Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

નરાધમે પ્રેમ જાળમાં ફસાવી વારંવાર દુષ્કર્મ આંચળતા દુષ્કર્મ, પોક્સો અને સાયબર એકટ હેઠળ ગુનો દાખલ..

05:41 PM Apr 01, 2024 | Harsh Bhatt

ભરૂચમાં સગીરાને સ્કૂલના સમયે અલગ અલગ સ્થળોએ લઈ જઈ સગીરા ઉપર બળાત્કાર ગુજારી તેણીના અશ્લીલ ફોટા અને વિડિયો બનાવ્યા અને સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરી દેવાની ધમકી સાથે અભદ્ર મેસેજ મોબાઇલમાંથી મળી આવતા ભોગ બનનારે માતા પિતાને સાથે રાખી એ ડિવિઝન પોલીસ મથકમાં નરાધમ સામે દુષ્કર્મ, POCSO અને સાયબર એકટ હેઠળ ગુનો દાખલ કરાવતા પોલીસે નરાધમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

મોબાઈલ દ્વારા વાતચીત કરતા રહ્યા અને સતત બંને વચ્ચે ગાઢ મિત્રતા કેળવાઈ ગઈ

ભરૂચની એક ખાનગી શાળામાં અભ્યાસ કરતી ધોરણ 11ની 16 વર્ષની સગીર વિદ્યાર્થીનીએ એ ડિવિઝન પોલીસ મથકમાં ગંભીર પ્રકારની ફરિયાદ નોંધાવી છે જેમાં તેણીએ આક્ષેપ કર્યો છે કે, ઉતરાયણના તહેવાર નિમિત્તે બપોરના સમયે પરિવાર સાથે ધાબા ઉપર પતંગ ચગાવતા હતા અને સોસાયટીમાં જ રહેતા પાડોશી રાહુલના ધાબા ઉપર તેના મિત્રો પણ હતા તે પૈકી રાહુલના મિત્ર મિહિર રમેશ પંડિત (ઉંમર વર્ષ 23) પીડીતાનો મોબાઈલ નંબર મેળવી 7 મહિના બાદ સંપર્કમાં આવ્યો હતો અને મિહિરે પીડિતાને મેસેજ કર્યા હતા અને મિહિર રમેશ પંડિત તરીકે ઓળખ આપી હતી અને તે સમયે પીડીતાએ મિહિરને કોઈપણ જાતનો રીપ્લાય આપ્યો ન હતો પછીથી પણ મિહિરે સગીરાનો પીછો કરી મેસેજ કરી સગીરાને કહ્યું હું તારી સાથે લગ્ન કરવા ઈચ્છું છું સગીરાએ વધુ રીપ્લાય નહીં આપતા મિહિરે સતત સગીરાને મેસેજ કરી મોબાઈલ દ્વારા વાતચીત કરતા રહ્યા અને સતત બંને વચ્ચે ગાઢ મિત્રતા કેળવાઈ ગઈ હતી.

મિહિર પંડિતે સગીરાના નિ:વસ્ત્ર અશ્લીલ ફોટા પણ પોતાના મોબાઈલમાં કેદ કર્યા

ભોગ બનનાર વિદ્યાર્થીની જ્યારે પણ સ્કૂલે જવા નીકળતી ત્યારે તેનો પીછો મિહિર પંડીત કરતો અને રસ્તામાં રોકી વાતચીત કરતો ઘણી વખત સ્કૂલમાંથી ગુલ્લી મરાવીને પણ તેની માસીના ઘરે તથા અન્ય સ્થળે લઈ જઈ સગીર વિદ્યાર્થીની સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ કરતો અને મિહિર પંડિતે સગીરાના નિ:વસ્ત્ર અશ્લીલ ફોટા પણ પોતાના મોબાઈલમાં કેદ કર્યા હતા અને વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. મિહિર પંડિતે સગીરાને ધમકીઓ આપી હતી કે તારા જે ફોટા મોબાઇલમાં પાડ્યા છે જ્યાં સુધી આપણા લગ્ન ન થાય ત્યાં સુધી તારા ઘરમાં વાત કરતી નહીં નહિતર ફોટા સોશિયલ મીડિયા ઉપર મૂકી દઈશ. જેના કારણે સગીરા કંઈ બોલવા તૈયાર ન હતી, પરંતુ શાળામાં ગેરહાજરી હોવાનો પત્ર વાલીને મળતા જ વિદ્યાર્થીની સગીર વયની ભાંગી પડી હતી અને અભ્યાસ અર્થે આપેલો મોબાઈલ ચેક કરતા મિહિરે સગીરાને મોકલેલા અશ્લીલ ફોટા મળી આવતા માતા-પિતાની પગ તળેની જમીન ખસી ગઈ હોવાનો અનુભવ થયો હતો.

નરાધમ યુવક ઘરમાંથી ભાગી જવામા સફળ થઈ ગયો હતો

દીકરીએ માતા-પિતા પાસે રજૂ કરેલી વાતથી દીકરીના પિતા પણ જે યુવક સેવાશ્રમ રોડ વાલ્મિકી નગર ખાતે રહેતા મિહિર પંડિતના ઘરે પહોંચી ગયા હતા અને તેની પાસે રહેલા મોબાઇલ તપાસ કરતાં તેમાંથી સંખ્યાબંધ અશ્લીલ વિડીયો અને પોતાની સગીરવયની દીકરીના ફોટા જોઈ ચોકી ઉઠ્યા હતા અને બંને મોબાઈલ સગીરાના પિતાએ લઈ લીધા હતા ભાંડો ફૂટતા જ નરાધમ યુવક ઘરમાંથી ભાગી જવામા સફળ થઈ ગયો હતો.

સમગ્ર ઘટના સામે આવતા માતા પિતાએ પણ પોતાની સગીરવયની દીકરી સાથે વાતચીત કરી દીકરીને હિંમત આપી ભરૂચ એ ડીવિઝન પોલીસ મથકે લઈ જતા પોલીસે પણ આરોપી મિહિર રમેશ પંડિત રહે વાલ્મિકી નગર સેવાશ્રમ રોડ ભરૂચનાઓ સામે આઇપીસી કલમ 354(સી), દુષ્કર્મ એક્ટ 376(2)(n), પોકસો 6,12 તથા સાયબર એક્ટ 66(e) મુજબ ગુનો દાખલ કરી ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.

શૈક્ષણિક સંસ્થા અને ટ્યુશન ક્લાસીસ સંચાલકો માટે લાલબત્તી સમાન કિસ્સો..

વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ જો સમયસર શાળા કોલેજ કે ટ્યુશન ક્લાસીસ ઉપર ન આવે તો અથવા તો કોઈ પણ વિદ્યાર્થીની ગેરહાજર રહે તો તે માટે જે તે શાળા સંચાલકો ટ્યુશન ક્લાસીસ સંચાલકો કે કોલેજના સંચાલકો દ્વારા તેના વાલીને આ બાબતે જાણ કરવામાં આવે કે આપની વિદ્યાર્થીની કે વિદ્યાર્થી આજે કેમ નથી આવ્યા તો વાલીઓના જો કોઈ બાળકો ઊંધા રવાડે જતા હશે તો તેને અટકાવી શકાશે પરંતુ જ્યાં સુધી શૈક્ષણિક શાળા સંચાલકો અને ખાનગી ટ્યુશન ક્લાસીસ સંચાલકોમાં જાગૃતતા નહીં આવે ત્યાં સુધી વાલીઓએ ભોગવવું પડશે તે પણ એક ચર્ચાનો વિષય બની ગયો છે

બાળકોને વધુ પડતો મોબાઈલ આપવો જોખમી..

કોરોના કાળ બાદ ઓનલાઇન શિક્ષણની ચિંતામાં ઘણા વાલીઓએ પોતાના બાળકોને મોંઘા દોટ મોબાઈલ આપી દીધા છે પરંતુ મોબાઈલનો સદુપયોગ થાય છે કે દૂર ઉપયોગ તેની કાળજી લેવાની જવાબદારી પણ વાલીઓ એટલે કે માતા-પિતાની હોય છે સોશિયલ મીડિયાના જમાનામાં બાળકો મોબાઇલમાં અભ્યાસ મેળવે છે કે પછી કંઈક અલગ કરે છે તે પણ જાણવું જરૂરી છે એક વાલી એ પોતાની દીકરીને મોંઘો મોબાઇલ આપો જોખમકારક સાબિત થઈ ગયો છે જેના પગલે હાલ તો આ બાબતે પોલીસે ગુનો દાખલ કર્યો છે

મારી ભોગ બનનાર સગીરવયની દીકરીના મોબાઈલમાં અજાણ્યા યુવકે ફોટા મોકલેલા હોય અને ઘણા ફોટા યુવક સાથે સગીરાના હોય જેના કારણે આ યુવકે સગીરાને પ્રેમ જાળમાં ફસાવી તેની સાથે વારંવાર ખરાબ કામ કર્યું હોય અને સગીરાના ફોટા વાયરલ ન થઈ જાય તે માટે યુવકના ઘરે પહોંચી સૌપ્રથમ મોબાઇલ લઈ લીધા હતા અને મોબાઈલ પોલીસને જમા કરાવ્યા છે અને તેના મોબાઇલમાં સંખ્યાબંધ અશ્લીલ વિડિયો અને અશ્લીલ ફોટાઓ પણ છે જેના કારણે અન્ય સગીરાઓને પણ આ નરાધમે ભોગ બનાવી છે કે કેમ તે દિશામાં પણ પોલીસ તપાસ કરે તેવી માંગણી છે

વિદ્યાર્થીનીની હાજરી 62% હોવાની નોટિસ ઘરે આવતા ભાંડો ફૂટ્યો..

બળાત્કારનો ભોગ બનેલી વિદ્યાર્થીની જે સ્કૂલમાં અભ્યાસ કરે છે તે સ્કૂલમાંથી વાલીને નોટિસ આપવામાં આવી હતી અને તેમાં દર્શાવવામાં આવ્યું હતું કે તમારી વિદ્યાર્થીની નિયમિત આવતી નથી તેની હાજરી 80% જોઈએ પરંતુ 62% જેટલી જ હાજરી છે જેના કારણે શાળાએ કેમ ગેરહાજર રહે છે તે તપાસ કરવામાં આવતા આખરે વિદ્યાર્થીની શાળાએથી પણ ગુલ્લી મારતી હોવાનો ભાંડો ફૂટ્યો હતો. જેના કારણે શાળા સંચાલકોએ પણ દરેક વર્ગનું સોશિયલ મીડિયા ઉપર whatsapp ગ્રુપ બનાવવું જોઈએ અને તેમાં જે વિદ્યાર્થીની ન આવી હોય તેની ગેરહાજરી અંગે મેસેજ મુકવો જોઈએ જેથી વાલીઓને પણ આ બાબતે તકેદારી રાખે અને તેમની દીકરી રેગ્યુલર અભ્યાસ કરે છે કે કેમ તે પણ જાણી શકે

અહેવાલ – દિનેશ મકવાણા, ભરૂચ

આ પણ વાંચો : KUTCH : યુવા મતદારોમાં મતદાન જાગૃતિ માટે કરાયું ખાસ સ્પર્ધાનું આયોજન