Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Riverfront : ગાંધીનગરની જનતાને પણ મળશે રિવરફ્રન્ટની ભેટ

02:27 PM Feb 29, 2024 | Hardik Shah

અમદાવાદ શહેરની ઓળખ બનેલા સાબરમતી રિવરફ્રન્ટ (Sabarmati Riverfront) ની હવે વિશ્વ ફલક સુધી ઓળખ થશે કારણ કે સાબરમતી રિવરફ્રન્ટ હવે અમદાવાદ શહેર પુરતો નહી રહે. પરંતુ રાજ્યની રાજધાની ગાંધીનગર (Gandhinagar) સુધી રિવરફ્રન્ટ (Riverfront) લંબાવાનો નિર્ણય કરાયો છે. હાલ વાસણા બેરેજથી લઇ શાહિબાગ સુધી રિવરફ્રન્ટ કાર્યરત છે. રિવરફ્રન્ટ ફેઝ-2 ની કામગીરી હાલ પ્રગતિમાં ચાલી રહી રહી છે.

ત્યારે ગુજરાત સરકાર દ્વારા દુબઇની શોભા રિયાલ્ટી કંપની સાથે MOU કર્યા છે. અને જેમાં શોભા રિયાલ્ટી ગૃપ રૂપિયા 1 હજાર કરોડના ખર્ચે ફેઝ-3 અંતર્ગત ઇન્દિરા બ્રિજથી નર્મદા મેઇન કેનાલ સુધી રિવરફ્રન્ટનું ડેવલપમેન્ટ કરશે. ફેઝ 3 ની રિવરફ્રન્ટની લંબાઇ બન્ને પૂર્વ અને પશ્ચિમ કાંડ અંદાજીત 4.5 કિમી હશે. વિશ્વના સૌથી લાંબા રિવરફ્રન્ટની વિશેષતાઓ આ પ્રમાણે રહેશે. અમદાવાદથી ગાંધીનગર સુધીનો રિવરફ્રન્ટ 38.2 કિમી લાંબો બની રહ્યો છે. અમદાવાદથી ગાંધીનગર સુધીનો રિવરફ્રન્ટનો ફેઝ-1 વાસણાથી શાહિબાગ – 11.2 કિમી કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. ફેઝ-2 શાહિબાગથી ઇન્દિરાબ્રિજ સુધી – 5.5 કિમી કામગીરી પ્રગતિ હેઠળ છે.

જ્યારે ફેઝ 3 ની કામગીરી ઈન્દિરાબ્રિજથી લઈને નર્મદા કેનાલ સુધી રહેશે. ત્યારબાદ ફેઝ 4 અને 5 ની કામગીરી રાજ્ય સરકાર હસ્તક કામગરી આરંભાશે. જેમાં ગિફ્ટ સિટીનો રિવરફ્રન્ટ બનશે જેની ઓળખ વિશ્વ ફલક પર થાય તે સુધીનું આયીજન થઈ રહ્યું છે. અને ગિફ્ટ સિટીથી ફેઝ 5 એટલે કે સંત સરોવર સુધી રિવરફ્રન્ટ બનાવવામાં આવશે ત્યારે નજીકના ભવિષ્યમાં ગાંધીનગરની જનતાને રિવરફ્રન્ટનો લાભ મળશે. ઉપરાંત એક રિવરફ્રન્ટ મારફતે એક રસ્તો પણ નવો તૈયાર થશે, જે અમદાવાદથી ગાંધીનગર ટ્રાફિકની સમસ્યા વગર સરળતાથી જઇ શકાશે. ખાસ ગાંધીનગર રિવરફ્રન્ટની આસપાસ ગગનચુંબી ઇમારતો અને બિલ્ડીંગો બનશે. જે ગિફ્ટ સિટી અને ગ્રીન સિટી રિવરફ્રન્ટની શોભામાં ચાર ચાંદ લગાવશે. ત્યારે આવનાર નજીકના ભવિષ્યમાં ગાંધીનગરની જનતાને રિવરફ્રન્ટની ભેટ મળશે.

અહેવાલ – સચિન કડિયા

આ પણ વાંચો – મુકેશ અંબાણીની સાદગી તો જુઓ, ગામના લોકો સાથે માણી ભજીયાની મજા

આ પણ વાંચો – બિલ ગેટ્સથી લઈને સુંદર પિચાઈ જેવા ખાસ હસ્તીઓ બનશે Ambani Family ના મહેમાન

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ