Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

લ્યો બોલો! ગોર મહારાજ અને યજમાન બાઝ્યા, હવન દરમિયાન યજમાનને ધક્કો મારતા મોત

06:27 PM May 04, 2024 | VIMAL PRAJAPATI

Jetpur: ગુજરાતમાં રહેવા માટે રાજકોટની પસંદગી મોટા ભાગે વધારે કરવામાં આવતી હોય છે. પરંતુ આ રાજકોટમાં એક ચોંકાવનારી ઘટના બની છે. આઘ ઘટનમાં એક ગોરબાપાના હાથે એક વ્યક્તિનું મોત થયું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. મળતી વિગતો પ્રમાણે રાજકોટ જિલ્લામાં જેતપુર (Jetpur)ના રબારીકા ગામે સામાન્ય બાબતે ઝઘડો થતાં એક વ્યક્તિનું મોત થયું છે. નોંધનીય છે કે, રબારીકા ગામમાં પિતૃકાર્ય માટે હવન પ્રસંગ ચાલી રહ્યો હતો. આ હવન પ્રસંગમાં યજમાન બનેલા એક વ્યક્તિનું મોત થયું છે. જો કે, આ મોત પાછળનું કારણ ચોંકાવનારું છે.

ગોર મહારાજ અને યજમાન સાથે રકઝક થઈ હતી

નોંધનીય છે કે, રબારીકા ગામમાં પિતૃકાર્યના હવનમાં સામાન્ય બાબતે ગોર મહારાજ અને યજમાન સાથે રકઝક બની હતી. મળતી વિગતો પ્રમાણે હવન બાબતે કાર્ય આપવાની બાબતે રકઝકનો બનાવ બનવા પામ્યો હતો. આ દરમિયાન 70 વર્ષિય ગોર મહારાજે યજમાનને ધક્કો મારતાં યજમાન પડી ગયા અને તેમને માથાના ભાગે ઇજા પહોંચી હતી. માથાના ભાગે ભારે ઈજા પહોંચતા અજમાનનું મોત નિપજ્યું હતું. મૃતકની વાત કરવામાં આવે તો, યજમાન બનેલા રવજીભાઈ ચોથાભાઈ રાઠોડ (ઉ.વ.51)નું મોત થયું છે.

રવજીભાઈના મોતનું કારણ હજી અકબંધ

ગોર મહારાજે ધક્કો મારતા યજમાન પડી ગયા હતા અને માથાના ભાગે ઈજા થતા સારવાર અર્થે જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ રવજીભાઈ ચોથાભાઈ રાઠોડનું સારવાર દરમિયાન જ મોત થઈ ગયું હતું. નોંધનીય છે કે, જેતપુર સરકારી હોસ્પિટલમાં હાજર પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યો હતા. ઘટનાની જાણ થતાની સાથે હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા.

ઉદ્યોગનગર પોલીસે પોતાની તપાસ હાથ

નોંધનીય છે કે, હજી મોતનું સાચું કારણ સામે આવ્યું નથી. ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે મોત થવાનું ચોક્કસ કારણ ફોરેન્સિક પીએમ બાદ જાણવા મળશે. તેથી મોતનું સાચું કારણ જાણવા માટે લાશને ફોરેન્સિક પીએમ તપાસ માટે રાજકોટ ખસેડવામાં આવી છે. આ મામલે અત્યારે ઉદ્યોગનગર પોલીસે પોતાની તપાસ હાથ ધરી હતી. આખરે મોતનું કારણ તો ફોરેન્સિક પીએમ કર્યા બાદ જ બહાર આવશે. પરંતુ રવજીભાઈ ચોથાભાઈ રાઠોડના મોતને લઈને પરિવારમાં ભારે શોકનો માહોલ છે.

આ પણ વાંચો: Voting Craze: પુત્રી વિદેશથી આવી અને માતાએ વિદેશ પ્રવાસ ટાળ્યો, જાણો શું છે કહાણી?

આ પણ વાંચો: Lohana Samaj: જૂનાગઢમાં રાજેશ ચુડાસમા માટે માઠા સમાચાર, આવતી કાલે લોહાણા સમાજની મોટી બેઠક

આ પણ વાંચો: Junagadh: સિવિલ હોસ્પિટલમાં પ્રથમ અંગદાન, ઉર્મિલાબેન ઝાલા સારવાર દરમિયાન બ્રેઇનડેડ થતા સ્વજનોએ અંગદાન કર્યું