Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

World Hearing Day ની પૂર્વ સંધ્યાએ સિવિલ હોસ્પિટલના ડોક્ટરો દ્વારા સ્કૂલમાં જઇ બાળકોની તપાસ કરાઇ

10:45 PM Mar 02, 2024 | Hardik Shah

સિવિલ હોસ્પિટલના ENT વિભાગ (ENT Department) દ્વારા World Hearing day નિમિત્તે તા. 2/3/24 ના રોજ અમદાવાદની સંસ્કાર વિદ્યા નિકેતન શાળા (Niketan School) માં બાળકોમાં સાંભળવાની ખામીની તપાસ અને કાનની સંભાળ કેવી રીતે કરવી તે માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.

સિવિલ સુપ્રીન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષીએ વધું વિગતો જણાવતા કહ્યું કે, આ કેમ્પ માં કુલ 170 વિદ્યાર્થીઓની તપાસ કરવામાં આવી. જેમાં 60% થી વધુ બાળકોના કાનમાં વેકશ એટલે કે મેલ દૂર કરવામાં આવ્યો અને 6 વિદ્યાર્થીઓને કાનની અન્ય બિમારી જણાતા વધું તપાસ માટે સિવિલ હોસ્પિટલમાં બોલાવવામાં આવ્યા હતા.

આ પ્રસંગે સિવિલ હોસ્પિટલ ENT વિભાગના વડા ડૉ. ઇલા ઉપાધ્યાય દ્વારા ધોરણ 1 થી 4 ના વિદ્યાર્થીઓને કાનની સમસ્યાઓ, કાનની સંભાળ કેમ કરવી તેમજ આજના મોબાઈલ અને સોશિયલ મીડિયાના ઉપયોગને ધ્યાનમાં રાખતા મોબાઈલ કે અન્ય ડીવાઈસ સાથે ઇયર પ્લગનો વધુ માત્રામાં ઉપયોગ કરવાના ગેરલાભ અંગે સમજાવવામાં આવ્યું હતું.

ખાસ કરીને બાળકો તેમજ વિદ્યાર્થીઓને શક્ય હોય ત્યાં સુધી ઇયર પ્લગનો ઉપયોગ ન કરવો અથવા ઓછો અવાજ રાખી સાંભળવું. ગમે તે વસ્તુથી કાન સાફ ન કરતા ડોકટરને બતાવવું હિતાવહ રહેશે તેવી તબીબોએ અપીલ કરી છે.

અહેવાલ – સંજય જોશી

આ પણ વાંચો – ગુજરાતની 15 બેઠકો માટે ભાજપે જાહેર કર્યા ઉમેદવાર, જાણો પ્રદેશ અધ્યક્ષ CR Patil એ શું કહ્યું ?

આ પણ વાંચો – Gujarat Council of Assocham એ સાયબર સુરક્ષા અંગે અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કર્યું

આ પણ વાંચો – LOKSABHA ELECTION : પૂનમ માડમ પર ભાજપનો ભરોસો અડિખમ, સતત ત્રીજી વખત કરાયા રિપીટ