવાદ, રાજકારણ, રાજકીય પરિસ્થિતિ, અર્થતંત્ર, વિદેશમાં ભારતીયોની શક્તિ સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. ગુજરાતમાં જે પ્રકારે ભાજપનો પ્રચંડ પુર છે ગુજરાતીઓ તમામ ભાજપના ઉમેદવારોને ન માત્ર જીતાડશે પરંતુ અભુતપૂર્વ બહુમતી સાથે જીતાડશે. ગુજરાતીઓ ભારતને ત્રીજા નંબરનું અર્થતંત્ર બનાવવા માટે ભરપુર યોગદાન આપશે. ગુજરાતીઓનો મત કોઇ ઉમેદવારને નહીં પરંતુ સીધો જ નરેન્દ્ર મોદીને જઇ રહ્યો છે તેવું જ માનવું જોઇએ. ગુજરાતીઓ પહેલાથી વ્યાપારીક બુદ્ધિ ધરાવતા લોકો છે. તેથી કોને મત આપવો તે અંગે કાંઇ પણ કહેવાની જરૂર નથી તેઓ સમજીને જ સાચા વ્યક્તિને મત્ત આપતા આવ્યા છે અને આ ચૂંટણીમાં પણ આપશે.

અમિત શાહે અનેક મુદ્દાઓ વિશે ખુલ્લા મનથી કરી ચર્ચા

ગુજરાત ફર્સ્ટ સાથે ભારતના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ખાસ વાતચીત કરી હતી. ખાસ વાતચીતમાં અમિત શાહે અનેક મુદ્દાઓ વિશે ખુલ્લા મનથી ચર્ચા કરી હતી. નોંધનીય છે કે, ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈ પ્રચારનો અત્યારે આખરી ઓપ છે. નોંધનીય છે કે, અમિત શાહ અત્યારે ગુજરાતમાં પ્રચાર માટે આવ્યા છે. આ દરમિયાન તેમણે ગુજરાત ફર્સ્ટને ખાસ ઇન્ટરવ્યૂ આપ્યું જેમાં આતંકવાદ, નક્સલવાદ અને લોસકભાના પ્રચાર સહિત અનેક મુદ્દાઓની ચર્ચાઓ કરી હતી.

અમિતભાઈ કેવો માહોલ છે અત્યારે ગુજરાતમાં? ગુજરાત ફર્સ્ટ

ગુજરાત અને સમગ્ર દેશમાં નરેન્દ્ર મોદીને સાતત્યપૂર્ણ રીતે ત્રીજીવાર વડાપ્રધાન બનાવવા માટે દેશના લોકો તૈયાર છે. ગુજરાતમાં 26માંથી 26 ભારતીય જનતા પાર્ટી જીતે તેના માટે 7 મી તારીખની ગુજરાતની જનતા પાર્ટી રાહ જોઈ રહીં છે.

અમિતભાઈ કોંગ્રેસના મેનિફેસ્ટો અંગે તમારૂ શું કહેવું છે? ગુજરાત ફર્સ્ટ

કોંગ્રેસ છેક 70 ના દશકથી સતત એપિસમેન્ટનું રાજકારણ કરવાનું નક્કી કર્યું છે. કોંગ્રેસ ભારતને મુઘલ કાલીન યુગમાં પાછા લઈ જવા માંગે છે. ભારત યૂસીસી દ્વારા દેશને એક કરવાનો પ્રયત્ન કરી રહીં છે. કોંગ્રેસ મુસ્લિમ પર્સલન લો પાછો લાવવો જોઈએ તેવું ઇચ્છે છે.

કોંગ્રેસે તમારો ફેક વીડિયો વાયરલ કર્યોઃ ગુજરાત ફર્સ્ટ

ફેક વીડિયા મામલે જનતા સામે તેઓ એક્પોઝ થઈ ચૂક્યા છે. ક્રિમિનલ ફરિયાદ પણ કરવામાં આવી છે. એરેસ્ટ પણ ચાલું થઈ છે અને હવે તે લોકોએ રોવાનું ચાલું કર્યું છે કે, અમારી પર પોલીસ આવે છે. અમિત શાહે કહ્યું કે, આટલા માટે પવિત્ર ચૂંટણીમાં ફેક વીડિયો બનાવી વોટ માંગવાની ચેસ્ટા કરો તો, કાયદો કાયદાનું કામ ના કરે? કોંગ્રેસની આ હાર સ્વીકારી લેવાની સૌથી મોટી નિશાની છે.

કોંગ્રેસ કહે છે તેમે આરક્ષણના વિરોધી છો? ગુજરાત ફર્સ્ટ

કોંગ્રેસના આરોપ લગાવવાથી કઈ નથી થવાનું. 10 વર્ષની પૂર્ણ બહુમતની નરેન્દ્ર મોદી સરકાર દેશમાં ચાલે છે. અમે આરક્ષણ ખતમ નથી કર્યું, જ્યારે કોંગ્રેસ પાર્ટીએ કર્ણાટક અને આંધ્ર પ્રદેશમાં એસસી, એસટી અને બક્ષીપંચની અનામત મુસ્લિમોને આપી છે, તે અનામત પર લૂંટ કરવાનો પ્રયત્ન કર્યો છે.

આતંકવાદ અને નક્સલવાદ પર આપને કેટલી સફળતા મળી? ગુજરાત ફર્સ્ટ

આતંકવાદ લગભગ ખતમ થઈ ચૂક્યો છે. નક્સલવાદ પણ ઝારખંડ, બિહાર, ઓડિસા, આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં સંપૂર્ણ રીતે નાશ પામ્યો છે. છત્તીસગઢના ત્રણ જિલ્લામાં રહ્યો છે. ત્યા પર હવે ભાજપની સરકાર 4 મહિલા પહેલા ચૂંટાઈ છે. હવે કઠોર કાર્યવાહી શરૂ કરી છે, જેથી દેશ હવે ટૂંક સમયમાં નક્સલવાદથી મુક્ત થઈ જશે.

તમે આતંકવાદી-નક્સલવાદનો ખાતમો કરી રહ્યા છો પરંતુ બંગાળમાં ઘૂસણખોરી ચાલું છે તેનું શું? ગુજરાત ફર્સ્ટ

આ વખતે બંગળાની જનતા 40માંથી 30 સીટ ઓછામાં ઓછી ભારતીય જનતા પાર્ટીને આપવા જઈ રહીં છે. તે પછી ત્યા પણ પરિવર્તન આવશે. ભારતીય જનતા પાર્ટીની સરકાર બન્યા પછી બંગાળમાં ઘૂસણખોરી સંપૂર્ણ રીતે બંધ થઈ જશે. આસામ અને ત્રિપુરામાં ભાજપા સરકાર બન્યા પછી ઘૂસણખોરી પર રોક લાગી છે. કોંગ્રેસની પ્રાથમિકત્તા સત્તા પ્રાપ્ત કરવાની છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીની પ્રાથમિકત્તા દેશની સુરક્ષા છે.

શ્રીરામના પવિત્ર મંદિરમાં કોંગ્રેસ જવાનું ટાળ્યું તો શું આ તેમને નડશે? ગુજરાત ફર્સ્ટ

નિશ્ચિત રૂપથી દેશની જનતા કોંગ્રેસથી નારાજ અને દુઃખી છે. માઇનોરિટી વોટબેંકની લાલચમાં કોંગ્રેસ નેતાઓ પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠામાં જવાનું ટાળ્યું અને જે લોકો ગયા તે લોકોને પાર્ટીમાં સસપેન્ડ કરી દીધા તેથી દેશના લોકો નારાજ છે.

ભારતીય જનતા પાર્ટી અને મોદી સાહેબના ત્રીજા ટર્મમાં આ દેશ કેવી પ્રગતિ કરશેઃ ગુજરાત ફર્સ્ટ

આ 10 વર્ષમાં કોંગ્રેસના મિસ મેનેજમેન્ટને નરેન્દ્રભાઈએ ઠીકઠાક કરીને દેશને દુનિયાની સ્પર્ધામાં લાવ્યા છે. 5માં નંબરની ઇકોનોમી પરથી ત્રીજા નંબરની અર્થવ્યસ્થા જવા માટે 1 કે 2 વર્ષના સમયમાં બનશે તેનો મને વિશ્વાસ છે.

જાતિવાદના મુદ્દે દેશાના લોકોને શું કહેશોઃ ગુજરાત ફર્સ્ટ

આ દેશના લોકો હવે સમજી ગયા છે.પહેલ કોંગ્રેસ જે જાતિવાદ ફેલાવ્યો છે, તેના દેશે ખુબ દુષ્પરિણામો ભોગવ્યા છે. હું ગુજરાતની જ વાત કરૂ તો,કામ થિયરી ફેલાવી અને ગુજરાતને હુલ્લડોના આગમાં જોક્યું પરિણામે ગુજરાતનો વિકાસ ન થયો. હું નથી ચાહતો કે, ગુજરાત અને દેશની જનતા ફરીવાર જાતિવાતમાં ફસાય.

ક્ષત્રિય આંદોલન શાંત થઈ જશેઃ ગુજરાત ફર્સ્ટ

ગુજરાત ફર્સ્ટ સાથે Exclusive વાતચીત કરતા અમિત શાહે ક્ષત્રિયા આંદોલન વિશે પણ વાત કરી હતી. કેન્દ્રીય મંત્રી અમિત શાહે કહ્યું કે, ‘પરશોત્તમ રુપાલાએ ક્ષત્રિયાની માફી માંગી છે અને ભારતીય જનતા પાર્ટીનું ગુજરાત પ્રદેશનું યુનિટ ક્ષત્રિયાએ સતત ચર્ચા કરી રહ્યું છે. હું આશા કરૂ છું કે, ક્ષત્રિય સમાજ નિશ્ચિત રૂપે મતદાન સુધીમાં પોતાનું મન બદલશે’

7 તારીકે મતદાન થવાનું છે શું અપીલ કરશો ફર્સ્ટ ટાઈમ વોટર્સને? ગુજરાત ફર્સ્ટ

અમિત શાહે કહ્યું કે, ભારે તે લોકો (ફર્સ્ટ ટાઈમ વોટર્સે) એ ભૂતકાળ ના જોયો હોય પરંતુ તેમના પરિવારે જોયો છે. ગુજરાતમાં પહેલા રાત્રે વીજળી નહોતી, રોડ-રસ્તા ખાડા વાળા હતા, ગામડું કે, શહેર વિકસિત નહોતા અને 1 વર્ષમાં 150 દિવસથી વધારે કર્ફ્યું રહેતો હતો. આ દરેક વાતોથી જુવાનિયાઓ જરૂર માહિતગાર છે. તેમને દુનિયાના યુવાનો સાથે સ્પર્ધા કરવાનું પ્લેટફોર્મ કેવળને કેવળ નરેન્દ્ર મોદી આપી શકે છે. તેવો વિશ્વાસ છે પરંતુ હું ફર્સ્ટ ટાઈમ વોટર્સેને અપિલ કરવામાં માગું છું કે, તમે તો સવારના સાત વાગ્યે તમારો વોટ તો નાખી જ દેજો પરંતુ 10 વાગ્યા સુધીમાં તમારા પરિવારના વોટ થઈ જાય તેની ચિંતા કરો, જેથી ગરમીના કારણે મતદાન ઓછું થવાનો ભય ના રહે અને આપણો આ લોકતંત્રનો પર્વ નીકળી જાય.

અમિત શાહ અત્યારે ગુજરાતમાં પ્રચાર માટે આવેલા છે

ગુજરાત ફર્સ્ટ સાથે ભારતના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ખાસ વાતચીત કરી હતી. ખાસ વાતચીતમાં અમિતભાઈ શાહે અનેક મુદ્દાઓ વિશે ખુલ્લા મનથી ચર્ચા કરી હતી. નોંધનીય છે કે, ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈ પ્રચારનો અત્યારે આખરી ઓપ છે. નોંધનીય છે કે, અમિત શાહ અત્યારે ગુજરાતમાં પ્રચાર માટે આવ્યા છે. આ દરમિયાન તેમણે ગુજરાત ફર્સ્ટને ખાસ ઇન્ટરવ્યૂ આપ્યું જેમાં આતંકવાદ, નક્સલવાદ અને લોસકભાના પ્રચાર સહિત અનેક મુદ્દાઓની ચર્ચાઓ કરી હતી.

ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહે સાથે ગુજરાત ફર્સ્ટનું EXCLUSIVE Conversation

 આ પણ વાંચો: Daman : દમણની જાહેરસભામાં અમિત શાહે કર્યો હૂંકાર….

 આ પણ વાંચો: Lohana Samaj: જૂનાગઢમાં રાજેશ ચુડાસમા માટે માઠા સમાચાર, આવતી કાલે લોહાણા સમાજની મોટી બેઠક

આ પણ વાંચો: લ્યો બોલો! ગોર મહારાજ અને યજમાન બાઝ્યા, હવન દરમિયાન યજમાનને ધક્કો મારતા મોત