Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Viranjali : ક્રાંતિવીરોની ગાથા વર્ણવતો અદભૂત શો સાણંદમાં જોવા મળશે

03:32 PM Mar 21, 2024 | Vipul Pandya

Viranjali : અમદાવાદ (Ahmedabad) નજીક સાણંદમાં આગામી 23મી માર્ચે દેશની આઝાદી માટે કુરબાની આપનારા ક્રાંતિવીરોની ગાથા કહેતા વીરાંજલિ (Viranjali) કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 23 માર્ચે રાત્રે 8 વાગે એકલિંગજી રોડ સાણંદ ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવશે.

100થી વધુ કલાકારો આ શોમાં જોડાયેલા છે.

લોકપ્રિય કલાકાર સાંઇરામ દવે સહિત 100થી વધુ કલાકારો આ શોમાં જોડાયેલા છે. છેલ્લા 2 વર્ષથી દર 23 માર્ચે અમદાવાદમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. ગત વર્ષે અમદાવાદમાં કર્ણાવતી ક્લબ ખાતે આ શો યોજવામાં આવ્યો હતો અને ત્યારબાદ નિકોલ વિસ્તારમાં શોનું આયોજન કરવામાં આવ્યું હતું. હજારો લોકોએ આ કાર્યક્રમને નિહાળ્યો હતો અને ક્રાંતિવીરોની ગાથા સાંભળી અને જોઇ હતી. ફરીથી એક વાર અમદાવાદવાસીઓને આ ભવ્ય કાર્યક્રમ માણવાની તક મળી રહી છે.

સુખદેવ થાપરે શા માટે કાફર ગોરાઓને ગોતી-ગોતીને ઠાર માર્યા ?

સુખદેવ થાપરે વતનની આઝાદી માટે પોતાના સુખનો ત્યાગ શા માટે કર્યો ? અને સુખદેવ થાપર એ શા માટે કાફર ગોરાઓને ગોતી-ગોતીને ઠાર માર્યા ? જેવા અનેક સવાલોનો જવાબ તમારે જાણવો હોય તો એકલિંગજી રોડ, સાણંદ ખાતે 23 માર્ચે, શહીદ દિવસ નિમિત્તે યોજાનારા વીરાંજલિ કાર્યક્રમમાં ખાતે રાત્રે 8 વાગે તમારે પહોંચવું પડશે. આ સાથે નવી પેઢીને શું સંદેશો આપવા માંગતા હતા ભગતસિંઘ ? આ સવાલનો જવાબ પણ આ કાર્યક્રમમાં તમને મળી શકે છે.

ગુજરાતનો સૌથી મોટો મ્યુઝિકલ મલ્ટી મીડિયા શો

વીરાંજલી કાર્યક્રમ ગુજરાતનો સૌથી મોટો મ્યુઝિકલ મલ્ટી મીડિયા શો છે. આ શો મા ભારતીની આઝાદી માટે પોતાનું સર્વસ્વ કુરબાન કરનારા ક્રાંતિવીરોની કથા કહેતો પહેલો ગુજરાતી શો છે. લોકપ્રિય કલાકાર સાંઇરામ દવે લિખિત તથા અભિનિત આ શોની અંદર ૧૦૦ કરતા પણ વધારે કલાકારો જાડાયેલા છે. જેઓ સ્ટેજ પર આવે ત્યારે એવું લાગે કે જાણે શહીદો અને ક્રાંતિવીરો આપણને મળવા માટે આવ્યા છે.

ક્રાંતિકારીઓના પાત્રોનું અને તેમની સાથે જાડાયેલી ઘટનાઓનું આબેહૂબ નિરુપણ કરાયું

આ શો માં મેડમ કામા, સરદારસિંહ રાણા, રાણી લક્ષ્મીબાઇ, મૂળુ માણેક, દેવુ માણેક, ચંદ્રશેખર આઝાદ, શહીદ-એ-આઝમ ભગતસિંહ, રાજગુરુ, સુખદેવ જેવા ક્રાંતિકારીઓના પાત્રોનું અને તેમની સાથે જાડાયેલી ઘટનાઓનું આબેહૂબ નિરુપણ કરાયું છે. તથ્યોને કેન્દ્રમાં રાખીને તેની આસપાસ સુંદર રીતે ક્યાંક કલ્પાનાઓેને પણ વાચા આપવામાં આવી છે. જેને જાયા બાદ જાણે કે એમ જ થાય કે હકીકતમાં આવું જ થયું હશે.

વીરાજંલિમાં સાંઇરામ દવેએ ભગત સિંહનો રાસડો લખ્યો છે

મેરા રંગ દે બસંતી ચોલા..’,‘સરફરોશી કી તમન્ના….’ આ એ હિન્દી ગીતો છે જે ભગતસિંહ અને અન્ય શહીદ સાથે જોડાયેલા છે. જો કે મેઘાણીની એક રચનાને બાદ કરતા શહીદ ભગતસિંહ વિશે આપણા ગુજરાતીમાં એક પણ ગીત નથી. ત્યારે આ વીરાજંલિમાં સાંઇરામ દવેએ ભગત સિંહનો રાસડો લખ્યો છે. તેમના વિશે દુહા લખ્યા છે.

આ પણ વાંચો—“હર ઘર તિરંગા” અભિયાનમાં જોડાવવા આહ્વાન કરતા ગુજરાતના સુપ્રસિદ્ધ લોકસાહિત્યકાર સાંઈરામ દવે

આ પણ વાંચો—અમદાવાદમાં યોજાશે ભવ્ય વીરાંજલિ કાર્યક્રમ